ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal: 108 ટીમની સતર્કતા! યુદ્ધના ધોરણે સ્થળ પર જ સગર્ભાની પ્રસુતિ, જોડિયા બાળકોનો થયો જન્મ

ગુજરાત સરકારની 108 સેવા એટલે આયુષ્માન ભવ: સગર્ભા માતા અને નવજાત શિશુઓ સંપૂર્ણ સ્વસ્થ ત્રણ જીવ બચાવીને 108 ના કર્મચારીઓ પ્રશંસાને પાત્ર બન્યા Gondal: કોટડાસાંગાણી તાલુકાના બગદડિયા ગામમાં સગર્ભા માતાને પ્રસુતિની પીડા ઉપડતાં 108 સેવામાં કોલ કરવામાં આવ્યો અને...
02:33 PM Oct 19, 2024 IST | VIMAL PRAJAPATI
Gondal
  1. ગુજરાત સરકારની 108 સેવા એટલે આયુષ્માન ભવ:
  2. સગર્ભા માતા અને નવજાત શિશુઓ સંપૂર્ણ સ્વસ્થ
  3. ત્રણ જીવ બચાવીને 108 ના કર્મચારીઓ પ્રશંસાને પાત્ર બન્યા

Gondal: કોટડાસાંગાણી તાલુકાના બગદડિયા ગામમાં સગર્ભા માતાને પ્રસુતિની પીડા ઉપડતાં 108 સેવામાં કોલ કરવામાં આવ્યો અને નજીકની એમ્બ્યુલન્સને મોકલવામાં આવી હતી. આ સમયે બગદડીયા ગામના વાડી વિસ્તારમાં માતાને અસહ્ય પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સ સેવાનાં ફરજ બજાવતા ઇ.એમ.ટી હાર્દિક કમલેશભાઈ ગોહેલ અને પાઇલોટ અનિલ પરમારને સગર્ભાની પ્રસૂતિ સ્થળ પર જ કરવી પડે એવી સ્થિતિ જણાઈ હતી. ફરજ પરના 108 કર્મચારી દ્વારા યુદ્ધના ધોરણે તમામ પ્રકારની પ્રસુતિની લગતી તૈયારીઓ સ્થળ પર કરી હતી.

આ પણ વાંચો: Gujarat Vidyapith ના પૂર્વ સત્તાધીશોની કામગીરી સામે પ્રશ્નાર્થ! પહેલા વિદ્યાપીઠમાં ગંદકીનું સામ્રાજ્ય હતું - કુલાધિપતિ

10 મિનિટ પછી બીજા બાળકનો પણ સફળતાપૂર્વક જન્મ

નોંધનીય છે કે, ત્યારબાદ ઇ.એમ.ટી. હાર્દિક ગોહેલે અન્ય 02 મહિલાનો સહયોગ લઇ સતત ટેલિફોનિક સંપર્કમાં રહીને 108 ના ડૉ.પરમાર સાથે સંપર્કમાં રહીને ઇ.એમ.ટી હાર્દિકભાઈએ પ્રથમ નવજાત શિશુનો સફળતાપૂર્વક જન્મ કરાવ્યા બાદ અતિ જટિલ પરિસ્થિતિ સર્જાઈ ત્યારબાદ 10 મિનિટ પછી બીજા બાળકનો પણ સફળતાપૂર્વક જન્મ કરાવડાવ્યો હતો. ટીમ દ્વારા ત્વરિત નવજાત શિશુઓની યોગ્ય સારવાર અને સંભાળ લીધા બાદ સગર્ભા માતા સહિત બંને નવજાત શિશુઓને ગોંડલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિલ ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો: Rajkot: ભાજપનું સદસ્યતા અભિયાન ફરી વિવાદમાં, રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં દર્દીઓને બનાવ્યા સદસ્ય

108 સેવા ગુજરાતના છેવાડાના માનવી માટે પણ આશીર્વાદરૂપ

ગોંડલ (Gondal)ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર ધારા દ્વારા સગર્ભા માતા અને નવજાત શિશુઓને યોગ્ય સારવાર આપી અને સગર્ભા માતા અને નવજાત શિશુઓ સંપૂર્ણ સ્વસ્થ હોવાની પુષ્ટિ કરી અને 108 ના કર્મચારીઓને આ જટિલ જોડીયા બાળકોની પ્રસુતિ સફળતાપૂર્વક કરવા બદલ બિરદાવ્યા હતા. ગુજરાત સરકારની 108 સેવા ગુજરાતના છેવાડાના લોકો માટે અનેક વખત આશીર્વાદરૂપ સાબિત થઇ છે.

આ પણ વાંચો: Porbandar: કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલાના પુત્ર અને પુત્રવધુ સામે દાખલ થયો ગુનો, જાણો કારણ

108 સેવાના કર્મચારી તાલીમબદ્ધ અને કટીબધ્ધઃ 108 જીલ્લા અધિકારી

આજે રાજકોટના જીલ્લાના કોટડા સાંગાણી તાલુકાના 108 સેવાના કર્મચારી હાર્દિક ગોહેલ અને અનિલ પરમાર દ્વારા આ સફળ પ્રસુતિ કરાવડાવી સરકારની આરોગ્યલક્ષી ઉત્કૃષ્ઠ સારવાર પુરી પાડી રહી હોવાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ તકે 108 જીલ્લા અધિકારી જયસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, જિલ્લાની કોઇ પણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે 108 સેવાના કર્મચારી તાલીમબદ્ધ અને કટીબધ્ધ રહે છે. આ સગર્ભા માતા અને નવજાત શીશુ (જોડિયા બાળકો) એમ ત્રણ જીવ બચાવીને 108 ના કર્મચારીઓ પ્રશંસાને પાત્ર બન્યા છે. માતા અને બાળ મૃત્યુદર ઘટાડવામાં 108 સેવાનો સિંહ ફાળો રહેલો છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Tags :
108108 ambulance108 ambulance in Gondal108 Ambulance Service108 EMERGENCYGondalgondal newsGujaratGujarati NewsRajkot New
Next Article