Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gir Somnath: ગીરના ગામડાંઓમાં દશેરા નિમિત્તે ઇકો ઝોનના પૂતળાનું દહન,કાયદો નાબુદ કરવા ગ્રામજનો મક્કમ

વાડલા ગીર ગામે ગ્રામજનોએ ઇકો ઝોનના પૂતળાનું દહન કર્યું ઇકો ઝોનનો સાંકેતિક વિરોધ નોંધાવી સરકારને સજાગ કરવા પ્રયાસ ગીરના ગામડાંઓમાં Eco zone કાયદો નાબુદ કરવા ગ્રામજનો મક્કમ Gir Somnath: ગીરના ગામોમાં ઇકો સેન્સેટિવ જોન નો વિરોધ હવે શરમ સીમાએ...
gir somnath  ગીરના ગામડાંઓમાં દશેરા નિમિત્તે ઇકો ઝોનના પૂતળાનું દહન કાયદો નાબુદ કરવા ગ્રામજનો મક્કમ
  1. વાડલા ગીર ગામે ગ્રામજનોએ ઇકો ઝોનના પૂતળાનું દહન કર્યું
  2. ઇકો ઝોનનો સાંકેતિક વિરોધ નોંધાવી સરકારને સજાગ કરવા પ્રયાસ
  3. ગીરના ગામડાંઓમાં Eco zone કાયદો નાબુદ કરવા ગ્રામજનો મક્કમ

Gir Somnath: ગીરના ગામોમાં ઇકો સેન્સેટિવ જોન નો વિરોધ હવે શરમ સીમાએ પહોંચ્યો છે. ગીરના ઇકો સેન્સેટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ સતત ગીર બોર્ડર વિસ્તારના ગ્રામ્ય પંથકમાં ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ જોવા મળી રહ્યો છે. ગીર (Gir Somnath) બોર્ડર વિસ્તારના ગામડાંઓની ગરબીમાં પણ ઇકોજોન હટાવો ના બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સાથે સાથે ગીર બોર્ડર ના ગામોમાં ખાટલા બેઠક યોજાઇ રહી છે. વિવિધ સંમેલનો પણ યોજાઈ રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: ‘Eco Sensitive Zone નામનો રાક્ષસ આવી રહ્યો છે’ ગીરની દીકરીએ વ્યક્ત કરી વેદન

ઇકો જોનના રાવણ રૂપી પૂતળું બનાવી તેનું દહન કર્યું

આજે દશેરાના પાવન દિવસે ગીર બોર્ડર વિસ્તારના, વાડલા, આકોલવાડી, ધાવા, બોરવાવ અને હડમતીયા સહિતના ગામોમાં ઇકો જોનના રાવણ રૂપી પૂતળું બનાવી તેનું દહન કરી ઇકો જોન વિરોધી સુત્રો પોકાર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. આ વિસ્તારના ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોના ખેતરમાં પશુ પંખીઓ સિંહ અને વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. અમારા પશુઓ નું સિંહ મારણ કરે છે ત્યારે વન વિભાગ તેનું વળતર પણ ખૂબ ઓછું આપે છે.

Advertisement

આ પણ વાંચો: 'Eco Sensitive Zone' સામે 'ગરબા' થકી વિરોધ! વધુ એક BJP નેતા આવ્યા મેદાને

દરેક ગામોની અંદર રાવણના પૂતલાનું દહન

આ ઈકો સિન્સેટીવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું વહેલી તકે રદ થાય તેની ખેડૂતોએ માંગ કરી રહ્યા છે. આજે દશેરાના પાવન દિવસે ગીરના દરેક ગામોની અંદર રાવણના પૂતલાનું દહન થતું હોય છે. પરંતુ આજે ગીર (Gir Somnath) બોર્ડર વિસ્તારના ગ્રામ્ય પંથકોમાં ઇકો ઝોનનું પૂતળું બનાવી તેનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો: સતત વધી રહ્યો છે 'ઈકો સેન્સિટિવ ઝોન'નો વિરોધ, હવે દિલીપ સંઘાણી અને આ BJP નેતા પણ મેદાને!

Tags :
Advertisement

.