Gondal: ગણેશ ઉત્સવમાં લોકો થયા મગ્ન, શહેરમાં ઠેર ઠેર વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી
- ગણેશ ચતુર્થીને લઈને ભક્તોમાં અનેરો આનંદ
- રાજ્યભરમાં અનેક જગ્યાએ થઈ છે ગણપતિ બાપાની સ્થાપના
- શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગણપતિજીની પૂજા-અર્ચના
Gondal: ગોંડલ શહેરમાં વિધ્નહર્તા ગણેશજીના ઉત્સવનો આજથી ઉલ્લાસભેર પ્રારંભ થયો છે ઠેર ઠેર ગણપતિના પંડાલ અને ઘરે, ઓફિસ તેમજ ફેક્ટરીઓમાં વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. દસ દિવસ ગણેશજીને થાળ અલગ અલગ શણગાર કરી ભક્તિ ભાવથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવશે. આજેથી ગણેશ ચતુર્થીની જોરદાર તૈયારીઓ થઈ રહીં છે.
આ પણ વાંચો: Ahmedabad: એક શખ્સને ધર્મના ઠેકેદાર બનવું ભારે પડ્યું, હવે જાહેરમાં માંગવી પડી માફી
ઠેર ઠેર થઈ છે ગણપતિ બાપ્પાની સ્થાપના
ગંગોત્રી સ્કૂલ દ્વારા દરેક પવિત્ર તહેવારની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. ગંગોત્રી સ્કૂલ દ્વારા દરેક વર્ષની જેમ જ આ વર્ષે પણ વિઘ્નહર્તા દેવ ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. આજ રોજ ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગંગોત્રી સ્કુલની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકગણ દ્વારા મરાઠી પહેરવેશમાં ગણપતિજીની ધૂન અને કરતાલ રાસ દ્વારા વાજતે-ગાજતે ગણપતિ દાદાને ગંગોત્રી સ્કુલમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ તકે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ગણપતિજીની સ્થાપના સાત દિવસ માટે કરવામાં આવેલી હોય જ્યાં અલગ-અલગ શણગાર સજવામાં આવશે. દરરોજ સવારે આરતી, બપોરનો થાળ અને સાંજે આરતી કરવામાં આવશે.
આ પણ વાંચો: Gujarat: લ્યો બોલો! હવે મળી આવી નકલી કોલેજ, 10 વર્ષથી અપાતી હતી ડિગ્રીઓ
છેલ્લા 11 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે
વિધ્નહર્તા ગણેશજીના ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે મહાદેવવાડી ખાતે શિવદર્શન એપાર્ટમેન્ટ ખાતે દરવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીનું પૂજન અર્ચન કરી સ્થાપના કરવામાં આવી હતી. દરરોજ સવારે 7 : 30 અને સાંજે 7 : 30 કલાકે ગણપતિજીની આરતી કરવામાં આવે છે. મોટી સખ્યામાં આસપાસની સોસાયટીના લોકો આરતી તેમજ દર્શનનો લાભ લે છે.
આ પણ વાંચો: 20 ભાષામાં બાળકોને ભણાવતા શિક્ષક સાથે Gujarat First ની ખાસ વાતચીત
ગોંડલની શિવમ રેસીડેન્સી ખાતે ગણેશની સ્થાપના
Gondal શિવમ રેસીડેન્સી ખાતે ગોવિંદભાઇ મકવાણા (જામવાડી)ના નિવાસ સ્થાને ગણેશ ભગવાનની પ્રથમ વખત સ્થાપના કરવામાં આવી હતી. સોસાયટીના રહીશો દ્વારા ગણેશ ભગવાનના વાજતે ગાજતે સામૈયા કરવામાં આવ્યા હતા. ગણપતિ ઉત્સવના સાત દિવસ સુધી રાસ, ગરબા અને ધૂન સહિતના વિવિઘ કાર્યક્ર્મો પણ યોજવામાં આવશે. આ તકે શિવમ રેસીડેન્સીના પ્રમુખ અને યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.