Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : બસ સ્ટેન્ડ પાસે બે એસ.ટી બસ વચ્ચે અકસ્માત, 55 મુસાફરોના જીવ થયા અઘ્ધર

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલ બસ સ્ટેન્ડ પાસે રાજકોટ જૂનાગઢ રૂટની એસ.ટી બસ અને રાજકોટ વડીયા રૂટની એસ.ટી.બસ વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતને કારણે બસમાં બેઠેલા મુસાફરોના જીવ અઘ્ધર થઈ ગયા હતા. અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ ન થઈ...
gondal   બસ સ્ટેન્ડ પાસે બે એસ ટી બસ વચ્ચે અકસ્માત  55 મુસાફરોના જીવ થયા અઘ્ધર

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

Advertisement

ગોંડલ બસ સ્ટેન્ડ પાસે રાજકોટ જૂનાગઢ રૂટની એસ.ટી બસ અને રાજકોટ વડીયા રૂટની એસ.ટી.બસ વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતને કારણે બસમાં બેઠેલા મુસાફરોના જીવ અઘ્ધર થઈ ગયા હતા. અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ ન થઈ હતી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

ડ્રાઇવરની બેદરકારીના કારણે સર્જાયો અકસ્માત 

Advertisement

ગોંડલ બસ સ્ટેન્ડના એન્ટ્રી ગેઇટ પાસે બે એસ.ટી.બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટ જુનાગઢ રૂટની એસ.ટી.બસના ડ્રાઈવરની બેદરકારી સામે આવી હતી. રાજકોટ જૂનાગઢ રૂટના ડ્રાઈવરે એસ.ટી.બસના એન્ટ્રી ગેઇટ માંથી બસને બહાર કાઢી હતી, જેથી સામેથી આવતી રાજકોટ વડીયા રૂટની મીની બસ સાથે અથડાઈ હતી. બન્ને બસ વચ્ચે અકસ્માત થતા મુસાફરોના જીવ અઘ્ધર થયા હતા. રાજકોટ જૂનાગઢ રૂટની બસમાં 15 જેટલા મુસાફરો હતા અને રાજકોટ વડીયા રૂટની બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. બન્ને બસના ડ્રાઈવર, કંડકટર કે કોઈ મુસાફરોને કોઈ પણ પ્રકારની ઇજાઓ જોવા મળી ન હતી.

બન્ને બસમાં આશરે 55 જેટલા મુસાફરો સવાર હતાો ડ્રાઈવરે આઉટ ગેઇટ પર થી બસ બહાર કાઢવાના બદલે એન્ટ્રી ગેઇટ પર થી બહાર કાઢી હતી અને સામેથી આવેલી રાજકોટ વડીયા રૂટની બસ સાથે અકસ્માત થયો હતો. વધુમાં જણાવ્યું હતું કે બન્ને બસમાં આશરે 55 જેટલા મુસાફરો સવાર હતા. તમામ મુસાફરોને કોઈ ઇજા થવા પામી નથી. આગામી સમયમાં એસ.ટી. બસ ના ડ્રાઈવરો નિયમ મુજબ બસની એન્ટ્રી કે આઉટ નહીં કરે તો તેમની સામે ગોંડલ એસ.ટી. તંત્ર કાયદેસરની કાર્યવાહી કરશે.

Advertisement

આગામી સમયમાં પ્રાઇવેટ વાહનો સાથે અકસ્માત થશે તો તેની જવાબદારી કોની ?

ગોંડલ બસ સ્ટેન્ડમાં મોટા ભાગના એસ.ટી.બસના ડ્રાઈવર મન ફાવે એ ગેઇટ પર થી એસ.ટી.બસ ચલાવે છે. આજે બે એસ.ટી.બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આગામી કોઈ પ્રાઇવેટ વાહનો સાથે અકસ્માત થશે તો તેની જવાબદારી કોની રહેશે.? હવે જોવાનું એ રહ્યું છે કે રાજકોટ જૂનાગઢ રૂટના ડ્રાઈવર પર જૂનાગઢ ડેપોના અધિકારી ક્યાં પ્રકારની એક્શન લેશે.

આ પણ વાંચો -- ભારત-પાકિસ્તાનની ડુપ્લીકેટ ટિકિટ સાથે ક્રાઈમ બ્રાન્ચે કરી 4 આરોપીઓની ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.