Gondal: ભરૂડી પાસે M.D ડ્રગ્સ અને ગાંજાના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ
- પોલીસ દ્વારા આરોપીઓ પર વોચ રાખવામાં આવી હતી
- બાતમીના આધારે બે આરોપીઓની કરવામાં આવી ધરપકડ
- કુલ 11,57,540 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો
Gondal: ગોંડલ: આગામી જનમાષ્ટમી તહેવાર અનુસંધાને રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં યુવાનોને વ્યસનથી દુર રાખવા નાર્કોટીકસને લગતા પદાર્થ કે, પ્રવાહી વેચાણ કે, હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી મળાવામાં આવે છે. આ સાથે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્યના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠૌડ, તરફથી સુચના આપેલ હોય, જે અનુસંધાને એસ.ઓ.જી. પો.ઇન્સ એફ.એ.પારગી તથા પોલીસ સબઇન્સપેક્ટર બી.સી.મિયાત્રા તથા એસ.ઓ.જી શાખાના સ્ટાફ સાથે ગોંડલ (Gondal) તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
આ પણ વાંચો: કોલકાતામાં દુષ્કર્મની ઘટના બાદ પોલીસ સતર્ક, Asarwa Civil Hospital માં વધારાઈ સુરક્ષા
ગાંજાના ઘટકોવાળો માદકપદાર્થનો જથ્થો મળી આવ્યો
આ દરમિયાન એસ.ઓ.જી શાખાના એ.એસ.આઈ સંજયભાઈ નિરંજની તથા પોલીસ કૉન્સ્ટેબલ ચિરાગભાઇ કોઠીવાર તથા રઘુભાઇ ઘેડ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે હકિકત મળી હતી કે, મહમંદ રમજાન લાખા તથા રફીકભાઇ હાલા રહે, બન્ને ધોરાજી વાળાઓ પોતાના હવાલા વાળો અશોક લેલન કંપનીનો માલવાહક ટ્રક જેના રજી.નંબર-GJ-14-Z-1430 વાળામાં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ માદક પદાર્થનો જથ્થો વેચાણ અર્થે રાખી ધોરાજી તરફ જનાર હોય, જે ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત આધારે ભરૂડી એલ.સી.બી ઓફીસ ખાતે વોચ તપાસ ગોઠવી રેઇડ કરતા ઉપરોક્ત ટ્રકના કેબીનમાં ડ્રાઇવરની સીટના પાછળના ભાગેથી ગેરકાયદેસર રીતે મેફેડ્રોન(M.D) ડ્રગ્સ તથા વનસ્પતિજન્ય(ગાંજા)ના ઘટકોવાળો માદકપદાર્થનો જથ્થો મળી આવ્યો હતો.
આ પણ વાંચો: Rajkot: લાતી પ્લોટમાં લુખ્ખા તત્વોનો આતંક, ખુલ્લેઆમ કરી રહ્યા છે દાદાગીરી
પોલીસે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
નોંધનીય છે કે, માદકપદાર્થો મળી આવતા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. મહમદ રમજાન યુસુફભાઇ લાખા (ઉ.વ-23 ધંધો-ડ્રાઇવિંગ રહે, ધોરાજી રસુલપરા,ઇદગાહની બાજુમાં જી-રાજકોટ) અને રફીક મહમંદ હાલા (ઉ.વ-28 ધંધો-ડ્રાઇવિંગ રહે, ધોરાજી જુના ઉપલેટા રોડ, નળીયા કોલોની કવાર્ટર નંબર-બી/12 ત્રણ માળીયા જી-રાજકોટ) ને ઝડપી લીધા હતા. તેમજ મેફેડ્રોન (M.D) ડ્રગ્સ 11.95 ગ્રામ જેની કિંમત રૂપિયા 01,19,500/-, વનસ્પતિજન્ય માદક-પદાર્થ ગાંજો ૪૫૪ ગ્રામ જેની કિંમત રૂપિયા 04,540/-, મોબાઇલ ફોન નંગ-2 જેની કિંમત રૂપિયા 20,000/-, રોકડ રકમ રૂપિયા 13,500 , અશોક લેલન કંપનીનો ટ્રક નંગ-1 જેની કિંમત રૂપિયા 10,00,000/- કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 11,57,540/- નો મુદ્દા માલ કબજે કર્યો હતો.
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો: Botad થી સાળંગપુર 11 કિમિ ની ડાયમંડ એસોસિએશન દ્વારા પદયાત્રાનું આયોજન