Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GONDAL : માર્કેટિંગ યાર્ડમાં ચણાની સિઝનની સૌથી વધુ રેકોર્ડબ્રેક આવક નોંધાઈ

GONDAL :  સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ ( GONDAL ) માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીની આવક થી ઉભરાતું હોય છે. ત્યારે ગઈકાલે માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક કરતા ચણાની રેકોર્ડ બ્રેક આવક થવા પામી હતી. માર્કેટિંગ યાર્ડમાં...
05:03 PM Apr 08, 2024 IST | Harsh Bhatt
GONDAL :  સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ ( GONDAL ) માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીની આવક થી ઉભરાતું હોય છે. ત્યારે ગઈકાલે માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક કરતા ચણાની રેકોર્ડ બ્રેક આવક થવા પામી હતી. માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાની 70 થી 75  હજાર કટ્ટાની ચણાની આવક જોવા મળી હતી. આજરોજ ચણાની હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 1000/- થી લઈને 1156/- સુધીના બોલાયા હતા.

યાર્ડ બહાર વાહનોની લાંબી કતાર લાગી

ગોંડલ ( GONDAL ) માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવકની જાહેરાત કરાતા યાર્ડની બહાર બન્ને બાજુ ચણા ભરેલા 700 થી પણ વધુ વાહનોની 4 થી 5 કી.મી. લાંબી વાહનોની કતાર લાગી જવા પામી હતી. ચણાની અઢળક આવક ને પગલે યાર્ડ ના સત્તાધીશો દ્વારા આવક ને લઈને જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ચણાની આવક સદતર બંધ કરવામાં આવી છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો GONDAL યાર્ડમાં આવતા હોય છે

યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, ગોંડલ ( GONDAL ) માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવકની જાહેરાત કરવામાં આવી હતી અને જે રીતે સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ ( GONDAL ) માર્કેટિંગ યાર્ડ પર ભરોસો છે એની પાછળનું મૂળ કારણ એ છે કે ખેડૂતે મહા મહેનતે પકવેલા પાકનો ભાવ અહીં સારો મળે છે. અને સારો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એટલા માટે આવે છે કે અહીં સમગ્ર ભારતભર માંથી મોટી મોટી ફૂડ કંપનીઓને અહીં વેપાર માટે બોલવામાં આવે છે. અમારો આશય એકમાત્ર એ છે કે, ખેડૂતો એ પકાવેલ પોતાના માલનો પૂરતો ભાવ મળી રહે અને ખેડૂતો અહીંથી હસતા હસતા મોઠે પરત ફરે એ જ અમારા માટે આનંદની વાત હોય છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ, જૂનાગઢ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર સહિતના જીલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેહચવા અહીં ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી 
આ પણ વાંચો : SURAT : નકલી વિમલ અને ડવ શેમ્પૂ બનાવતી કંપનીનો થયો પર્દાફાશ
Tags :
ChickpeasFAIR PRICEFarmersfarmingGondalGOOD PRICEMarket Yardrecord-breakingSaurashtraSELLING PRICE
Next Article