Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal: પૌરાણિક રાગ પર રચાયેલ ગરબા ગાવાની પરંપરા હજુ પણ જીવંત! જૂઓ આ તસવીરો

ભવનેશ્વરી મંદિર ખાતે દાયકાઓથી ચાલતી આવે છે આ પરંપરા અવિરત પ્રાચીન ગરબીની પરંપરા અહીં લોકો હજુ પણ નિહાળે છે ગરબીઓની ભૂલાતી પરંપરા હજુ પણ યથાવત રાખી છે Gondal: આજે સમગ્ર વિશ્વમાં માત્ર બે જ જગ્યા એ મા ભવનેશ્વરીનું મંદિર...
gondal  પૌરાણિક રાગ પર રચાયેલ ગરબા ગાવાની પરંપરા હજુ પણ જીવંત  જૂઓ આ તસવીરો
  1. ભવનેશ્વરી મંદિર ખાતે દાયકાઓથી ચાલતી આવે છે આ પરંપરા
  2. અવિરત પ્રાચીન ગરબીની પરંપરા અહીં લોકો હજુ પણ નિહાળે છે
  3. ગરબીઓની ભૂલાતી પરંપરા હજુ પણ યથાવત રાખી છે

Gondal: આજે સમગ્ર વિશ્વમાં માત્ર બે જ જગ્યા એ મા ભવનેશ્વરીનું મંદિર આવેલ છે. જેમાનુ એક મંદિર ગોંડલ (Gondal)ની પવન ભૂમિ પર પ્રસ્થાપિત છે. જે લખો શ્રદ્ધાળુઓ ની આસ્થા અને શ્રદ્ધાથી જોડાયેલું છે. ગોંડલમાં આવેલ સુપ્રસિધ્ધ શ્રી ભુવનેશ્વરી મંદિર ખાતે નવરાત્રિ દરમિયાન મા જગદંબાની આરાધના ધાર્મિક માહોલના ઉત્સાહ વચ્ચે ઉજવાશે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન ઘટ સ્થાપનથી લઇ દરરોજ રાત્રીના નાની બાલિકાઓ પ્રાચીન ગરબા તેમજ પૂર્ણાહુતિ સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાશે.

Advertisement

આજે પણ લોકો નવરાત્રિની ઉજવણી ખુબ જ ભક્તિ ભાવ સાથે કરતા હોય છે. પરંતુ ક્યાંકને ક્યાંક લુપ્ત થતી પ્રાચીન ગરબીનું મહત્વ હવે ઘાટતું જતું હોઈ તેવું લાગી રહ્યું છે, પરંતુ અહીં ભગવતી મા ભુવનેશ્વરી મંદિર ખાતે છેલ્લા છ દાયકા એટલે કે 60 વર્ષથી પણ વધુ સમયથી પ્રાચીન ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં 65 જેટલી નાની નાની બાળાઓ વિવિધ પ્રાચીન ગરબાઓથી ગરબે રમી માતાજીની આરાધના કરે છે. ઉલ્લેખનીય છે કે, આ માટે બાળાઓ પાસે કોઈ પણ પ્રકારની ફી કે ચાર્જ લેવામાં આવતો નથી. જયારે ગરબે રમતી બાળાઓને ટ્રેડિશનલ ડ્રેસ પણ સંસ્થા તરફથી પૂરો પાડવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: નવલા નોરતામાં આશાપુરા માતાજીના દર્શન કરી મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી

Advertisement

પ્રાચીન રાસ ગરબાને લોકો હજુ પસંદ કરે છેઃ આયુષીબેન વ્યાસ

શ્રી ભુવનેશ્વરી પીઠના અધ્યક્ષ ડૉ.વિદર્શનજીના માતુશ્રી અનિલાબેન વ્યાસના માર્ગદર્શન હેઠળ તેમજ આયુષીબેન વ્યાસના સતત દેખરેખથી આ ગરબી માટે છેલ્લા 1 મહિનાથી પણ વધુ સમયથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આયુષીબેન સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીંની ગરબી પ્રાચીન ગરબી તરીકે પ્રચલિત છે. દરેક ગરબામાં નવીનતમ જોવા મળે છે.

અહીંના ગરબા જેવા કે અઠીંગો રાસ, દીવી રાસ, મંદિર રાસ અને સાડી રાસ જેવા પ્રાચીન ગરબા રજુ કરવામાં આવે છે. એક રાસમાં ગરબે રમતી બાળાઓ બંને હાથમાં પ્રજ્વલિત દીવી રાખી રાસ રમે છે. તો બીજા રાસમાં ગરબીની બાળાઓ માથે મંદિર અને ગરબો રાખી રાસ રમશે. જયારે સાડી રાસમાં ગરબે રમતા રમતા કુમારિકાઓ સાડીઓની આંટી પડી અને તે આંટીને રાસ રમતા રમતા છોડશે. જે આજે પણ લોકોને ખુબ પસંદ પડે છે.

આ પણ વાંચો: Surat: ‘ગરબા પર રાજનીતિ ન થવી જોઇએ’ ગેનીબેન ઠાકોરના ગરબાના નિવેદન પર ખેલૈયાઓમાં રોષ

ધાર્મિક વાતાવરણમાં થાય છે આ ગરબીનું આયોજનઃ ડૉ. રવિદર્શનજી

શ્રી ભુવનેશ્વરી પીઠના અધ્યક્ષ ડૉ. રવિદર્શનજી વ્યાસે જણાવ્યું હતું કે, પૂજ્ય આચાર્યશ્રી ઘનશ્યામજી મહારાજશ્રીની નિશ્રામાં અહીં સંપૂર્ણ પારિવારિક અને ધાર્મિક માહોલ વચ્ચે લોકો શાંત સંગીતની સુરાવલીમાં માણી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે.

અનુષ્ઠાન માટે અહીં પધારેલ દેશ-વિદેશના હજારો ભક્તજનો આનંદથી મને છે. નવરાત્રી પર્વ નિમિતે શક્તિ પીઠ મા ભુવનેશ્વરીના પટાંગણ સહિત ચારે કોર રોશનીની ઝગમગાટથી ચળકી ઉઠે છે. પ્રથમ નોરતાથી જ ભક્તોની ભીડ અહીં દર્શનાર્થે ઉમટી પડે છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માણસામાં 244 કરોડના ખર્ચે 425 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું

Tags :
Advertisement

.