Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal:શ્રાવણ મહિનાના બીજા સોમવારે મુક્તેશ્વર મહાદેવને ફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો

મુક્તેશ્વર દાદાને શ્રાવણ માસના બીજા સોમવારે ફ્રુટનો શણગાર મુક્તેશ્વર મહાદેવ શ્રાવણના બીજા સોમવારે ફ્રુટનો શાંગરાયું રાત્રે 151 દીવડાની દીપમાળા કરવામાં આવે છે. Gondal:પવિત્ર શ્રાવણ માસને લઈને મુક્તેશ્વર સેવા ટ્રસ્ટનું મુક્તિધામ(Mukteshwar Mahadev) (સ્મશાન)ને રોશનીથી શણગારવામાં આવ્યું છે. આખા (Gondal)શ્રાવણ માસ...
gondal શ્રાવણ મહિનાના બીજા સોમવારે મુક્તેશ્વર મહાદેવને ફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો
  1. મુક્તેશ્વર દાદાને શ્રાવણ માસના બીજા સોમવારે ફ્રુટનો શણગાર
  2. મુક્તેશ્વર મહાદેવ શ્રાવણના બીજા સોમવારે ફ્રુટનો શાંગરાયું
  3. રાત્રે 151 દીવડાની દીપમાળા કરવામાં આવે છે.

Gondal:પવિત્ર શ્રાવણ માસને લઈને મુક્તેશ્વર સેવા ટ્રસ્ટનું મુક્તિધામ(Mukteshwar Mahadev) (સ્મશાન)ને રોશનીથી શણગારવામાં આવ્યું છે. આખા (Gondal)શ્રાવણ માસ દરમિયાન મુક્તિધામ રોશનીથી ઝગમગી ઉઠશે.મુક્તિધામ (સ્મશાન) આશરે 8 વિઘા માં પથરાયેલું છે. જેમાં મુખ્ય દ્વારે ગણેશજી અને હનુમાનજી મહારાજ બિરાજમાન છે. ત્યાર બાદ શિવજી ની ભવ્ય મૂર્તિ મુકવામાં આવી છે. અને મુક્તેશ્વર મહાદેવ ના મંદિર નજીક 12 જ્યોર્તિલિંગની પણ સ્થાપના કરવામાં આવી છે 12 જ્યોર્તિલિંગ પર આખો દિવસ પાણી નો અભિષેક થાય છે.

Advertisement

મુક્તિધામ ખાતે 19 વર્ષ થી લઘુરૂદ્ર યોજાય છે.

છેલ્લા 19 વર્ષથી શ્રાવણ માસ દરમિયાન મુક્તિધામ (સ્મશાન) માં આવેલ મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે રોજ રાત્રીના બ્રાહ્મણો ની ઉપસ્થિત માં લઘુરૂદ્ર યજ્ઞ યોજાય છે. રોજિંદા અલગ અલગ પરિવારજનો પૂજા અર્ચના કરવા બેસે છે. લઘુરૂદ્ર પૂર્ણ થયા બાદ વિવિધ શણગાર કરી 151 દિવડાની દીપમાળા કરી આરતી ઉતારવામાં આવે છે આરતી સમયે ડમરું, ઢોલ નગારા સાથે આરતી ગાવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન દિવસ દરમિયાન સવારે 6.00 વાગ્યે, બપોરે 12.00 વાગ્યે અને સાંજે 7.00 વાગ્યે આરતી કરવામાં આવે છે.

Advertisement

આ પણ  વાંચો -Aravalli: બાયડમાંથી પોલીસે બાંગ્લાદેશી યુવકની કરી ધરપકડ

બીજા સોમવારે ફળ, ફૂટ અને ફૂલ નો શણગાર કરવામાં આવ્યો.

ગોંડલ મુક્તિધામ ખાતે શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે 51 કિલો ફળ, ફ્રુટ અને ફૂલ નો શણગાર કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ફ્રુટ ના શણગારમાંતરબૂચ, દ્રાક્ષ, મોસંબી, કેળા, સફરજન, ડ્રેગનફ્રુટ, જામફળ, પાઈનેપલ, પપૈયા, દાડમ, ટેટી, ચીકુ, કિવી, સ્ટ્રોબેરી, સંતરા સહિત ના ફ્રુટ થી શણગાર કરવામાં આવ્યો હતો. દર્શનાર્થે આવતા સર્વે ભક્તો ને બપોરે પ્રસાદ સ્વરૂપે ફ્રુટની પ્રસાદી આપવામાં આવશે. શ્રાવણ માસને લઈને મુક્તિધામ ખાતે દર્શનાર્થી દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

Advertisement

24 વર્ષ સુધી શહેરમાં યોજાતા લોકમેળામાં આઈસ્ક્રીમનો સ્ટોલ કરી આવક સ્મશાનમાં વાપરવામાં આવે છે.

ગોંડલ(Gondal)માં સેવાનો પર્યાય બનેલ મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ માં પ્રમુખ ઉપપ્રમુખ કે અન્ય કોઈ હોદાઓ રાખવામાં આવ્યા જ નથી અહીંનો નાનો કે મોટો દરેક કાર્યકર પ્રમુખ જ માનવામાં આવી રહ્યો છે આ ગ્રુપ દ્વારા છેલ્લા 24 વર્ષ સુધી શહેરમાં યોજાતા લોકમેળામાં આઈસ્ક્રીમનો સ્ટોલ કરી તેમાં થતી આવક સ્મશાનના કામકાજમાં ઉપયોગ કરવામાં આવી રહી છે લોક મેળા માં છેલ્લા 24 વર્ષથી શ્રી મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા આઈસ્ક્રીમ નો સ્ટોલ કરવામાં આવે છે તેની તમામ આવક સ્મશાન માં વાપરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવ નગર યાત્રાનું આયોજન કરવામાં આવે છે.

આ પણ  વાંચો -Patan: કોંગ્રેસના MLAએ સરસ્વતી બેરેજમા પાણી છોડવા CM ને લખ્યો પત્ર

મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ ની 2001 માં શરૂઆત કરવામાં આવી હતી.

મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ ની વર્ષ 2001 માં શરૂઆત કરવામાં આવી હતી મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ માં 3 શાંતિરથ, 1 એમ્બ્યુલન્સ, મેડિકલ સાધનો ફ્રી સેવામાં આપવામાં આવે છે કોરોના ના સમયે તાત્કાલિક 1500 જેટલા ઓક્સિજન નવા બાટલાની ખરીદી કરીને તમામ લોકોને આપવામાં આવ્યા હતા મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ ના સ્મશાન માં 3 ગેસ ભઠ્ઠી છે.

અહેવાલ -વિશ્વાસ ભોજાણી-ગોંડલ 

Tags :
Advertisement

.