Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Soil Scam: સુત્રાપાડાના બરૂલા ગામે તળાવમાં માટી કૌભાંડ, કલેકટરે આપ્યા તપાસના આદેશ

Soil Scam, Gir Somnath: ગીર સોમનાથમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે સુત્રાપાડા (Sutrapada)ના બરૂલા ગામે તળાવમાં માટી કૌભાંડ (Soil scam )નો મામલો સામે આવ્યો છે. કૌંભાંડને લઈને જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ કડક તપાસના આદેશ આપ્યા છે....
soil scam  સુત્રાપાડાના બરૂલા ગામે તળાવમાં માટી કૌભાંડ  કલેકટરે આપ્યા તપાસના આદેશ

Soil Scam, Gir Somnath: ગીર સોમનાથમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે સુત્રાપાડા (Sutrapada)ના બરૂલા ગામે તળાવમાં માટી કૌભાંડ (Soil scam )નો મામલો સામે આવ્યો છે. કૌંભાંડને લઈને જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ કડક તપાસના આદેશ આપ્યા છે. નોંધનીય છે કે, અહીં જોખમી સ્થિતિમાં ફેરવાયેલ તળાવનું યુદ્ધના ધોરણે મરામત કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે, ગુજરાત ફર્સ્ટના અહેવાલના પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. થોડા સમય પહેલા ગુજરાત ફર્સ્ટ દ્વારા આ કૌંભાંડ (Soil Scam) અંગે અહેવાલ કરવામાં આવ્યો છે.

Advertisement

માટી ઉઠાવવા માટે અપાયેલ મંજુરી પણ શંકાના દાયરામાં

નોંધનીય છે કે, ક્ષતિગ્રસ્ત પાળાને મરામત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહીં છે. રાજકીય ઓથ ધરાવતા NHAIના કોન્ટ્રાકટર દ્વારા નિયમ વિરુદ્ધ માટી ઉઠાવી લીધી હોવાનું સામે આવ્યું હતું. હજારો મેટ્રિક ટન માટી કાઢી લેતાં તળાવના પાળા ક્ષતીગ્રસ્ત બન્યા છે. આ સાથે બરૂલાથી આલિદ્રાને જોડતો રસ્તો પણ તળાવમાં ધસી જવાની ભીતિ સર્જાઈ છે. એટલું જ નહીં પરંતુ માટી ઉઠાવવા માટે અપાયેલ મંજુરી પણ શંકાના દાયરામાં હોય તેવું લાગી રહ્યું છે.

તપાસમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની સંભાવના

અહીં હજારો મેટ્રિક ટન માટીની રોયલ્ટી ચોરીનું પણ મસ મોટું કૌભાંડ (Soil Scam) સામે આવ્યું છે. આ કૌભાંડને પગલે રાજકીય નેતાની પ્રકરણ દબાવવા ગાંધીનગર સુધી દોડધામ મચી ગઈ છે. તપાસમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની સંભાવના છે. નોંધનીય છે કે, આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા DDO પાસેથી અહેવાલ મંગાવામાં આવ્યો છે. જેથી આ મામલે યોગ્ય તપાસ થઈ શકે છે. આ સાથે સાથે રાજકીય ઓથ ધરાવતા ભુમાફિયાઓમાં દોડધામ મચી જવા પામી છે. નોંધનીય છે કે, કલેક્ટરે તપાસનો આદેશ આપ્યો છે, જેથી ભૂમાફિયાઓ અત્યારે સર્તક થઈ ગયા અને દોડધામ મચી ગઈ છે.

Advertisement

આ પણ વાંચો: Heavy Rain : બોરસદ 14 ઇંચ, વડોદરા સાડા ઇંચ, 51 ડેમ હાઇ એલર્ટ પર...

આ પણ વાંચો: Sex Racket : સૌરાષ્ટ્રમાં યુવકનો આપઘાત, અમદાવાદના કાફે માલિક સહિત 3ની ધરપકડ

આ પણ વાંચો: Montu Namdar : ભાજપ કાર્યકરના ફરાર હત્યારાને કોણે કરી આર્થિક મદદ ?

Tags :
Advertisement

.