Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GONDAL: નેશનલ હાઇવે પર સર્જાયો ભયંકર અકસ્માત, 4 વ્યક્તિઓનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત

GONDAL : ગોંડલ નેશનલ હાઇવે પર આવેલ દેવ સ્ટીલ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં સ્વીફ્ટ કાર રાજકોટથી ધોરાજી તરફ જતી હતી તે દરમીયાન સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર ઠેકી સામેથી આવતી બોલેરો કારને હડફેટે લેતા ભયંકર અકસ્માત સર્જાતા...
08:57 AM Aug 20, 2024 IST | Harsh Bhatt
GONDAL : ગોંડલ નેશનલ હાઇવે પર આવેલ દેવ સ્ટીલ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં સ્વીફ્ટ કાર રાજકોટથી ધોરાજી તરફ જતી હતી તે દરમીયાન સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર ઠેકી સામેથી આવતી બોલેરો કારને હડફેટે લેતા ભયંકર અકસ્માત સર્જાતા ગોંડલ ના 2 યુવાનો અને ધોરાજીના 2 યુવાનોના ઘટના સ્થળે મોત નીપજયા હતા. સમગ્ર બનાવને લઈને 4 જેટલી એમ્બ્યુલન્સ અને LCB સહિત શહેર પોલીસ ઘટના સ્થળે પોહચી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

GONDAL નેશનલ હાઇવે પર બે કાર વચ્ચે જીવલેણ અકસ્માત

રાજકોટ ગોંડલ (GONDAL) નેશનલ હાઇવે સિક્સ લેન બનવા જઈ રહ્યો છે ત્યારે અનેક નાના મોટા અકસ્માત ના બનાવો બની રહ્યા છે. ત્યારે સામાન્ય વરસાદમાં હાઇવે ધોવાઈ જવા પામ્યો છે અને હાઇવે રોડનું ધોવાણ થતા અનેક નાના મોટા ખાડા જોવા મળ્યા છે.  આ ખાડાના કારણે અનેક અકસ્માત થઈ રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે પોણા ચાર આસપાસ ગોંડલ નજીક નેશનલ હાઇવે પર દેવ સ્ટીલ નજીક બોલેરો કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વીફ્ટ કાર GJ03LG 5119 રાજકોટ તરફથી ધોરાજી તરફ જઈ રહી હતી, ત્યારે સ્વીફ્ટ કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર ઠેકી ગોંડલની સાંઢીયા પુલ ચોકડીથી ગુંદાળા ચોકડી તરફ જતી બોલેરો કાર GJ03ML 2444 સામે અથડાતા બોલેરો અને સ્વીફ્ટ કાર પલ્ટી જવા પામી હતી.સ્વિફટ કારમાં સવાર ધોરાજીના બે યુવાનોના અકસ્માતમાં મોત નિપજ્યા હતા.

ભયંકર અકસ્માતથી હાઇવે પર ચિચિયારીઓ ગુંજી ઉઠી

આ ભયંકર અકસ્માતના કારણે હાઇવે પર ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. ભયંકર અકસ્માતના કારણે બે 108, નગરપાલિકા અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સો ઘટના સ્થળે પોહચી હતી. મૃતક યુવાનોના મૃતદેહને પી.એમ.અર્થ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગોઝારી ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
https://img.cdn.sortd.mobi/live-gujaratfirst-com-prod-sortd/media90b7b280-5eee-11ef-af08-7bd5ffe1faa3.mp4

અકસ્માતમાં ચાર વ્યક્તિઓ મોતને ભેટયા

બે કાર વચ્ચે અકસ્માતમાં ગોંડલના બે ક્ષત્રિય યુવાનો મોતને ભેટ્યા છે. જેમાં સિદ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને ક્રિપાલસિંહ હરભમસિંહ જાડેજાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. વધુમાં ધોરાજી ના 2 યુવાનોના પણ આ જીવલેણ અકસ્માતમાં મોત નિપજ્યા હતા. ક્રિપાલસિંહ અપરણિત હતા પરિવારમાં ત્રણભાઈ માંથી ત્રીજા નંબરના હતા, આશરે ચાર મહિના પહેલા બીમારી સબબ ક્રિપાલસિંહના માતાનું અવસાન થયું હતું અને ગત વર્ષ તેમના ભાઈનું અવસાન થયું હતું. અકસ્માતના સમગ્ર બનાવને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત બહોળો મિત્રમંડળ સિવિલ હોસ્પિટલમાં પોહચ્યો છે.
અકસ્માતમાં ધોરાજીનાં બે યુવાનોના મોત એક યુવાનો આજે જન્મદિવસ હતો

ગોંડલ (GONDAL) નજીક નેશનલ હાઇવે પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ધોરાજીનાં બે યુવાનોમાં વીરેન દેશૂરભાઈ કરમટા આજરોજ જન્મદિવસ હતો. જન્મદિવસના દિવસે જ યુવાનનું મોત નિપજતાં પરિવારમાં આક્રંદ છવાયો હતો. વીરેન કરમટા ધો.12 માં અભ્યાસ કરતો હતો. પરિવારમાં માતા-પિતા અને એક મોટો ભાઈ અને બે નાની બહેનો છે. જ્યારે સ્વીફ્ટ કારમાં સિદ્ધાર્થ કિશોરભાઈ કાચા (મૂળ ધોરાજી, હાલ જૂનાગઢ) છૂટક ફર્નિચરનું મજૂરી કામ કરતો હતો. સિદ્ધાર્થ કાચાને પરિવારમાં માતા-પિતા તેમ જ 4 મોટી બહેનો છે. એકના એક પુત્રનું અકસ્માતમાં મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

બન્ને ક્ષત્રિય યુવાન મિત્રોની અંતિમયાત્રા સાથે નીકળતા ભાવુક દ્રશ્યો સર્જાયા

ગોંડલ (GONDAL) શહેર નજીક આજે વહેલી સવારે નેશનલ હાઇવે પર સ્વીફ્ટ કાર અને બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં કુલ 4 યુવાનોના મોત નિપજ્યા હતા, જેમાં ગોંડલનાં બન્ને ક્ષત્રિય મિત્રો સિદ્ધરાજસિંહ ઝાલા અને ક્રિપાલસિંહ જાડેજાનું ઘટના સ્થળે મોત નિપજતા પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે બહોળી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. બન્ને ક્ષત્રિય યુવાનોની એક સાથે અંતિમયાત્રા નીકળતા હૃદય કંપી ઊઠે તેવા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. બંને યુવાનોની અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં મિત્રો, સ્વજનો, ક્ષત્રિય સમાજનાં આગેવાનો, રાજકીય આગેવાનો જોડાયા હતા.

ગઈકાલે ભુણાવા ગામ નજીક એકસાથે 4 વાહનોનો અકસ્માત, 1 નું મોત

ગઈકાલે વહેલી સવારે ભુણાવા ગામ નજીક ટ્રક, ખાનગી કંપનીની બસ, રિક્ષા, ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર વિનોદકુમાર નામના યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે, રિક્ષાચાલક રવિ રાઠોડને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.  ટ્રક સ્થળ પર મૂકી નાસી ગયેલા ચાલક સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં GSTના સૌથી મોટા કૌભાંડની આશંકા, 1500 કરોડની કરચોરી હોવાની ચર્ચાથી ખળભળાટ!
Tags :
4 DEADGondalGondal AccidentNational HighwayNATIONAL HIGHWAY ACCIDENT
Next Article