Gir Somnath : યુટ્યુબર દિનેશ સોલંકી પર હુમલાનાં Video આવ્યા સામે, અત્યાર સુધી 7 ની ધરપકડ
- Gir Somnath માં યુટ્યુબર દિનેશ સોલંકીને માર મારવાનો કેસ
- દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજા નામનાં ઈન્ફ્લુએન્સર પર થયો હતો હુમલો
- ગુંદાળા ગામે યુટ્યુબરને માર મારવાનો વીડિયો આવ્યો સામે
- સોશિયલ મીડિયા પર ઘટનાનાં વીડિયો થયા વાઇરલ
ગીર સોમનાથમાં (Gir Somnath) યુટ્યુબર દિનેશ સોલંકીને માર મારવાનાં કેસ મામલે મોટા સમાચાર આવ્યા છે. દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજા (Royal Raja) નામનાં ઈન્ફ્લુએન્સરને માર મારવાનો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનાં કેટલાક વીડિયો વાઇરલ થયા છે, જેમાં યુટ્યુબરને માર મારતા અને મૂછો કાપતા હુમલાખોરો નજરે પડે છે. આ મામલે યુટ્યુબર દિનેશ સોલંકીએ (Dinesh Solanki) 9 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદનાં આધારે પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો - Gandhinagar : વિદ્યાર્થીઓને અપાતી સાયકલને લઈને કોંગ્રેસના પ્રહાર, MLA મહેશ કશવાલાની પ્રતિક્રિયા
યુટ્યુબરને માર મારતા અને મૂછો કાપતા વીડિયો વાઇરલ
ગીર સોમનાથમાં યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર દિનેશ સોલંકી પર કેટલાક લોકોએ હુમલો કરી ઢોર માર માર્યો હતો. આ ઘટનાનાં હવે કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. આ વાઇરલ વીડિયોમાં દેખાય છે કે કેટલાક લોકો દિનેશ સોલંકીને બળજબરીપૂર્વક કારમાં બેસાડે છે અને માર મારે છે. અન્ય એક વીડિયોમાં હુમલાખોરો દિનેશ સોલંકીની મૂછો કાપતા અને ધમકી આપતા નજરે પડે છે.
-ગીર સોમનાથમાં યુટ્યુબર દિનેશ સોલંકીને માર મારવાનો કેસ
-દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજા નામના ઈન્ફ્લુએન્સર પર થયો હતો હુમલો
-ગુંદાળા ગામે યુટ્યુબરને માર મારવાનો વીડિયો આવ્યો સામે
-સોશિયલ મીડિયા પર ઘટનાના વીડિયો થયા વાયરલ
-યુ ટ્યુબરને માર મારી મૂછો પણ કાપવામાં આવી હતી
-કારમાં અપહરણ… pic.twitter.com/gQVpaH0RmC— Gujarat First (@GujaratFirst) February 27, 2025
આ પણ વાંચો - Kutch : આવતીકાલથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બે દિવસીય કચ્છનાં પ્રવાસે, વાંચો વિગત
9 લોકો સામે ફરિયાદ, 7 આરોપીની ધરપકડ
આ મામલે યુટ્યુબર દિનેશ સોલંકીએ 9 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદનાં આધારે પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે. યુટ્યુબરનો આરોપ છે કે હુમલાખોરો કારમાં તેનું અપહરણ કરીને અમરાપુર ગામે ગોળનાં રાબડા પર લઈ ગયા હતા અને ઢોર માર મારીને મૂછો કાપી ધમકીઓ આપી હતી. આ કેસમાં પોલીસે (Gir Somnath Police) આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - POCSO કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદા, એક જ દિવસમાં 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા