Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GSSSB EXAM : ગૌણ સેવા પસંદગી મંડળની પ્રાથમિક પરીક્ષા મુદ્દે સચિવ હસમુખ પટેલે આપ્યું આ નિવેદન

ગૌણ સેવા પસંદગી મંડળની પ્રાથમિક પરીક્ષાનો મામલો ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલનું નિવેદન 'જાન્યુઆરી 2024માં ઓનલાઈન એપ્લિકેશન મંગાવાઈ હતી' 19 દિવસમાં 71 શિફ્ટમાં પ્રાથમિક પરિક્ષા યોજાઈ: હસમુખ પટેલ '5.19 લાખ ઉમેદવારોમાંથી 3.40 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી' કોઈ...
01:06 PM May 21, 2024 IST | Harsh Bhatt

GSSSB EXAM : ગૌણ સેવા પસંદગી મંડળની ( GSSSB  ) જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાર્કની પ્રાથમિક પરિક્ષા પૂર્ણ થઈ છે ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળના ( GSSSB  ) સચિવ હસમુખ પટેલનું નિવેદન હાલ સામે આવ્યું છે. પોતાના નિવેદનમાં હસમુખ પટેલ કહે છે કે, જાન્યુઆરી 2024માં ઓનલાઈન એપ્લિકેશન મંગાવાઈ હતી. 19 દિવસમાં 71 શિફ્ટમાં પ્રાથમિક પરિક્ષા યોજાઈ હતી, જેમાં 5.19 લાખ ઉમેદવારોમાંથી 3.40 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી. તેમણે એ પણ જણાવ્યું હતું કે, આ પરીક્ષામાં કોઈ પણ ગેરરીતિનો બનાવ બન્યો નથી.

સચિવ હસમુખ પટેલે પોતાના નિવેદનમાં આગળ જણાવ્યું હતું કે, જેને પરીક્ષા આપી છે તેના રિફંન્ડની કામગીરી શરૂ કરવામાં આવી છે અને પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જૂલાઈ માસમાં જાહેર થશે. વધુમાં જૂલાઈમાં મેરીટ બનાવી જાહેરાત કરવામાં આવશે. ગ્રૂપ B ની પરીક્ષા અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે, ગ્રૂપ B ની પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજાવાનું આયોજન છે. 30 જૂન સુધી આ પરીક્ષાને લગતી બધી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ગ્રૂપ B અને A નો સિલેબસ પણ વેબસાઈટ પર મુકાયો છે.  ઉલ્લેખનીય છે કે, ગ્રૂપ Aમાં 1926 જગ્યાઓ સામે 13,482 ઉમેદવારોનો મેરીટમાં સમાવાશે જ્યારે ગ્રૂપ Bમાં 3628 જગ્યાઓ સામે 25,396 ઉમેદવારોનો મેરીટમાં સમાવાશે અને 30 જૂન આસપાસ પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે.

આ પણ વાંચો : Mehsana : ભાજપના જ ધારાસભ્યે જ દારૂબંધીની પોલ ખોલતાં ખળભળાટ

Tags :
Competitive ExamEXAM NOTIFICATIONEXAM RESULTSEXAM UPDATEGROUP AGROUP BGSSSB EXAMGSSSB secretaryGujarat Examhashmukh patel
Next Article