Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GONDAL : બ્રીજ મુદ્દે પૂર્વ અને વર્તમાન પ્રમુખ-કારોબારી અધ્યક્ષને સભ્યપદેથી દુર કેમ ન કરવા તેવી કારણદર્શક નોટીસ અપાતા નગરપાલિકામાં ખળભળાટ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી  ગોંડલના રાજાશાહીયુગના બે બ્રીજ મુદ્દે  હાઇકોર્ટમાં થયેલ પીટીશનના મુદે મ્યુનિસિપાલીટી કમિશ્નરએ નગરપાલિકા સતાધીશોને સભ્ય પદેથી દુર કેમ ન કરવા અંગેની કારણદર્શક નોટીસ પાઠવતા પાલિકા કચેરીમાં અને રાજકીય અગ્રણીઓમાં ચકચાર મચી જવા પામી છે, અને બ્રીજના મુદ્દે...
03:55 PM Dec 02, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
ગોંડલના રાજાશાહીયુગના બે બ્રીજ મુદ્દે  હાઇકોર્ટમાં થયેલ પીટીશનના મુદે મ્યુનિસિપાલીટી કમિશ્નરએ નગરપાલિકા સતાધીશોને સભ્ય પદેથી દુર કેમ ન કરવા અંગેની કારણદર્શક નોટીસ પાઠવતા પાલિકા કચેરીમાં અને રાજકીય અગ્રણીઓમાં ચકચાર મચી જવા પામી છે, અને બ્રીજના મુદ્દે ઉંઘતા જડપાયેલા પદાધિકારીઓ એ દોડધામ શરુ કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજાશાહી સમયના હાલ જર્જરીત બનેલા બન્ને પુલ અંગે બેદરકારી દાખવવા અંગે નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ ભાવનાબેન રૈયાણી તત્કાલીન કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા વર્તમાન પ્રમુખ મનીષભાઈ ચનીયારા અને કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાને નગર પાલિકા અધિનિયમ કલમ ૩૭ (૧) હેઠળ પગલાં લઈ તમોને સભ્યપદેથી દુર કેમ ન કરવા અંગેની કારણદર્શક નોટિસ મ્યુનિસિપાલીટી કમિશ્નર ગાંધીનગરએ પાઠવી છે.
નોટીસમાં જણાવ્યું હતું કે, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ગાંધીનગર પત્રથી ગોંડલ શહેરના બે બ્રીજ મુદ્દે થયેલ પીટીશન અંગે ગત.તા.૧૨/૧૧ ના પત્રથી સોપેલ તપાસના અહેવાલમાં ક્ષતિ ધ્યાને આવેલ હોય બન્ને બ્રીજ બંધ કરવાની સુચના તેમજ વૈકિલ્પક રસ્તા અન્યવે જરૂરી સર્વે કરવા સહિત બ્રીજ રીપેરીંગ અને નવા બનાવવા જરૂરી કાર્યવાહી કરવા અંગે સુચનાઓ આપવામાં આવી હતી. તેમજ એન્જિનિયર દ્વારા સર્વે કરતા એકમાત્ર  વૈકલ્પિક રસ્તો નેશનલ હાઈવે સુરેશ્ર્વર ચોકડી જતાં રસ્તાનો ઉપયોગ થઈ શકે તેમ હોય પરંતુ આ રસ્તો ચોમાસા દરમિયાન કોઝવે પર પાણી પસાર થતુ હોય અને રસ્તો સાંકડો અને વેરી ડેમના દરવાજા ઓટોમેટિક પાણીના પ્રેસરથી ખુલતાં હોય ચોમાસામાં અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. ભારે વાહનો એસ.ટી.બસ.સામા કાંઠા વિસ્તાર તેમજ ગ્રામ્ય વિદ્યાર્થીઓ માટેની સ્કુલ બસો પણ આ વૈકલ્પિક માર્ગ પરથી પસાર કરવાની થાય છે, ટેકનિકલ કમીટીના રિપોર્ટ અન્યવે બ્રીજ બંધ કરવા ડાયવઝૅન અંગે નિર્ણય થવા જણાવેલ હતું.
