Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલમાં ત્યાગ અને બલિદાનના મોહરમ શરીફ પર્વની ઉજવણી કરવામાં આવી, 50 થી વધુ કલાત્મક તાજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા

અહેવાલ - વિશ્વાસ ભોજાણી ગોંડલમાં મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે યોજાતા ત્યાગ અને બલિદાનના મોહરમ શરીફ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કલાત્મક તાજીયા ગત રાત્રે પડમાં આવ્યા હતા. 29 આસુરાના નમાઝ અદા કરી અને કરબલાના શહીદોને અંજલી અર્પણ કરવામાં...
ગોંડલમાં ત્યાગ અને બલિદાનના મોહરમ શરીફ પર્વની ઉજવણી કરવામાં આવી  50 થી વધુ કલાત્મક તાજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

Advertisement

ગોંડલમાં મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે યોજાતા ત્યાગ અને બલિદાનના મોહરમ શરીફ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કલાત્મક તાજીયા ગત રાત્રે પડમાં આવ્યા હતા. 29 આસુરાના નમાઝ અદા કરી અને કરબલાના શહીદોને અંજલી અર્પણ કરવામાં આવી હતી. 29 જુલાઈએ બપોર બાદ 5:00 વાગ્યે વિશાળ જુલુસ ચોરડી દરવાજાથી પ્રસ્થાન કરી મોટી બજાર, વેરી દરવાજા, સેન્ટ્રલ સિનેમાથી ભગવપરામાં આવેલ બોદલશા પીરની દરગાહ ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું.

Advertisement

તાજીયાના દીદાર કરી મુસ્લિમ બિરાદરોએ માનતા ઉતારી હતી

તાજીયામાં વિવિધ આશરે નાના મોટા 50 જેટલા કલાત્મક તાજીયા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. તાજીયા યા હુસેનના નારા સાથે પડમાં આવ્યા હતા. 29 ના રોજ આસૂરાનો દિવસ છે જેમાં મુસ્લિમો આંસુરાના નમાઝ અદા કરી અને કરબલાના શહીદોને ને ઈમામ હુશૈનને એમના પરિવારજનોને અંજલી અર્પણ કરી હતી. ઈમામ હુશૈન સહિતના 72 જાનીશારોની શહાદતની યાદમાં મુસ્લિમ બિરાદરો ચા પાણી નાસ્તો લચ્છી શરબતોની શબીલો કરી વિતરણ કરવામાં આવી. તાજીયાના દીદાર કરી મુસ્લિમ બિરાદરોએ માનતાં ઉતારી હતી.

Advertisement

હિન્દૂ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળ્યું

તાજીયા ઝુલુસ નીકળ્યું હતું તે દરમિયાન હિન્દૂ - મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળ્યું હતું. સેન્ટ્રલ સિનેમા ચોક ખાતે મેઘવાળા સમાજ દ્વારા ગરમ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચુસ્ત પોલિસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

ગોંડલ ડિવિઝન DYSP કે.જી.ઝાલા, પ્રોબેશન DYSP આસ્થા રાના, સિટી પી.આઇ. એમ.આર. સંગાડા, PSI આર.એલ.ગોયલ, કોઠીયા જે.એમ.ઝાલા, એમ.આર.સિંધવ, એમ.જે.ઝાલા, માઉન્ટન PSI જાડેજા, મહિલા પોલીસ સ્ટાફ સહિતના 100 જેટલા પોલીસ સ્ટાફ ખડે પગે રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - રીબડા નજીક સડક પીપળીયા ગામે 552 વાર ગૌચર જમીનના દબાણ ઉપર સરકારી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું

આ પણ વાંચો - Gondal : વિઠ્ઠલભાઈ રાદડિયાની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયું, 400 બોટલ રક્ત એકત્ર થયું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.