Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ એરપોર્ટ ખાતે PM મોદીનું ભવ્ય સ્વાગત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ પંચાલ રહ્યા ઉપસ્થિત

અમદાવાદ એરપોર્ટ પર PMનો આગમનને લઈને પોલીસ સ્ટેન્ડબાય વડસર એરફોર્સ સ્ટેશન ખાતે નવા ઓપરેશન કોમ્પ્લેક્સની લેશે મુલાકાત વડસરથી હેલિકોપ્ટર મારફતે સીધા ગાંધીનગર રાજભવન જશે PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજેથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ...
અમદાવાદ એરપોર્ટ ખાતે pm મોદીનું ભવ્ય સ્વાગત  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ પંચાલ રહ્યા ઉપસ્થિત
  1. અમદાવાદ એરપોર્ટ પર PMનો આગમનને લઈને પોલીસ સ્ટેન્ડબાય
  2. વડસર એરફોર્સ સ્ટેશન ખાતે નવા ઓપરેશન કોમ્પ્લેક્સની લેશે મુલાકાત
  3. વડસરથી હેલિકોપ્ટર મારફતે સીધા ગાંધીનગર રાજભવન જશે

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજેથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર પોલીસને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પીએમ મોદીના સ્વાગતની વાત કરવામાં આવે તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રોટોકોલ મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદ કલેકટર દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે. આ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને DGP વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યાં. તેમના કાર્યક્રમની વાત કરવામાં આવે તો અત્યારે પ્રધાનમંત્રી એરપોર્ટથી સીધા વડસર એરફોર્સ સ્ટેશન ખાતે નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુકાલાત લેવામાં માટે જવાના છે.

Advertisement

પ્રધાનમંત્રી એરપોર્ટથી સીધા વડસર એરફોર્સ સ્ટેશન જશે

નોંધનીય છે કે, વડસરથી હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવન જવાના છે. અહીં તેઓ રાત્રિ રોકણ કરવાના છે. જો કે, આ દરમિયાન તેઓ મહત્વની બેઠક કરી શકે છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને અત્યારે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આગામી બે દિવસ તેઓ ગુજરાતમાં રોકાવાના છે. આ સાથે કાલે પણ તેઓ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપશે અને કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવાના છે.

Advertisement

આ પણ વાંચો: કચ્છના યુવાને Jammu And Kashmir માં આતંકવાદ વિરુદ્ધ ભજવી મહત્વની ભૂમિકા, ત્રણ આતંકીઓને કર્યા ઠાર

Advertisement

16 સપ્ટેમ્બરના કાર્યક્રમની સંપૂર્ણ વિગતો

16 સપ્ટેમ્બરે સવારે મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે કાર્યક્રમમાં હાજર રહેશે.
> સવારે 10:00 વાગ્યે ચોથી ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો પ્રારંભ કરાવશે.
> 12:00 કલાકે રાજ ભવન પરત આવશે.
> 1.30 કલાકે ગાંધીનગરનાં (Gandhinagar) સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે અને ગિફ્ટ સિટી સુધી ટ્રાવેલ પણ કરશે.
> 3.30 કલાકે જીએમડીસી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે.
> સાંજે 6 વાગે રાજભવન પરત આવશે અને રાત્રિ રોકાણ રાજભવન ખાતે રહેશે.
> 17 સપ્ટેમ્બરે સવારે 9 કલાકે ભુવનેશ્વર (Bhubaneswar) જવા રવાના થશે.

આ પણ વાંચો: Shaktipeeth અંબાજી લાખો માઇ ભક્તોથી ઉભરાયુ

Tags :
Advertisement

.