Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal: પૂર્વ CM વિજય રુપાણીની અધ્યક્ષતામાં બાલાશ્રમની 5 દીકરીનો લગ્નોત્સવ ઊજવાશે, જુઓ તસવીરો

Gondal: ગોંડલના પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિહના સંભારણા સમા 122 વર્ષ જુના અને જેની મુલાકાત મહાત્મા ગાંધી, વાઇસરોય, ઝવેરચંદ મેઘાણી સહિત લઇ ચુક્યા
gondal  પૂર્વ cm વિજય રુપાણીની અધ્યક્ષતામાં બાલાશ્રમની 5 દીકરીનો લગ્નોત્સવ ઊજવાશે  જુઓ તસવીરો
Advertisement
  1. ગોંડલ, રાજકોટ, રામોદ, ધોરાજી,જામજોધપુર થી જાન આવશે
  2. દીકરીઓના શાહી લગ્નોત્સવમાં ગોંડલ રાજવીની પ્રેરક ઉપસ્થિતિ
  3. આ મહાનુભાવો પણ લગ્નોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

Gondal: ગોંડલના પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિહના સંભારણા સમા 122 વર્ષ જુના અને જેની મુલાકાત મહાત્મા ગાંધી, વાઇસરોય, ઝવેરચંદ મેઘાણી સહિત લઇ ચુક્યા છે તેવા ભગવતસિહ બાલાશ્રમની પાંચ દિકરીઓના લગ્ન રવિવારે શાહી ઠાઠમાઠ સાથે સંપ્પન થશે. લગ્ન પુર્વે કેન્દ્રીયમંત્રી અને સાંસદ મનસુખભાઈ માંડવીયાએ બાલાશ્રમ પંહોચી દિકરીઓને આશિર્વાદ આપ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Gujarat: માવઠા અને વાદળછાયા વાતાવરણની આગાહી, 4થી 10 માર્ચ વચ્ચે રહેશે વાતાવરણમાં પલટો

Advertisement

વૈભવી ઠાઠમાઠ અને જાકમજોળ સાથે દીકરીઓના લગ્ન સંપન્ન થશે

લગ્નોત્સવને લઇને ગોંડલમાં જબરો લાગણીસભર ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. કોઇ ધનિક પરીવારને ત્યાં યોજાતા લગ્ન ને પણ ઝાંખા પાડીદે તેવા વૈભવી ઠાઠમાઠ અને જાકમજોળ સાથે દીકરીઓના લગ્ન સંપન્ન થશે. આજે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિ વચ્ચે મંડપરોપણ તથા હલ્દી રસમ પુર્ણ થઈ હતી. આ વેળા પુર્વ સાંસદ રમેશભાઇ ધડુક પરીવાર વતી સાવનભાઈ ધડુકે દીકરીઓને સોનાના પેંડલ અર્પણ કર્યા હતા. લગ્નોત્સવમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાએ કહ્યુ કે, જ્યારે સમગ્ર ગોંડલ દીકરીઓ નુ માવતર બન્યુ હોય અને ઘર આંગણે પ્રસંગ હોય તેવો અદભુત માહોલ છવાયો હોય ત્યારે દિકરીઓ ને અનાથ કઇ રીતે કહી શકાય.પ્રજાવત્સલ મહારાજા ભગવતસિહજી ની પરંપરા આજે પણ અહી ધબકી રહી છે.

આ પણ વાંચો: Surat: નરાધમે 4 બાળકીઓ સાથે કરી વિકૃત હરકત, સ્થાનિકોએ નરાધમને ચખાડ્યો મેથીપાક

સાડા સાતે ટાઉનહોલથી દબદબાભેર વરઘોડો નિકળશે

બાલાશ્રમ લગ્નોત્સવ માં રવિવાર સવારે સાત કલાકે જાન આગમન થશે. સાડા સાતે ટાઉનહોલથી દબદબાભેર વરઘોડો નિકળશે. વરરાજાઓ વિન્ટેજ કાર માં બિરાજમાન થશે. બેન્ડવાજાની સુરાવલીઓ સાથે વરઘોડો બાલાશ્રમ પંહોચશે. વરઘોડામાં જયરાજસિહ જાડેજા, રમેશભાઈ ધડુક, અશોકભાઈ પીપળીયા સહિત આગેવાનો અને નગરજનો જોડાશે. સાડાદશ કલાકે હસ્તમેળાપ યોજાશે. બપોરે બાર કલાકે ભોજન સમારોહ અને બે વાગ્યે જાન વિદાય થશે. બાલાશ્રમમાં ઉછરી અને લગ્ન બાદ સાસરે ગયેલી પાત્રીસથી ચાલીસ જેટલી દીકરીઓ પોતાના પિયરીયામાં લગ્ન હોય હોંશભેર લગ્ન માણવા આવી છે.

આ પણ વાંચો: Bhavnagar શહેરનો કરૂણ બનાવ! માતાએ નવજાત બાળકને કાંટામાં ફેકી દીધું

આ મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

લગ્નોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી તથા અતિથી તરીકે ગોંડલ રાજવી હિમાંશુસિહજી, કુમાર જ્યોતિર્મયસિહજી હવામહેલ, રાજ્યમંત્રી રાઘવજીભાઇ પટેલ, કુવરજીભાઇ બાવળીયા,ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડીયા સહિત આગેવાનો ઉપરાંત રામજીમંદિરના મહંત જેરામદાસબાપુ, સ્વામિનારાયણ મંદિરના કોઠારીસ્વામી, પરબધામના કરશનદાસબાપુ, ભુવનેશ્ર્વરીપીઠના ઘનશ્યામજી મહારાજ, વડવાળી જગ્યાના મહંત સીતારામબાપુ, મામાદેવ મંદિરના મહંત ચંદુબાપુ, માંડણ આશ્રમના ભરતઅદા તથા મીઠુબાપુ સૈયદ ઉપસ્થિત રહેનાર છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×