ચીફ ઓફીસર દ્વારા હાઈકોર્ટમાં થયેલ પી.આઈ.એલ.તથા ટેકનિકલ કમીટી રીપોર્ટ અન્વયે એન્જિનિયર રીપોર્ટને ધ્યાનમાં રાખી બ્રીજ બંધ કરવા વૈકલ્પિક ડાયવઝૅન તેમજ  રીપેરીંગ,નવા બનાવવા નિણર્ય અર્થે ગોંડલનગર પાલિકા પ્રમુખ તેમજ કારોબારી ચેરમેનના વંચાણે રજુ કરેલ સુરેશ્ર્વર ચોકડીવાળો માર્ગ પંચાયત હસ્તકત હોય ચોમાસા દરમિયાન કોઝવે પર પાણીના પ્રવાહને લઈને અકસ્માત અને જાનહાનિ થવાની પૂરી શકયતાઓ રહે છે, હોવાનુ જણાવેલ હતું.
બન્ને બ્રીજનુ બાંધકામ મોરબી બ્રીજથી અલગ પ્રકારનું હોય બ્રીજ તુટે અને જાનહાનિ થાય તેવી સંભાવના નહીવત હોય બન્ને બ્રીજ વૈકલ્પિક આયોજન રસ્તાની સાપેક્ષમાં ઓછા અકસ્માત ભયવાળા હોય ચોમાસાની ઋતુ પુરી ન થાય ત્યાં સુધી બ્રીજ ભારે વાહનો માટે બંધ કરવા જનહિતમાં જરૂરી જણાતા નથી તેમજ ચોમાસાની ઋતુમાં બ્રીજનું રીપેરીંગ કાર્ય શક્ય ન હોય તાત્કાલિક વેજીટેશન હટાવવાની કાર્યવાહી કરવી ચોમાસાની ઋતુ બાદ રીપેરીંગ અથવા તો નવા બનાવવા માટે પ્લાન અંદાજો તૈયાર કરી સરકારશ્રીના વખતો વખતની સુચના મુજબ આ કામગીરી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના માર્ગદર્શન નીચે કરવી તેવી સુચનાઓ આપતાં ચીફ ઓફીસર દ્વારા હાઈકોર્ટમાં એફીડેવીટથી જાણ કરવામાં આવી હતી.
જે ટેકનિકલ રીપોર્ટ અને સર્વેનો અભ્યાસ કરી પૂર્વ પ્રમુખ પૂર્વ કારોબારી ચેરમેનની જવાબદારી હોવાની જણાઈ આવે છે. જેમની મુદત પૂર્ણ થતાં વર્તમાન પ્રમુખ તા.૧૪/૯/ અને કારોબારી ચેરમેન તા.૨૬/૯ થી ચુટાયેલ હોય ટેકનિકલ કમીટી દ્વારા આપેલ સુચના તેમજ નામદાર હાઈકોર્ટના ઓરલ ઓર્ડરથી અવગત હોવા છતાં કોઈ કાર્યવાહી કરેલ હોવાનું જણાઈ આવતું નથી. જે ગંભીર પ્રકારની બેદરકારી જણાઈ આવે છે. જેથી તેઓની પણ જવાબદારી થાય છે. તેવા પ્રકારની નોટિસ આપી નગર પાલિકા અધિનિયમ કલમ ૩૭-(૧) હેઠળ પગલાં લઈ તમોને સભ્યપદેથી દુર કેમ ન કરવા ?
તેવી કારણદર્શક નોટીસ પાઠવી આગામી તા.૭/૧૨ ના રોજ બપોરે ૧૨ કલાકે કમિશ્નર મ્યુનિસિપાલીટી ગાંધીનગર ખાતે સુનાવણી સમયે અધિકૃત અથવા પ્રતિનિધિ દ્વારા રજૂઆત કરવા માંગતા હોય તો રજૂઆત કરવાનું જણાવવામાં આવ્યું હતું. નિયત મુદતે હાજર રહીને જો કોઈ જવાબ કરવામાં નહી આવે તો આ અંગે આપને કંઈ કહેવાનું નથી તેમ માનીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવા પ્રકારની નોટિસ મળતા નગરપાલિકા ના રાજકારણ માં ભુકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના યતિષભાઈ દેસાઈ દ્વારા ગત એપ્રિલ માસમા બન્ને પુલની હાલત અંગે હાઇકોર્ટમા પીઆઇએલ કરાઇ હતી. બાદમા હાઇકોર્ટ દ્વારા બન્ને પુલની પરિસ્થિતિ અંગે પ્રશાસનની ઝાટકણી કાઢી આંખ લાલ કરાઇ હતી. તેમ છતા પદાધિકારીઓ દ્વારા ગંભીરતા નહી દાખવતા હવે કારણદર્શક નોટિસનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો -- KHEDA : મોતની સિરપ બનાવનાર વડોદરાનો નિતીન કોટવાણી નકલી કેમિકલ માટે કુખ્યાત..!
Tags :
GONDAL BRIDGEGujaratnagarpalikanotice
Next Article