Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલ : શ્રીમદ ભાગવત સપ્તાહમાં ચોરી કરનાર માં-દીકરી અને બે સાગરી અમદાવાદ થી ઝડપાયા

અહેવાલ -વિશ્વાસ ભોજાની, ગોંડલ ગોંડલના લક્ષ્મીનગરમાં યોજાયેલ ભાગવત સપ્તાહ સાંભળવા બ્રહ્માણી નગરમાં રહેતા વૃદ્ધા આવ્યા હતા તે દરમિયાન કોઈ અજાણી સ્ત્રીએ તેમના ગળામાં પહેરેલ સોનાનો ચેન આશરે અઢી તોલા કિંમત રૂપિયા 120000 હજાર કાપી ચોરી કરી લઈ જતા પોલીસ ફરિયાદ...
11:23 AM Apr 29, 2023 IST | Hiren Dave

અહેવાલ -વિશ્વાસ ભોજાની, ગોંડલ

ગોંડલના લક્ષ્મીનગરમાં યોજાયેલ ભાગવત સપ્તાહ સાંભળવા બ્રહ્માણી નગરમાં રહેતા વૃદ્ધા આવ્યા હતા તે દરમિયાન કોઈ અજાણી સ્ત્રીએ તેમના ગળામાં પહેરેલ સોનાનો ચેન આશરે અઢી તોલા કિંમત રૂપિયા 120000 હજાર કાપી ચોરી કરી લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના દિવસો માં અમદાવાદ થી માં - દિકરી અને તેના બે સાગરીતો ને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના દાસી જીવણ પાર્ટી પ્લોટ પાસે આવેલ લક્ષ્મીનગરમાં સંદીપભાઈ મગનભાઈ દોંગા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બ્રહ્માણી નગરમાં રહેતા કંચનબેન છગનભાઈ સોરઠીયા ઉંમર વર્ષ 60 ભાગવત સપ્તાહ સાંભળવા માટે આવ્યા હતા અને નંદ ઉત્સવનો કાર્યક્રમ ચાલુ હતો ત્યારે કોઈ અજાણી સ્ત્રીએ સોનાનો ચેન કાપી ચોરી કરી લઈ હતી પોલીસે વૃદ્ધાની ફરિયાદ પરથી આઇપીસી કલમ 447 379 મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદ બાદ સિટી પીએસઆઈ જે એમ ઝાલા અને તેમની ટીમ તપાસના કામે લાગી હતી દરમિયાન વિડીયો શુટીંગ માં દેખાયેલ અજાણી મહિલા મૂળ રાજકોટની અને હાલ અમદાવાદ રહેતી હોવાની માહિતી મળતા પોલીસ કાફલો અમદાવાદ દોડી ગયો હતો જ્યાં આરોપી વૃદ્ધ રંજનબેન ઠક્કર ઉંમર વર્ષ 65 તેમની પુત્રી જ્યોતિબેન પટેલ અને ચોરીની ઘટનાને અંજામ આપવામાં સાગરિત તરીકે કામ કરતા કનુ બારોટ અને સોનપાલ નામના શખ્સને ઝડપી લઇ મોદામાલ કબજે કર્યો હતો.

પીએસઆઇ જે એમ ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે ઉપરોક્ત મા દીકરી વિરુદ્ધ અન્ય પોલીસ મથકોમાં પણ ચોરી અંગેની ફરિયાદ નોંધાયેલી છે પોલીસે જ્યારે અમદાવાદ દરોડો પાડવા ગઈ ત્યારે રંજનબેન ને ભાડ મળી જતા તે તેના સંબંધીને ત્યાં ચાલ્યા ગયા હતા. બાદમાં પોલીસે તેમને ઝડપી લીધા હતા પ્રથમ પૂછપરછમાં તો રંજનબેન અને તેની પુત્રી ચોરીની ઘટના અંગે નનૈયો ભણતા હતા પરંતુ પોલીસે લાલ આંખ કરતાં ચોરી કર્યા હોવાનું કબૂલ્યું હતું.

આ પણ  વાંચો- મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ નોકરીની લાલચ આપી જમીન પડાવી લીધી હોવાનો આરોપ

 

Tags :
Ahmedabad caughtGondalSagaritoShrimad Bhagwat weekstealingstep-daughter
Next Article