Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અંબાજી ખાતે ગણેશ ચોથની ભવ્ય ઉજવણી, ગણપતિ દાદાને લાડું ધરાવવામાં આવ્યા

અહેવાલ - શક્તિસિંહ રાજપુત, અંબાજી શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો અંબાજી શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠ મા આધ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી...
11:39 AM Sep 19, 2023 IST | Hardik Shah

અહેવાલ - શક્તિસિંહ રાજપુત, અંબાજી

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો અંબાજી શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠ મા આધ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી ખાતે મા અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે.આવનારા થોડા સમય બાદ ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે શરૂ થવાનો છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ પૂર્ણ કરાઈ દેવાઈ છે. અને માઈ ભક્તો મોટી સંખ્યામાં અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે,ત્યારે આજે ગણેશ ચોથ હોઈ ગણપતિ દાદા ના જન્મદિવસ નિમિત્તે અંબાજી મંદિરમાં સિદ્ધિવિનાયક ગણપતિદાદાનું મંદિર આવેલ છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે સમગ્ર વિશ્વમાં ગણપતિદાદા પૂરા પરિવાર સાથે અંબાજી મંદિર ખાતે બિરાજમાન છે. જે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.અંબાજી મંદિર ખાતે આવેલું છે સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનુ પ્રાચીન મંદિર.

આજે સિદ્ધિ વિનાયક મંદિરમાં વહેલી સવારે મહાઆરતી કરવામાં આવી હતી. મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને દાદા ને લાડુનો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો. સવારે 21 kg લાડુ નો પ્રસાદ ગણપતિ દાદા સમક્ષ ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી મહારાજ દ્વારા ભક્તોને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો અને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા. આજે અહીં યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ગણપતિદાદા ના મંદિરે કેક પણ કાપવામાં આવશે.ગણપતી દાદા અહી પોતાના સંપૂર્ણ પરીવાર સાથે બિરાજમાન છે.

સમગ્ર વિશ્વમાં આવેલું છે પૂરા પરિવાર સાથે અંબાજીમાં મંદિર

ગણપતિ દાદાનુ પુરા પરિવાર સાથે સમગ્ર વિશ્વમાં એકમાત્ર મંદિર અંબાજી મંદિર ખાતે આવેલું છે, જે સિદ્ધિવિનાયક મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરમાં ગણપતિદાદા ભાર્યા રિદ્ધિ સિદ્ધિ, પુત્રી સંતોષી માતા, પુત્રો શુભ લાભ, પૌત્રો શેમ કુશળ સાથે બિરાજમાન છે

આજે ગણેશ ચોથ નિમિત્તે મંદીર ખાતે મહા આરતી કરવામાં આવી

અંબાજી મંદિરમાં આવતા ભક્તો ગણપતિ દાદા ના મંદિરમાં દર્શન કરવા અચૂક આવતા હોય છે, આજે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા.ગણપતી બાપા ને 21 કિલોનો લાડુ ધરાવવામાં આવ્યો. મુકેશ જોષી, પુજારી, સિધ્ધિ વિનાયક મંદિર દ્રારા સમગ્ર ભક્તોને મનોકામના પૂર્ણ થાય તે માટે ગણપતિ દાદા ના દર્શન કરવા જોઈએ તેવું જણાવવામાં આવ્યું હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmbajiAmbaji TempleLord GaneshLord Ganesh in Ambaji
Next Article