Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GPSC દ્વારા DYSO ની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત, ઉમેદવારોને નડ્યો વરસાદ

GPSC દ્વારા લેવાનારી DYSO ની પરીક્ષા મોકૂફ રાજ્યમાં ભારે વરસાદ અને આગાહીને પગલે લેવાયો નિર્ણય 28 ઓગસ્ટથી ચાર દિવસ સુધી હતી પરીક્ષા DYSO Exams: ગુજરાતમાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે અનેક શહેરો પણ વરસાદને...
gpsc દ્વારા dyso ની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત  ઉમેદવારોને નડ્યો વરસાદ
  1. GPSC દ્વારા લેવાનારી DYSO ની પરીક્ષા મોકૂફ
  2. રાજ્યમાં ભારે વરસાદ અને આગાહીને પગલે લેવાયો નિર્ણય
  3. 28 ઓગસ્ટથી ચાર દિવસ સુધી હતી પરીક્ષા

DYSO Exams: ગુજરાતમાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે અનેક શહેરો પણ વરસાદને પગલે બોટમાં ફેરવાયા છે. એટલું જ નહીં પરંતુ હવામાન વિભાગે આગામી 31 તારીખ સુધી ભારે વરસાદની આગાહી આપી છે. મહત્વની વાત એ છે કે, આ દરમિયાન DYSO ની પરીક્ષા (DYSO Exams) યોજાવાની હતી. પરંતુ હવે ભારે વરસાદ અને અતિભારે વરસાદની આગાહીને પગલે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. તૈયારી કરતા સર્વે ઉમેદવારોએ નોંધ લેવી કે, GPSC દ્વારા લેવાનારી DYSO ની પરીક્ષા અત્યારે મોકૂફ રાખવામાં આવી છે. હવે આગામી થોડા સમયમાં નવી તારીક જાહેર કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: Guidelines: ગુજરાતમાં આપત્તિની સ્થિતિમાં સાવધાની માટે માર્ગદર્શિકા જાહેર

Advertisement

28 ઓગસ્ટથી ચાર દિવસ સુધી યોજાનાર હતી DYSO ની પરીક્ષા

ઉલ્લેખનીય ચે કે, અત્યારે ભારે વરસાદ અને આગાહીની સાથે સાથે આખા ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી 28 ઓગસ્ટથી ચાર દિવસ સુધી યોજાનાર DYSO ની પરીક્ષા (DYSO Exam) મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખો હવે પછીથી જાહેર કરાશે તેવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આજથી લઈને 29 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેથી સલામતીના ભાગ રૂપે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ; ભારે વરસાદથી તંત્ર સજ્જ, સાવચેત રહેવા સૂચના

નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર વર્ગ 3 ની પરીક્ષા મોકૂફ

રાજ્યમાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે અત્યારે અનેક શહેરમાં પાણી ભરાયા છે અને તેના કારણે અનેક રસ્તાઓ પાણી ભરાવાના કારણે બંધ થઈ ગયા છે. જેથી નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર વર્ગ 3 ની લેખિત પરીક્ષા યોજાવાના હતા. જે અત્યારે મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આગામી 31 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં વરસાદને લઇ ગંભીર આગાહી, જાણો શું કહ્યું અંબાલાલ પટેલે

Tags :
Advertisement

.