Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJ Medical College: હડતાલ પર ઉતરેલા ઈન્ટર્ન અને રેસિડેન્ટ ડૉક્ટરોને સરકારનું અલ્ટીમેટમ, હાજર નહીં થાય તો...

આવતીકાલ સવારે 9 વાગ્યાથી ફરજ પર હાજર થવા સરકારનું અલ્ટીમેટમ કાલે ઇન્ટન અને રેસિડન્ટ ડૉક્ટર ફરજ પર હાજર નહીં થાય તો સરકાર એક્શન લેશે રેસીડેન્ટ ડૉક્ટરો ફરજ પર હાજર નહીં થાય તો ભરાશે શિક્ષાત્મક પગલા BJ Medical College: અમદાવાદની...
bj medical college  હડતાલ પર ઉતરેલા ઈન્ટર્ન અને રેસિડેન્ટ ડૉક્ટરોને સરકારનું અલ્ટીમેટમ  હાજર નહીં થાય તો
  1. આવતીકાલ સવારે 9 વાગ્યાથી ફરજ પર હાજર થવા સરકારનું અલ્ટીમેટમ
  2. કાલે ઇન્ટન અને રેસિડન્ટ ડૉક્ટર ફરજ પર હાજર નહીં થાય તો સરકાર એક્શન લેશે
  3. રેસીડેન્ટ ડૉક્ટરો ફરજ પર હાજર નહીં થાય તો ભરાશે શિક્ષાત્મક પગલા

BJ Medical College: અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં પીજી ડૉક્ટર્સ એટલે કે જુનિયર ડૉક્ટર દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેથી હડતાલ પર ઉતરેલા રેસીડેન્ટ ડૉક્ટરો ફરજ પર હાજર નહીં થાય તો શિક્ષાત્મક પગલા લેવાશે તેવા આદેશ આપવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, આવતીકાલ સવારે 9 વાગ્યાથી ફરજ પર હાજર થવા સરકાર દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો કાલે Interns and Resident Doctors ફરજ પર હાજર નહીં થાય તો સરકાર એક્શન લેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Doctor's Strike : BJ મેડિકલ કોલેજનાં 1200 PG ડોક્ટર્સ ફરી હડતાળ પર, સિવિલમાં પણ વિરોધના સૂર!

આવતીકાલે સવારે 9 વાગે ફરજીયાત કામ પર હાજર થવા સૂચના

ઉલ્લેખનીય છે કે, જુનિયર ડૉકટરોની હડતાળને પગલે BJ Medical College તરફથી સૂચના અપાઇ છે. આવતીકાલે સવારે 9 વાગે તમામને ફરજીયાત કામ પર હાજર થવા સૂચના આપવામાં આવી છે. જો આંદોલનકારી જુનિયર ડૉકટરો હાજર ન થાય તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની દર્શાવી તૈયારી છે. કારણ કે, અમદાવાદમાં જુનિયર ડૉક્ટરોની હડતાળને લઈ દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. બીજે મેડિકલ કેમ્પસમાં Interns and Resident Doctors હડતાળ ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, જુનિયર તબીબો કામથી અળગા રહેતા દર્દીઓની લાંબી કતારો લાગી છે. આ સાથે OPD વિભાગમાં દર્દીઓ લાંબી કતારામાં જોવા મળ્યા છે.અત્યારે દર્દીઓ ભારે પરેશાન થઈ રહ્યાં છે.

Advertisement

ઇમરજન્સી અને ઓપીડીથી અળખા રહીં પાણી હડતાળ

રાજ્ય સરકાર દ્વારા જુનિયર ડૉક્ટર્સના સ્ટાઈપેડમાં 20% નો વધારો કર્યો છે. જેને લઇને જુનિયર ડૉક્ટર્સમાં વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી બીજે મેડિકલ કોલેજ પરિસરમાં બાળકો જેટલા ડૉક્ટરોએ સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો. બીજે મેડિકલના જુનિયર ડૉક્ટર એસોસિએશનની માંગણી એવી છે કે નિયમ પ્રમાણે 40% વધારો કરવામાં આવે. એસોસિએશનનો દાવો છે કે, વર્ષ 2009 થી રાજ્ય સરકાર દ્વારા જુનિયર ડૉક્ટરોને દર ત્રણ વર્ષે 40% નો વધારો કરવામાં આવે છે પરંતુ આ વખતે માત્ર 20 ટકા કરવામાં આવ્યો છે. જેથી ઇમરજન્સી અને ઓપીડી સહિતની તમામ પ્રકારની કામગીરીથી અળગા રહી હડતાળ પાડી વિરોધ નોંધાવી રહ્યા હતાં

Advertisement

આ પણ વાંચો: ACB Trap : ભ્રષ્ટાચારના નરેશને બચાવવાનો થયો હતો પ્રયાસ, કોણે બનાવ્યો નિષ્ફળ ?

40% નો વધારો આપવા માટે માંગ તબીબોએ કરી છે માંગણી

નોંધનીય છે કે, અત્યારે 84 હજાર જેટલું મહેનતાણું ચુકવવામાં આવે છે, નિયમ પ્રમાણે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા હોવાથી હાલ આપવામાં આવતા મહેનતાણા લમાં 40% નો વધારો આપવા માટે માંગ કરાઈ રહી છે. જો કે મહત્વની બાબત એ છે કે, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પીજી ડોક્ટર્સને વધારે સાઈપ એન્ડ આપવામાં આવતું હોવાનો દાવો રાજ્ય સરકારે કર્યો છે. પરંતુ અત્યારે હડતાળ પર ઉતરેલી જુનિયર તબીબોને સરકાર દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: VADODARA : પૂર ટાણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 76 સગર્ભા મહિલાઓની સલામત પ્રસૂતિ થઈ

Tags :
Advertisement

.