Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GST ફ્રોડમાં ભાગતો ફરતો આરોપી ઝડપાયો, 1 કરોડથી વધુની રકમનું કૌભાંડ

અહેવાલઃ આનંદ પટણી, સુરત  સુરત ક્રાઈમ બ્રાન્ચને GST ફ્રોડમાં ભાગતા ફરતા એક આરોપીને પકડવામાં મોટી સફળતા મળી. 1 કરોડ 16 લાખ 51 હજાર 962 રૂપિયાના GST કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભાગતા ફરતા આરોપી અસરફ સતાર ખીમાણીની ધરપકડ કરવામાં આવી છે....
gst ફ્રોડમાં ભાગતો ફરતો આરોપી ઝડપાયો  1 કરોડથી વધુની રકમનું કૌભાંડ

અહેવાલઃ આનંદ પટણી, સુરત 

Advertisement

સુરત ક્રાઈમ બ્રાન્ચને GST ફ્રોડમાં ભાગતા ફરતા એક આરોપીને પકડવામાં મોટી સફળતા મળી. 1 કરોડ 16 લાખ 51 હજાર 962 રૂપિયાના GST કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભાગતા ફરતા આરોપી અસરફ સતાર ખીમાણીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ મામલે નિતીન મહેશ્વર, અરવિંદ વોરા અને મહેશ રાઠી નામના આરોપી ઝડપાયા હતા.

28 ડિસેમ્બર 2022ના રોજ ગુનો દાખલ થયો હતો

Advertisement

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં 28 ડિસેમ્બર 2022ના રોજ એક ગુનો દાખલ થયો હતો. આ ગુનાને લઈને તપાસ ઇકો સેલને સોંપવામાં આવી હતી. ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર આ ગુનાના આરોપી નિતીન મહેશ્વર, અરવિંદ વોરા, મહેશ રાઠી અને અશરફ ખીમાણીઓએ ગુનાહિત કાવતરું રચી રુદ્રા એન્ટરપ્રાઇઝ નામની બનાવટી પેઢી ઊભી કરી હતી. ત્યારબાદ GST નંબર મેળવીને કેટલાક ખોટા બીલો બનાવી 1,16,51,992 રૂપિયાનો GST ટેક્સ સરકારને નહીં ભરીને સરકાર સાથે છેતરપિંડી કરી હતી.

પોલીસ દ્વારા અસરફ ખીમાણીની ધરપકડ

Advertisement

અગાઉ આ મામલે પોલીસ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટ નીતિન મહેશ્વર, અરવિંદ વોરા, અને મહેશ રાઠીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે મહેશ રાઠીએ આ કૌભાંડને લઈને અશરફનું નામ પોલીસ સામે જણાવ્યું હતું. તેથી પોલીસ દ્વારા અસરફ ખીમાણીની ધરપકડ કરવામાં આવી છે.

95 જેટલા બિલો સહ આરોપીઓને આપ્યા હતા.

આરોપી અસરફની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેણે ખોટા બીલો બનાવ્યા હતા અને 95 જેટલા બિલો સહ આરોપીઓને આપ્યા હતા. આરોપી અસરફ ખોટા બીલો બનાવી જે રકમ પોતાના બેંક એકાઉન્ટમાં જમા થતી હતી તેનો અઢી ટકા કમિશન કાપી બાકીનું પેમેન્ટ મહેશ રાઠીને આપતો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે કે, આરોપી અસરફ બીલો ક્યાં બનાવતો હતો અને આટલા વધારે બિલો તે ક્યાંથી લાવતો હતો.

Tags :
Advertisement

.