GONDAL : રાજાશાહી સમયના જર્જરીત બનેલા બન્ને પુલ અંગે હાઇકોર્ટની ગંભીર તાકીદ, વાંચો અહેવાલ
અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલના રાજાશાહી સમયના બન્ને પુલ સવાસો વર્ષ જુના હોય અને જર્જરીત હાલતમાં હોય નગરપાલિકાની બેજવાબદારી અંગે હાઇકોર્ટમા આઇપીએલ થતા હાઇકોર્ટ દ્વારા ગંભીરતા દાખવી રાજ્ય સરકારને નોટિસ પાઠવી આગામી સુનવણી તા.૩ નાં મુક્કરર કરી છે. પ્રાપ્ત...
અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલના રાજાશાહી સમયના બન્ને પુલ સવાસો વર્ષ જુના હોય અને જર્જરીત હાલતમાં હોય નગરપાલિકાની બેજવાબદારી અંગે હાઇકોર્ટમા આઇપીએલ થતા હાઇકોર્ટ દ્વારા ગંભીરતા દાખવી રાજ્ય સરકારને નોટિસ પાઠવી આગામી સુનવણી તા.૩ નાં મુક્કરર કરી છે. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના અગ્રણી યતિષભાઈ દેસાઈ એ મોરબીની પુલ હોનારતને ટાંકી ગોંડલના સવાસો વર્ષ જુના બન્ને પુલની હાલત જર્જરીત હોય ભવિષ્યમાં મોરબી જેવી હોનારતની ભીતી વ્યક્ત કરી નગરપાલિકાને રજુઆત કરી હતી.
યતિષભાઈ દેસાઈના કહ્યા મુજબ નગરપાલિકા પુલ અંગેની રજુઆત પ્રત્યે ગંભીરતા નહી આપતા આખરે તેઓ દ્વારા હાઇકોર્ટમા આઇપીએલ દાખલ કરાઈ હતી. જેના અનુસંધાને છ માસ પહેલા હાઇકોર્ટ દ્વારા નગરપાલિકા તથા રાજ્ય સરકારને પુલની વર્તમાન પરિસ્થિતિ અંગે રિપોર્ટ કરવા આદેશ કર્યો હતો. દરમ્યાન સરકાર, ડિઝાસ્ટર તથા કલેકટર ટીમ દ્વારા બન્ને પુલની હાલત જર્જરીત હોય ગમે ત્યારે ધરાશય થવાની શક્યતા દર્શાવતો રિપોર્ટ હાઇકોર્ટ મા રજુ કરાયો હતો.
બે દિવસ પહેલા આ મુદ્દે યતિષભાઈ દેસાઈ દ્વારા પ્રાયોરિટિ પીટીશન દાખલ કરાતા હાઇકોર્ટ દ્વારા આજે હીયરીંગ હાથ ધરાતા હાઇકોર્ટ દ્વારા નગરપાલિકાને વેધક સવાલ કરાયો હતો કે પુલને રીપેરીંગ ની જરુરીયાત હોવા છતા પુલ પર અવરજવર કેમ ચાલુ છે ? વધુમા લોકોના જીવ સાથે રમત રમવાનું બંધ કરો તેવી ટકોર કરી હતી. દરમિયાન નગરપાલિકા દ્વારા પુલના રીપેરીંગ માટે પૈસા નહી હોવાનુ સ્વિકારી પુલ બે સ્ટેટ હાઇવે થી જોડાતો હોવાનુ અને રીપેરીંગ માટે ઉપર જાણ કરી હોવાનુ જણાવ્યુ હતુ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