GONDAL : યાર્ડમાં મગફળી અને સોયાબીનની આવક નોંધાઈ, સોયાબીનમાં થઇ 30 હજાર કટ્ટાની આવક
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતોનું તીર્થધામ સમાન ગણાતું ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીઓની આવકો શરૂ થવા પામી હતી. જેમાં મગફળીની ગોંડલ યાર્ડમાં 45 હજાર ગુણીની આવક જોવા મળી હતી. જ્યારે સોયાબીનની 30 કટ્ટાની આવક જોવા મળી હતી.
ગુજરાતનું સૌથી મોટું ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અલગ - અલગ પાકોની આવક શરૂ થઇ ગઇ છે. જેમાં 45 હજાર ગુણી મગફળીની આવક નોંધાઈ હતી. મગફળીની હરરાજીમાં 20 કિલો મગફળી ના ભાવ 900 /- થી 1400/- સુધીના બોલાયા હતા. જ્યારે સોયાબિનના ભાવ હરરાજીમાં 20 કિલોના 700/- થી 900/- સુધીના ભાવ બોલાયા હતા.
આગામી સમયમાં મગફળીની આવક વધશે : યાર્ડ ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા

યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યુ હતું કે સમગ્ર સૌરાષ્ટ્ર માંથી ખેડૂતો જણસી વેચવા માટે ગોંડલ યાર્ડમાં આવે છે. આગામી સમયમાં મગફળીની આવક વધશે.ગોંડલ યાર્ડ આગામી સમય માં 70 થી 75 હજાર મગફળીની ગુણીનું રોજિંદા વહેચાણ થાય તે પ્રક્રિયા હાથ ધરશે.
સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ યાર્ડમાં આવતા હોય છે
સમગ્ર સૌરાષ્ટ્ર માંથી જેમકે જૂનાગઢ, રાજકોટ, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર સહિતના જીલ્લાઓ માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. ખેડૂતોને પોતાના પાક નો પૂરતો ભાવ મળી રહે તેને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ને પ્રથમ પસંદગી કરતા હોય છે.
આ પણ વાંચો - GONDAL : સંસ્થાઓ અને જ્ઞાતિમંડળો દ્વારા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા અને તેમનાં પુત્રનું સન્માન કરાયુ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે