Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લ્યો બોલો ! હવે મોરવા હડફ તાલુકામાં નકલી વિજિલન્સની ટીમ ઝડપાઇ

રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી નકલીની બોલબાલા ચાલી રહીછે.  નકલી સરકારી કચેરી બાદ નકલી ટોલનાકુ અને હવે નકલી વિજીલન્સ પણ અસલી પોલીસના હાથે ઝડપાઈ હોવાનો કિસ્સો પંચમહાલના મોરવા હક્ક પોલીસ મથકે નોંધાયો છે. હવે વિજિલન્સની ટીમ પણ નકલી  સંતરોડની એક મહિલાના...
લ્યો બોલો   હવે મોરવા હડફ તાલુકામાં નકલી વિજિલન્સની ટીમ ઝડપાઇ

રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી નકલીની બોલબાલા ચાલી રહીછે.  નકલી સરકારી કચેરી બાદ નકલી ટોલનાકુ અને હવે નકલી વિજીલન્સ પણ અસલી પોલીસના હાથે ઝડપાઈ હોવાનો કિસ્સો પંચમહાલના મોરવા હક્ક પોલીસ મથકે નોંધાયો છે.

Advertisement

હવે વિજિલન્સની ટીમ પણ નકલી 

સંતરોડની એક મહિલાના ઘરે દંડા પછાડી દારૂની રેડ કરવા પહોંચેલા ચાર નકલી વિજીલન્સ ઈસમોએ મહિલાના દાગીના ગીરવે મુકાવી ૪૦,૦૦૦ પડાવી લીધા હતા. જોકે ચારે ગઠીયા ભાગી છૂટે તે પહેલાં જ સાલીયા આઉટ પોસ્ટની અસલી પોલીસે ઝડપી પાડી તેમની વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નકલી વિજિલન્સની ટીમ

નકલી વિજિલન્સની ટીમ

Advertisement

પંચમહાલ જિલ્લામાં ભારે હાહાકાર મચાવનાર આ કિસ્સાની વિગત એવી છે કે, મોરવા હડફ તાલુકાના સંતરોડ ટેકરી ફળિયામાં રહેતા અરવિંદાબેન અર્જુનભાઇ પટેલ પોતાના ઘરઆંગણે દુકાન ચલાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે બપોરે એક સફેદ રંગની કારમાં ધસી આવેલા ચાર યુવાનોએ દંડા પછાડી તમે દારૂનો ધંધો કરો છો, અમે ગાંધીનગર વિજીલન્સમાંથી આવીએ છીએ, તપાસ કરવાની છે તેમ જણાવી તેમના ઘર અને દુકાનમાં જડતી શરૂ કરી હતી.

નકલી ટીમે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી 

જડતી દરમ્યાન તેમના હાથમાં કંઇ નહીં લાગતા પોતાની કારમાં રાખેલા વિમલના થેલામાં ભરેલી દારૂની બોટલો લઈ આવી મહિલાને જણાવ્યું હતુંકે, આ દારૂ તારા ઘરમાંથી મળ્યો છે. મહિલાએ કરગરતા કહ્યું હતું કે, ભુતકાળમાં અમે દારૂનો ધંધો કરતા હતા પરંતુ પોલીસે પાડેલા દરોડામાં મારા પતિ અર્જુનભાઇ પટેલની ધરપકડ કર્યા બાદ અમે દારૂનો ધંધો છોડી દીધો છે. તેમ છતાં આ ચારેય શખ્સોએ દારૂનો કેસ કરવો પડશે અને કોઈપણ જગ્યાએ દારૂનો મોટો જથ્થો પકડાશે ત્યારે તારા પતિ અર્જુનને વોન્ટેડ જાહેર કરીશું. તેમ જણાવી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી.

Advertisement

મહિલાએ કહ્યું હતુંકે, મારી પાસે પૈસા નથી, પરંતુ મારા દાગીના ગીરવે મુકી હું તમને પૈસા આપું, આવું કશું કરશો નહીં. મહિલા એકલી ઘરમાં હોવા છતાં આ ટોળકીએ દાદાગીરી કરી ઘરઆંગણે ખુશી ઢાળી અડીંગો જમાવ્યો હતો. મહિલા પોતાની સોનાની ચેઇન લઇ સાલીયા બજારમાં સોનીના ત્યાં ગીરવે મુકવા ગઇ હતી, જેના ઉપર તેને ૪૦,૦૦૦ મળ્યા હતા.

આ નાણાં લઈ તે આ ચારેય શખ્સો પાસે આવી તેમને પૈસા આપ્યા હતા. આ સમયગાળા દરમ્યાન મહિલાનો જેઠ રાજુ રામસિંહભાઈ પટેલ આવી જતા તેણે નાણાં લેનાર અને પોતાને વિજીલન્સનો સ્ટાફ ગણાવનાર ચારેય શખ્સો પાસે ઓળખકાર્ડની માંગણી કરી હતી. જેથી ચારેય એકદમ રોષે ભરાયા હતા. તું અમારું ઓળખકાર્ડ માંગનાર કોણ તેમ કહી વિવાદ પર ઉતર્યા હતા. મામલો વણસતા સાલીયા પોલીસને બનાવની જાણ થઇ હતી અને ચારેય શખ્સોને સાલીયા આઉટ પોસ્ટ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

જ્યાં ચારેય નકલી વિજીલન્સ સ્ટાક હોવાનો પર્દાફાશ થતા પોલીસે અરવિંદાબેનની ફરિયાદના આધારે ગૌરાંગ શાંતિલાલ વાજા (રહે. આશાપુરા સોસાયટી, ઘોડાસર પોલીસ ચોકી પાસે, મણીનગર, અમદાવાદ), અક્ષય પ્રવીણભાઈ પટેલ (રહે. સુર્યકિરણ કોમ્પ્લેક્ષ, બચુરામ આશ્રમની બાજુમાં ઘોડાસર, અમદાવાદ), જીતુભાઇ રમણભાઇ ઓડ (રહે. આતરસુંબા, ઓડવાસ, તા. કપડવંજ) અને મનુભાઈ રયજીભાઇ રાવળ (રહે. ધોળાકુવા, ઠાકોરવાસ, ગાંધીનગર) સામે ગુનો નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.

અહેવાલ - નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો -- Swachh Survekshan : એક સમયે ગંદકીના કારણે ફેલાતા પ્લેગે સેંકડો લોકોના જીવ લીધા, સુરત સ્વચ્છતાના શિખરે કેવી રીતે પહોંચ્યું?

Tags :
Advertisement

.