Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફરી ફાટક તૂટ્યું : ગોંડલ શહેરમાં ગુંદાળા રોડ પર આવેલ ગુંદાળા ફાટકને માલવાહક ચાલકે તોડ્યું

અહેવાલ - વિશ્વાસ ભોજાણી ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલા રેલ્વેનું ફાટક નંબર 38 સવારે 10.45 વાગ્યે બંધ કરતી સમયે આવેલ છોટા હાથી (માલવાહક) ગાડી ચાલકે ફાટકને તોડી પાડ્યું હતું. ઇમરજન્સી ફાટક બંધ કરી ટ્રેન ને ક્રોસ કરાવી હતી માલવાહક...
ફરી ફાટક તૂટ્યું   ગોંડલ શહેરમાં ગુંદાળા રોડ પર આવેલ ગુંદાળા ફાટકને માલવાહક ચાલકે તોડ્યું

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

Advertisement

ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલા રેલ્વેનું ફાટક નંબર 38 સવારે 10.45 વાગ્યે બંધ કરતી સમયે આવેલ છોટા હાથી (માલવાહક) ગાડી ચાલકે ફાટકને તોડી પાડ્યું હતું. ઇમરજન્સી ફાટક બંધ કરી ટ્રેન ને ક્રોસ કરાવી હતી માલવાહક ચાલક પર રેલ્વે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુંદાળા રોડ પર આવેલ રેલ્વેનું ફાટક નંબર 38 બંધ કરતી સમયે છોટા હાથી ચાલકે ફૂલ સ્પીડ માં આવીને રસ્તો પસાર કરવા જતાં ફાટક ને તોડી પાડ્યું હતું અને વાહન ચાલક ને પકડી પાડ્યો હતો. પોરબંદર થી રાજકોટ જતી ટ્રેન બપોરે 10.45 વાગ્યે ગોંડલ ગુંદાળા ફાટક પાસે રેલ્વે ટ્રેકપર થી નીકળવાની હતી તે સમયે ફાટક બંધ થતાં સમયે છોટા હાથી ચાલક ફૂલ સ્પીડ માં આવી જતા ફાટક ને તોડી પાડ્યું હતું અને બોલેરો ચાલક ને ઓન ડ્યુટી ગેઇટ મેને ઝડપી પાડ્યો હતો.

Advertisement

રેલ્વે પોલીસ ના અધિકારીઓ સ્થળ પર આવી પોહચ્યા

સમગ્ર ઘટના ની જાણ રેલ્વે પોલીસ ના PSI અમોલ ને થતા તુરંત સ્થળ પર પોહચી ચાલક ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છોટા હાથી ચાલક પાસે થી રેલ્વે સંપત્તિ ની નુકસાની દંડ ની કાયદેસરની જોગવાઈ કરવામાં આવશે.

Advertisement

આ પહેલા પણ અનેક વખત ફાટક તૂટ્યું હતું

ગુંદાળા રોડ શહેર નો મુખ્ય રોડ ગણવામાં આવે છે રોજિંદા નાના મોટા હજારો ની સંખ્યા માં વાહનો અવર જવર કરે છે અનેક વાર ફાટકો ને અનેક વાહન ચાલકો નુકશાન કરી ને જતા રહે છે ગત ડિસેમ્બર મહિના પહેલા એક યુટીલિટી કાર ચાલકે ફાટક ને નુકશાન પોહચાડ્યું હતું જાન્યુઆરી મહિના માં આઇસર ચાલકે ફાટક તોડ્યું હતું ફેબ્રુઆરી મહિના ની શરૂઆત માં બોલેરો કાર ચાલકે ફાટક તોડી પાડ્યું હતું. ત્યાર બાદ ફરી આજે ફાટક તોડી પાડ્યા ની ઘટના સામે આવી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.