Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal marketing yard માં સિઝનની સૌ પ્રથમ લાલ મરચાની આવક, મુહૂર્તમાં રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા

Gondal marketing yard: સૌરાષ્ટ્રભરમાંથી જેવા કે રાજકોટ, જામનગર, જૂનાગઢ જીલ્લા માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.
gondal marketing yard માં સિઝનની સૌ પ્રથમ લાલ મરચાની આવક  મુહૂર્તમાં રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા
Advertisement
  1. ગોંડલનું મરચું સમગ્ર ભારતભરમાં પ્રખ્યાત છે
  2. 20 kg મરચાના ભાવ 3000થી 6000 રૂપિયા સુધી ભાવ બોલાયા
  3. મુહૂર્તમાં મરચાની 1 ભારીના રેકોર્ડબ્રેક ભાવ 23113 સુધી બોલાયા

Gondal marketing yard: સૌરાષ્ટ્રભરમાંથી જેવા કે રાજકોટ, જામનગર, જૂનાગઢ જીલ્લા માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સમગ્ર ભારતભરમાં ગોંડલના તીખા મરચાને લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. આ વર્ષે મરચાની સિઝન સૌ પ્રથમ આવક કરવામાં આવી હતી. યાર્ડમાં આજરોજ અંદાજે 3500 થી 4000 ભારીની આવક થવા પામી હતી. હરાજીમાં મરચાના સરેરાશ 20 કિલો મરચાના ભાવ 3000થી 6000 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા. જ્યારે મુહૂર્તમાં મરચાની 1 ભારીના રેકોર્ડબ્રેક ભાવ 23113 સુધી બોલાયા હતા.

Advertisement

પ્રથમ પૂજા વિધિ કરી હરાજી શરૂ કરવામાં આવી

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગતરોજ સાંજે મરચાની સિઝનની સૌ પ્રથમવાર આવક શરૂ કરવામાં આવી હતી. અંદાજે 400થી વધુ વાહન યાર્ડની બન્ને બાજુ લાંબી કતાર લાગી જવા પામી હતી. આજરોજ સવારે યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, દલાલ મંડળના પ્રમુખ યોગેશભાઈ ક્યાડા દ્વારા સૌ પ્રથમ મરચાની હરાજી મુહૂર્તની પૂજા વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત ખેડૂત, વેપારી અને ઓકસમેન ને કુમકુમ તિલક કરવામાં આવ્યા અને શ્રીફળ વધેરી મરચાની હરાજી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુહૂર્તમાં મરચાની પ્રથમ ભારીની હરાજી શરૂ કરવામાં આવી હતી. મુહૂર્તમાં 1 ભારીના રેકોર્ડબ્રેક રૂપિયા 23113 ભાવ અનિડા ભાલોડી ગામના ખેડૂત સંદીપભાઈ હરિભાઈ ભાલોડીને મુહૂર્તના ભાવ મળ્યા હતા અને બીલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશભાઈ રૂપારેલીયા નામના વેપારી દ્વારા મુહૂર્તનો ભાવ બોલાયો હતો.

Advertisement

આ પણ વાંચો: Patan: મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓ સામે નોંધાઈ ફરિયાદ

Advertisement

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની સિઝનની સૌ પ્રથમ આવક

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થતું હોય છે. તેમજ હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની સિઝનની સૌ પ્રથમ આવક થઈ છે. ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે. જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું, રેવા, 702, સિજેન્ટા, ઓજસ અને દેશી મરચાં સહિતની વિવિધ વેરાયટીના મરચાનું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે. ખેડૂતો પોતાનો મરચાનો પાક સુકવીને લઈને આવે જેથી કરી ખેડૂતોને પોતાના પાકનો વધુ સારો ભાવ મળે તેવી યાર્ડના ચેરમેન દ્વારા અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Surendranagar: ચોટીલા-રાજકોટ હાઈવે પર અચાનક કારમાં લાગી આગ, કારમાં પાંચ લોકો હતાં પણ...

અન્ય રાજ્યોમાંથી પણ વેપારીઓ માલ ખરીદવા આવે છે

નોંધનીય છે કે, ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે જેને લઈને અન્ય રાજ્યો માંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિતના રાજ્યો માંથી વેપારીઓ પણ અહીંયા મરચા ની ખરીદી કરવા માટે આવતા હોય છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: 21 દિવસના દિવાળી વેકેશન બાદ શાળા કેમ્પસ ફરી ધમધમી ઉઠ્યા, બાળકોની ચહેરા પર અનેરો ઉત્સાહ

Tags :
Advertisement

Trending News

.

×