Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : VHP અને બજરંગ દળે મામલતદાર અને નગરપાલિકા પ્રમુખને પાઠવ્યું આવેદન પત્ર, જાણો કેમ ?

સંગઠનોએ જણાવ્યું કે, નોનવેજનું ખુલ્લામાં વેચાણ હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.
gondal   vhp અને બજરંગ દળે મામલતદાર અને નગરપાલિકા પ્રમુખને પાઠવ્યું આવેદન પત્ર  જાણો કેમ
Advertisement
  1. VHP, બજરંગ દળે મામલતદાર અને નગરપાલિકા પ્રમુખને આવેદન પત્ર આપ્યું (Gondal)
  2. રામનવમી, મહાવીર-હનુમાન જયંતિનાં દિવસે કતલખાના-નોનવેજ લારીઓ બંધ રાખવા રજૂઆત
  3. હિન્દુ સમાજની લાગણીઓને ધ્યાનમાં રાખીને જાહેરનામું બહાર પાડવા માગ
  4. આ દિવસોમાં નોનવેજનું ખુલ્લામાં વેચાણ હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડે છે : સંગઠનો

ગોંડલમાં (Gondal) વિશ્વ હિન્દુ પરિષદ તેમ જ બજરંગ દળ (Bajrang Dal) દ્વારા આગામી 6 એપ્રિલનાં રોજ એટલે કે રવિવારે રામનવમી, 10 એપ્રિલનાં રોજ મહાવીર જયંતિ અને 12 એપ્રિલે શનિવારે હનુમાન જયંતિ હોવાથી મામલતદાર તેમ જ નગરપાલિકા પ્રમુખને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે આ દિવસે શહેરમાં કતલખાના, નોનવેજ વેચતી રેકડીઓ રાખવામાં આવે, જેથી હિન્દૂ સમાજની લાગણીઓનું સન્માન જળવાઈ રહે.

આ પણ વાંચો - Jamnagar : ધ્રોલ તાલુકામાં માતા અને 4 સંતાનનાં કુવામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર!

Advertisement

Advertisement

રામનવમી, મહાવીર-હનુમાન જયંતિએ શહેરમાં કતલખાના બંધ રાખવા રજૂઆત

ભગવાન શ્રી મહાવીરનાં અહિંસાનો સંદેશ અને મહાત્મા ગાંધી તથા સ્વામી વિવેકાનંદજીનાં દેશમાં ભગવાન શ્રીકૃષ્ણની ભારત ભૂમિમાં અને સમગ્ર હિન્દૂ સમાજનાં આરાધ્ય દેવ ભગવાન શ્રીરામ જન્મોત્સવ તથા મહાવીર જયંતિ તેમ જ હનુમાન જયંતિ ભવ્ય રીતે ઊજવાતી હોય છે. ત્યારે આ દિવસે શહેરમાં કતલખાના અને નોનવેજ વેંચતી દુકાનો, રેકડીઓ બંધ રાખવા વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad) તેમજ બજરંગ દળ દ્વારામામલતદાર તેમ જ નગરપાલિકા (Gondal) પ્રમુખને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે. સંગઠનોએ જણાવ્યું કે, નોનવેજનું ખુલ્લામાં વેચાણ હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

આ પણ વાંચો - Narmada: જો ભાઈ....એ શર્મા....સભ્યતાથી વાત કર, ધારાસભ્ય ચૈતર વસાવા અને DySp વચ્ચે ઘર્ષણ

જાહેરનામું બહાર પાડી કડક અમલવારી કરાવવા માગ

હિન્દુ સમાજનાં લોકોની લાગણીઓને માન આપી એક-બીજાનાં ધર્મ પ્રત્ય સન્માન જળવાઈ રહે તેવી માગ આવેદન પત્રમાં કરાઈ છે. આ મામલે, જાહેરનામું બહાર પાડી કડક અમલવારી કરાવવા નગરપાલિકાનાં સત્તાધીશો, પોલીસ (Gondal Police) અધિકારીઓને ફરજ પાડવા યોગ્ય તાકીદે હુકમ કરવા હિન્દૂ સમાજની લાગણી સાથે માંગણી છે તેમ જણાવ્યું છે. આ તકે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પીયૂષભાઈ રાદડિયા, હિન્દુ ઉત્સવ સમિતિના પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા, જૈન સમાજના અગ્રણી અશોકભાઈ કોઠારી, બ્રહ્મસમાજના આગેવાન વિજયભાઈ ભટ્ટ અને આર્ય સમાજના પ્રમુખ રૂષભરાજ પરમાર સહિતનાં લોકો આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Deesa Blast : આરોપી પિતા-પુત્રને કોર્ટમાં રજૂ કરાયા, 3 કલાક દલીલો થઈ, આખરે રિમાન્ડ મંજૂર

Tags :
Advertisement

.

×