GODHRA : રાજ્ય અનામત પોલીસદળ ગ્રુપ 5 અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દીક્ષાંત પરેડ સમારોહ યોજવામાં આવ્યો
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ ગોધરા શહેરમાં આવેલ રાજ્ય અનામત પોલીસદળ ગ્રુપ-5 અને ગોધરા પરેડ ગ્રાઉન્ડ ખાતે દીક્ષાંત પરેડ સમારોહ યોજવામાં આવ્યો હતો. રાજ્ય અનામત ગ્રુપ 5 ખાતે પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર વી અસારી અને પોલીસ પરેડ...
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
ગોધરા શહેરમાં આવેલ રાજ્ય અનામત પોલીસદળ ગ્રુપ-5 અને ગોધરા પરેડ ગ્રાઉન્ડ ખાતે દીક્ષાંત પરેડ સમારોહ યોજવામાં આવ્યો હતો. રાજ્ય અનામત ગ્રુપ 5 ખાતે પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર વી અસારી અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની ઉપસ્થિતિમાં દીક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં નવ માસ સુધી ગોધરા શહેરના લુણાવાડા રોડ પર આવેલ રાજ્ય અનામત પોલીસદળ ગ્રુપ-5 ખાતે તાલીમ લઇ રહેલા 238 જેટલા તાલીમાર્થી પોલીસ જવાનો અને ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 170 પોલીસ જવાનો મળી કુલ 408 જેટલા પોલીસ જવાનો એ પરેડમાં ભાગ લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ભરતી કરાયેલા જવાનોએ ગોધરા ખાતે પોતાની પાયાની તાલીમ મેળવી હતી.
અલગ અલગ પ્લાટુન પ્રમાણે 408 જવાનોને નવ માસ સુધી ગોધરા રાજ્ય અનામત પોલીસદળ અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 20 ઉપરાંત આસિસ્ટન્ટ ડ્રીલ ઈન્સ્ટ્રકટર્સ દ્વારા લાઠી સાથે ડ્રીલ, યુએસ ડ્રીલ, પ્લાટુન ડ્રીલ, સ્કોટ ડ્રીલ, બેટન ડ્રીલ, ઓપ્ટિકલ અને તમામ આધુનિક હથિયારો તેમજ ફાયર સેફ્ટી અંગેની તાલીમ આપવામાં આવી હતી, તાલીમાર્થી જવાનોની તાલીમ પૂર્ણ થતા તેઓને આગામી સમયમાં ફિલ્ડ કામગીરી સોંપવામાં આવશે, કાર્યક્રમમાં ઉપસ્થિત રેન્જ ડીઆઇજી અને જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ તાલીમાર્થી જવાનોને અભિનંદન પાઠવી આગામી સમયમાં નિષ્ઠા સાથે ફરજ બજાવી પોતાના ગ્રુપ અને પ્લાટુનનું ગૌરવ વધારવા માટે શુભકામનાઓ પાઠવી હતી, આ કાર્યક્રમમાં તાલીમાર્થી જવાનોના પરિવારજનો તથા વિવિધ પોલીસ અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement