Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલ: કેશવાળામાં ખેતમજુર પર દિપડાએ હુમલો કર્યો, વાંચો અહેવાલ

અહેવાલ - વિશ્વાસ ભોજણી  ગોંડલ તાલુકાનાં કેશવાળા ગામની સીમમાં ખેડુતની વાડીના ઝુપડામાં સુતેલા પરપ્રાંતિય ખેતમજુર ઉપર દિપડાએ હુમલો કરતા જાગી ગયેલા પરીવારે દેકારો કરી મુકતા દિપડો નાશી ગયો હતો.નશીબજોગે ખેતમજુરને સામાન્ય ઇજા પંહોચી હતી. પ્રાપ્ત વિગત મુજબ કેશવાળાનાં વિનોદભાઇ ખુંટની...
02:47 PM Oct 12, 2023 IST | Maitri makwana

અહેવાલ - વિશ્વાસ ભોજણી 

ગોંડલ તાલુકાનાં કેશવાળા ગામની સીમમાં ખેડુતની વાડીના ઝુપડામાં સુતેલા પરપ્રાંતિય ખેતમજુર ઉપર દિપડાએ હુમલો કરતા જાગી ગયેલા પરીવારે દેકારો કરી મુકતા દિપડો નાશી ગયો હતો.નશીબજોગે ખેતમજુરને સામાન્ય ઇજા પંહોચી હતી.

પ્રાપ્ત વિગત મુજબ કેશવાળાનાં વિનોદભાઇ ખુંટની વાડીએ પરીવાર સાથે ખેતમજુરી કરતા મુળ મધ્યપ્રદેશનાં ચમારીયા સુરેશભાઈ ઉ.૨૫ રાત્રે વાડીનાં ઝુપડામાં સુતા હતા.ત્યારે રાત્રીનાં બે કલાકે ઝુપડામાં ઘુસીને દિપડાએ સુરેશભાઈ ઉપર હુમલો કર્યો હતા.નિંદ્રાધીન સુરેશભાઈ અચાનક હુમલાથી જબકી ગયા હતા અને રાડારાડ કરતા તેમના કાકા,પત્નિ સહિતનો પરીવાર પણ સંફાળો જાગી જઈ દિપડાને જોઈ દેકારો કરતા સુરેશભાઈને છોડી દિપડો નાશી ગયો હતો.અચાનક બનેલી ઘટનાથી પરીવાર હેબતાઇ ગયુ હતુ બાદમાં બનાવ અંગે વાડીમાલીક વિનોદભાઇએ ગામના સરપંચ વિરજીભાઇ મકવાણાને બનાવની જાણ કરતા તેમણે ફોરેસ્ટ વિભાગને તુરંત જાણ કરી હતી.જેને પગલે આરએફઓ ડી.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ એચ.એમ. જાડેજા તથા ટ્રેકર ટીમ કેશવાળા દોડી જઇ દિપડા ની શોધખોળ કરી હતી પરંતુ આસપાસ દિપડાના કોઈ સગડ મળ્યા ન હતા.ફોરેસ્ટ ટીમ હાલ દિપડાને જબ્બે કરવા કેશવાળા વિસ્તાર ખુંદી રહીછે.

ઉલ્લેખનીય છે કે, આઠ દિવસ પહેલા વાસાવડ તથા કેશવાળા રોડ પર ખેડુતોએ દિપડા જોતા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.વાડીમાં સુતેલા ખેતમજુર પર ઝુપડામાં ઘુસી દિપડાએ હુમલો કર્યાની ઘટનાએ વાડીએ રાતવાસુ કરતા ખેડુતો ભયભીત બન્યા છે.

આ પણ વાંચો -  Gondal : એવું તે શું થયું કે નાયબ કલેક્ટર ખુલ્લા પગે દોડ્યા..વાંચો આ અહેવાલ

Tags :
attackfarmerGondalGujaratleopard
Next Article