Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : ગોંડલમાં 17.89 કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનાવાશે

અહેવાલ - વિશ્વાસ ભોજાણી  શહેરમાં ગોંડલી નદી પર રાજાશાહી વખતના અંદાજે 100 વર્ષ જુના બંને બ્રિજ વાહનોની અવરજવર માટે જોખમી હોવાનો આદેશ હાઇકોર્ટે આપ્યા પછી આ બંને પુલ બંધ કરી દેવાયા છે. હવે તેના સ્થાને નવા બે પુલ બનાવવાનો નિર્ણય...
gondal   ગોંડલમાં 17 89 કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનાવાશે
અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
શહેરમાં ગોંડલી નદી પર રાજાશાહી વખતના અંદાજે 100 વર્ષ જુના બંને બ્રિજ વાહનોની અવરજવર માટે જોખમી હોવાનો આદેશ હાઇકોર્ટે આપ્યા પછી આ બંને પુલ બંધ કરી દેવાયા છે. હવે તેના સ્થાને નવા બે પુલ બનાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગોંડલના આ બંને બ્રિજ માટે કુલ રૂપિયા 17 કરોડ 89 લાખ 47,000 નો ખર્ચ મંજૂર કરીને આરટીજીએસના માધ્યમથી નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરના એકાઉન્ટમાં નાણા જમા પણ કરાવી દીધા છે.
ગોંડલમાં નવા બંને બ્રિજ મંજૂર કરવામાં આવ્યા છે અને તે માટે સરકારે રૂપિયા 17.89 કરોડની ગ્રાન્ટ રિલીઝ કરી હોવાની જાહેરાત ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધિક કમિશનર અને મુખ્ય કારોબારી અધિકારી દ્વારા કરવામાં આવી છે. આ અંગેના આદેશમાં જણાવ્યા મુજબ ગોંડલી નદી પર પાંજરાપોળ પાસે રૂપિયા દસ કરોડ 17 લાખ 99 હજારના ખર્ચે અને ગવર્મેન્ટ હોસ્પિટલ ચોકમાં રૂપિયા 7 કરોડ 71 લાખ 48 હજારના ખર્ચે પુલ બનાવવામાં આવશે. સરકારે ગ્રાન્ટની આ રકમ નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરના રાજકોટ ઝોનના બેન્ક એકાઉન્ટમાં આરટીજીએસટી જમા કરાવ્યા છે.
પુલના નિર્માણને લગતી કામગીરી માર્ગ અને મકાન વિભાગ હસ્તક કરાવવાની સૂચના સરકારે આપી છે અને જે રકમ મંજૂર કરવામાં આવી છે તેનો ઉપયોગ માત્ર બ્રિજ બનાવવાના કામ માટે જ કરવાનો રહેશે. આ માટે વહીવટી અને તાંત્રિક મંજૂરી સ્થાનિક કક્ષાએ સક્ષમ ઓથોરિટી પાસેથી મેળવવાની રહેશે. ગોંડલ નગરપાલિકાએ ગ્રાન્ટની આ રકમમાંથી કેટલી રકમનો ઉપયોગ કર્યો અને બ્રિજના કામમાં કેટલી પ્રગતિ થઈ તેનો અહેવાલ દર મહિનાની 5 તારીખ સુધીમાં નિયત નમુનામાં મોકલી આપવાનો રહેશે.
નગરપાલિકાએ દર મહિને પ્રગતિ અહેવાલ રજૂ કરવો પડશે
બ્રિજના આ બંને પ્રોજેક્ટ મંજુર કરાયા પછી ગ્રાન્ટ રિલીઝ કરી દેવામાં આવી છે અને ગોંડલ નગરપાલિકાને સરકારે એવી સૂચના આપી છે કે મંજૂર થયેલ આ બંને પ્રોજેક્ટનો નાણાકીય અને ભૌતિક પ્રગતિ અહેવાલ નગરપાલિકાએ દર મહિનાની પાંચ તારીખ સુધીમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડને નિયત નમૂનામાં મોકલી આપવાનો રહેશે.
વધુ ખર્ચ થાય તો ગોંડલ નગરપાલિકાએ ભોગવવાનો
રાજ્ય સરકારે બંને બ્રિજ માટે કુલ રૂપિયા 17 કરોડ 89 લાખ અને 47 હજારની રકમ મંજૂર કરી છે. સરકારે જણાવ્યું છે કે આ બ્રિજના કામનો પ્રાથમિક અંદાજ છે. ડિટેઈલ પ્રોજેક્ટર રિપોર્ટ અને ટેન્ડર પ્રક્રિયા દરમિયાન જો અંદાજમાં વધારો થાય તો વધારાનો ખર્ચ ગોંડલ નગરપાલિકાએ સ્વ ભડોળમાંથી ભોગવવાની શરતે આ મંજૂરી આપવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.