Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal માં વધુ એક હિટ એન્ડ રનની ઘટના, બેકાબૂ કારચાલકે એક્ટિવા સહિત લારીને અડફેટે લીધી

Gondal: ગોંડલ જેલચોકમાં વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેકાબૂ કાર ચાલકે એક એક્ટિવા, બે લારીને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.
gondal માં વધુ એક હિટ એન્ડ રનની ઘટના  બેકાબૂ કારચાલકે એક્ટિવા સહિત લારીને અડફેટે લીધી
Advertisement
  1. ગોંડલ જેલચોકમાં વહેલી સવારે બની હિટ એન્ડ રનની ઘટના
  2. અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ
  3. વહેલી સવારે 7. 45 વાગ્યે બની આ ઘટના

Gondal: રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ કાલે એક મોટી અકસ્માતની ઘટના બની હતી. આવા રફતારના રાજાઓ અવારનવાર અકસ્માતો સર્જી લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે, ત્યારે આવી જ એક ઘટના ગોંડલથી સામે આવી છે. ગોંડલ જેલચોકમાં વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેકાબૂ કાર ચાલકે એક એક્ટિવા, બે લારીને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.

Advertisement

આ પણ વાંચો: આરોપી રિપલ પંચાલને માત્ર 24 કલાકમાં જ મળી ગયા જામીન, પોલીસે નહોતા માંગ્યા રિમાન્ડ

Advertisement

એક્ટિવા ચાલક રશ્મિબેન ચાવડાને ગંભીર ઇજાઓ થઈ

નોંધનીય છે કે, બેકાબૂ કારચાલકે રસ્તા પર બે લારીઓ સાથે એક્ટિવા ચાલક રશ્મિબેન ધવલભાઈ ચાવડાને અડફેટે લેતા તેમને ઇજા થવા પામી હતી. રશ્મિબેન તેમના બાળકને પ્લે હાઉસમાં મૂકીને જેલ ચોકથી ગુંદાળા દરવાજા તરફ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આશરે સવારે 7. 45 વાગ્યે બનાવ બન્યો હતો. નોંધનીય છે કે, આ અકસ્માતના કારણે મોટી દુર્ઘટના પણ સર્જાઈ હોત, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થી નથી.

Advertisement

આ પણ વાંચો: બાળકના સોદાગર સુરેશ ઠાકોરની રાજનેતાઓ સાથેની તસવીરો વાયરલ, શંકાના ઘેરામાં આવ્યા...

અકસ્માત સર્જી કારચાલક ઘટના સ્થળેથી થયો ફરાર

જો કે,ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ગોંડલ સિવિલ ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, અકસ્માત સર્જી કારચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો. ઘટનાની જાણ થતા ગોંડલ શહેર A ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે હવે તપાસ હર ધરી છે. જોકે, અકસ્માત સર્જી કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: Ahmedabad ક્રાઈમ બ્રાંચનું સૌથી મોટું ઓપરેશન, ‘ખ્યાતિકાંડ’ના 5 ફરાર આરોપી ઝડપાયા

Tags :
Advertisement

Trending News

.

×