Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : પુલ પરથી બાઈક 40 ફૂટ નીચે પટકાતા 2 કૌટુંબિક ભાઈઓના મોત

Gondal News : ગોંડલ તાલુકાના મેતા ખભાળિયા પાસે સર્જાયેલા બાઈક અકસ્માતમાં કૌટુંબિક ભાઈઓના મોત નિપજ્યા છે. પુલ પરથી 40 ફૂટ નીચે પટકાતા બન્ને કૌટુંબિક ભાઈઓના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છે. ગોંડલ (Gondal) તાલુકાના મેતા ખંભાળિયા પાસે બાઈક અકસ્માત સર્જાયો છે....
gondal   પુલ પરથી બાઈક 40 ફૂટ નીચે પટકાતા 2 કૌટુંબિક ભાઈઓના મોત
Advertisement

Gondal News : ગોંડલ તાલુકાના મેતા ખભાળિયા પાસે સર્જાયેલા બાઈક અકસ્માતમાં કૌટુંબિક ભાઈઓના મોત નિપજ્યા છે. પુલ પરથી 40 ફૂટ નીચે પટકાતા બન્ને કૌટુંબિક ભાઈઓના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છે.

ગોંડલ (Gondal) તાલુકાના મેતા ખંભાળિયા પાસે બાઈક અકસ્માત સર્જાયો છે. મેતા ખંભાળિયા પાસે આવેલા પુલ પરથી બાઈક સવાર 2 વ્યક્તિ નીચે પટકાતા અકસ્માત સર્જાયો છે. 40 ફૂટ નીચે પટકાતા બન્ને કૌટુંબિક ભાઈઓના મોત નિપજ્યા છે. મૃતક ખાતરા રતિલાલ જેરામભાઈ (ઉ.વ. 57) તેમજ ખાતરા કિશોરભાઈ ગોરધનભાઈ (ઉ.વ. 56) રહે. દેરડી (કુંભાજી) હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. બંને કૌટુંબિક ભાઈઓ મોવિયા ખાતે કૌટુંબિક પ્રસંગે ગયા હતા. રાત્રીના ઘરે પરત ફરતા સમયે મેતા ખંભાળિયા પુલ પરથી તેઓ બાઈક સાથે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. મૃતકોના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે PM અર્થે ખસેડીને સુલતાનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

મોબાઇલના લોકેશન પરથી બન્નેના મૃતદેહ મળ્યા

મોબાઇલના લોકેશન પરથી બન્નેના મૃતદેહ શોધ્યા હતા. મૃતક કિશોરભાઈ ખેતીકામ કરે છે અને સંતાનમાં બે દીકરાઓ છે. તેમજ રતીભાઈ ખેતીકામ કરે છે અને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. બન્ને કૌટુંબિક ભાઈઓના આકસ્મિક મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં Rajiv Modi એ આપ્યું ચોંકાવનારું નિવેદન

આ પણ વાંચો - Kutch : ખાવડા ખાતે રીન્યુએબલ એનર્જી પાર્કમાંથી વીજ ઉત્પાદનનો પ્રારંભ

આ પણ વાંચો – Ambaji : આજે અંબાજીની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના તમામ સભ્યો પણ રહેશે હાજર!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×