ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat: રાજ્યની સફળ સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષ

 Gujarat - શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ - મુખ્ય સચિવશ્રી તથા વરિષ્ઠ સચિવશ્રીઓ અને અધિકારીઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત...
05:05 PM Oct 07, 2024 IST | Kanu Jani

 

Gujarat રાજ્યની વિકાસ યાત્રાની નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે તા. 7 ઓક્ટોબર, 2001ના દિવસે શપથ લઈને  રાજ્યની કરવટ બદલી હતી.

તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની 2001થી 2024 સુધીની 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા. 07 થી 15 ઓક્ટોબર સુધી થનારા "વિકાસ સપ્તાહ"ની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ - મુખ્ય સચિવશ્રી તથા વરિષ્ઠ સચિવશ્રીઓ અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમમાં યોજાયેલા સામુહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈને "ભારત વિકાસ પ્રતિજ્ઞા" લીધી હતી.

દેશના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન માટે મન-કર્મ-વચનથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામુહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા સૌએ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીશ્રીએ અને મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવશ્રીઓએ જે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી છે તેમાં જણાવાયું છે કે -

* પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ. રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.

Gujarat વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ રાજ્યના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકશે.

આ પણ વાંચો-VADODARA : મોરચાએ અટકાવતા મ્યુનિ. કમિ. 3 કિમી ચાલ્યા, પોલીસે દરમિયાનગીરી કરવી પડી

Tags :
Gujarat
Next Article