Gondal: શિવમ્ રેસીડેન્સીમાં બે મકાનમાં થઈ ચોરી, લોકોએ પોલીસ પાસે કરી આ માંગણી
- 1 મકાનમાં તસ્કરો ત્રાટકયા બીજા મકાનમાં પ્રયાસ
- આ પહેલા પણ 4 મકાનમાં થઈ હતી ચોરી
- રોકડ રકમ અને સોના દાગીનાની ચોરી કરી ચોરો રફુચક્કર
Gondal: ગોંડલ માર્કેટયાર્ડ પાછળ અનેક સોસાયટી આવેલી છે જેમાં શિવમ રેસિડેન્સી સોસાયટીમાંમાં આજે બે મકાનમાં ચોરીના બનાવ સામે આવ્યા છે. બ્લોક નંબર 240 માં પરિવાર ઉપરના માળે સૂતો હતો અને નીચે તાળાં તોડીને રૂમમાં પ્રવેશી સામાન કપડાં વેરવિખેર કરી રોકડ રકમ અને સોના દાગીનાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. જ્યારે 145 નંબરના બ્લોકમાં પરિવાર રૂમમાં સુતો હતો અને મેઈન દરવાજો તોડી રસોડા અને હોલમાં વેર વિખેર કર્યું પણ કાઈ હાથના લાગતા ભાગી છૂટ્યા હતા.
આ પણ વાંચો: Surat: ભવ્ય તિરંગા યાત્રામાં શહેર થયું દેશભક્તિમાં લીન, લાખોની સંખ્યામાં ઉમટી જનમેદની
પાંચ મકાનમાં તસ્કરી કરી તરખાટ મચાવ્યો
ગોંડલ (Gondal)ની શિવમ રેસિડેન્સીમાં પાંચ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની વાત કરવામાં આવે તો, અહીંથી રોકડ અને સોનાનાં દાગીનાની ચોરી કરવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ પંદર મકાનોને નિશાન બનાવાયા હતા. કેટલાક સમયથી ગોંડલને રેઢુપડમાંની તસ્કરો વિવિધ વિસ્તારોમાં તસ્કરી કરી રહ્યાંની બુમ ઉઠવા પામી છે. નવા માર્કેટ યાર્ડની પાછળ આવેલ શિવમ રેસિડેન્સિમાં તસ્કરોએ પાંચ મકાનમાં તસ્કરી કરી તરખાટ મચાવ્યો છે. બે મકાનમાં તસ્કરોને દલ્લો હાથ લાગ્યો હતો. બાકીનાં ત્રણ મકાનમાં કોઈ વસ્તુ હાથ નહી લાગતા સામાન વેરવિખેર કરી તસ્કરો નાશી છુટ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Ahmedabad: ગરીબો સાથે આવાસના નામે કરવામાં આવી છેતરપિંડી, 40 થી વધારે લોકો સાથે...
રૂપિયા 12,000 રોકડા અને સોનાનાં દાગીનાની ચોરી
પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રીનાં શિવમ રેસીડેન્સીમાં આવેલા બ્લોક નંબર 140,145,240 અને 245 ઉપરાંત અન્ય એક બ્લોકમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં દર્શનગીરીનાં મકાનમાંથી અંદાજે રૂપિયા 12,000 રોકડા અને સોનાનાં દાગીનાની ચોરી થઈ છે. મોહીતભાઈનાં મકાનમાંથી પણ રોકડ તથા સોનાનાં દાગીનાની ચોરી થઈ છે. જ્યારે અન્ય મકાનમાં તસ્કરોને ફોગટનો ફેરો સાબીત થયો હોય કંઈ નહી મળતા સામાન વેરવિખેર કરી તસ્કરો નાશી છુટ્યા હતા.
આ પણ વાંચો: Panchmahal: મઘાસર જીઆઇડીસીમાં બંધ ફેકટરીની આડમાં ચાલતા દારૂના ગોડાઉનનો પર્દાફાશ
અગાઉ એક જ રાતમાં પંદર મકાનોમાં ચોરીની ઘટના બની હતી
જોકે ચોરીની ઘટના અંગે હજુસુધી પોલીસ ફરિયાદ થઈ નથી. આ રેસીડેન્સીમાં અગાઉ એક જ રાતમાં પંદર મકાનોમાં ચોરીની ઘટના બની હતી. હજુ મહીના પહેલા અડીને આવેલી શ્રીજી સોસાયટીમાં પણ પાંચ મકાનો માં ચોરી થઈ હતી. આ વિસ્તારમાં અવારનવાર તસ્કરો ત્રાટકી મકાનોને નિશાન બનાવતા હોય લતાવાસીઓએ સઘન રાત્રી પેટ્રોલીંગની માંગ કરી પોલીસ તંત્રની ઢીલી નીતી સામે રોષ વ્યક્ત કર્યો છે.