Gondal Budget News: ગોંડલ તાલુકાના સૌથી મોટા મોવિયા ગ્રામ પંચાયતનું બજેટ થયું નામંજૂર
Gondal District News: ગોંડલ તાલુકા (Gondal) નાં મોવિયાનું રાજકારણ હંમેશા વાદવિવાદો સાથે કલુષિત થઈ રહ્યું છે. ત્યારે ફરી એકવાર મોવિયા તાલુકામાં રાજકારણને લીધે નાગારિકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. બજેટ અધિકારીઓ દ્વારા ગોંડલ (Gondal) તાલુકાના સૌથી મોટા ગામ પૈકીના મોવિયા ગ્રામ પંચાયતનું Budget નામંજૂર કરવામાં આવ્યું છે.
- મોવિયા ગ્રામ પંચાયતનું બજેટ કરાયું નામંજૂર
- ગ્રામ પંચાયત બજેટ મિટીંગમાં કુલ 14 સભ્યો હાજર
- BJP ના જ બે જૂથો વચ્ચે વર્ચસ્વની લડાઈ
જે પૈકી મોવિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કંચનબેન રોહિતભાઈ ખૂંટે નાટકીય સ્વરૂપે જે રીતે રાજીનામું આપ્યું હતું. તેના અંતર્ગત Budget અધિકારીઓ દ્વારા તાલુકા માટે રાજીનામું નામંજૂર કરવાામાં આવ્યું છે. તાલુકા વિકાસ અધિકારી ગોંડલ (Gondal) એ એવલોકન થઈને સૂચન સાથે મોકલાવેલ વર્ષ 2024/25 નું બજેટ પંચાયતના બહુમતિ સભ્યોએ નામંજુર કર્યું છે.
ગ્રામ પંચાયત બજેટ મિટીંગમાં કુલ 14 સભ્યો હાજર
ગ્રામ પંચાયત Budget મિટીંગમાં સરપંચ કંચનબેન ખૂંટ સહિતા કુલ 14 સભ્યો હજાર રહ્યા હતા. કુલ 14 પંચાયત સભ્યો પૈકી સરપંચ સહિત 6 સભ્યોના વિરોધમાં 8 સભ્યોએ Budget નામંજૂરના કરવાના પક્ષમાં મત આપ્યા હતા. જોકે ગ્રામ પંચાયતનું Budget નામંજૂર થતા ગ્રામ પંચાયતની સરપંચ સહિતની પંચાયત બોડી સુપરસીડ થવાનો માર્ગ મોકળો થયો છે.
BJP ના જ બે જૂથો વચ્ચે વર્ચસ્વની લડાઈ
ગ્રામ્ય પંચાયતમાં સતાની રસ્સાખેંચ વચ્ચે શિસ્તબદ્ધ કહેવાતા ભાજપનાં 2 જુથની લડાઈ પરાકાષ્ઠા પર પંહોચી છે. મોવિયા ગોંડલનાં રાજકારણનું એપી સેન્ટર ગણાય છે. ગ્રામ્ય પંચાયત કબ્જે કરવા BJP નાં જ કિશોરભાઈ અંદીપરા અને કુરજીભાઈ ભાલાળાનાં જુથ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખેંચતાણ ચાલી રહી છે. તેના કારણે તાલુકાની સૌથી મોટી ગણાતી ગ્રામ્ય પંચાયતનું રાજકારણ ચકડોળે ચડ્યું છે. ત્યારે જો ગ્રામ્ય પંચાયતને અરજી કરાયેલા Budget ને નામંજૂર થયું છે.
આ પણ વાંચો: Shaktisinh Gohil : કોંગ્રેસ ચૂંટણી ના લડી શકે તે માટે 11 એકાઉન્ટ ફીઝ કરાયાં!
આ પણ વાંચો: VADODARA : પરિજનને મળી પરત ફરતા યુવાનનું ભારદારી વાહનની ટક્કરે મોત
આ પણ વાંચો: VADODARA : સાંસદ વિરૂદ્ધ પોસ્ટર વોરમાં કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશીની 5 કલાક પુછપરછ