Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોમી એખાલસનું ઉદાહરણ છે ગુજરાતનું આ ગામ, જાણો ગામ વિશે

ઈડર તાલુકામાં અને ઈડરથી આઠેક કિલોમીટર દૂર ગણેશપુરા નામનું ગામ આવેલું છે.જેમાં મોટાભાગની વસ્તી મુસ્લિમ સમુદાયની છે.અને ત્યાંના લોકોને ગામના હિન્દુ ધર્મમાં પુજાતા ભગવાન ગણપતિજી ના નામથી ગણેશપુરા નામ માં કોઈ વાંધો નથી.થોડાક હિંદુઓ પણ આ ગામમાં રહે છે.જેઓ બંને...
06:12 PM Jun 29, 2023 IST | Viral Joshi

ઈડર તાલુકામાં અને ઈડરથી આઠેક કિલોમીટર દૂર ગણેશપુરા નામનું ગામ આવેલું છે.જેમાં મોટાભાગની વસ્તી મુસ્લિમ સમુદાયની છે.અને ત્યાંના લોકોને ગામના હિન્દુ ધર્મમાં પુજાતા ભગવાન ગણપતિજી ના નામથી ગણેશપુરા નામ માં કોઈ વાંધો નથી.થોડાક હિંદુઓ પણ આ ગામમાં રહે છે.જેઓ બંને સમુદાયના લોકો હળી મળીને દરેક તહેવારની ઉજવણી પણ કરે છે.

90% વસ્તી મુસ્લિમોની

સાબરકાંઠાના ઈડર તાલુકાનું ગણેશપુરા ગામ અંદરો અંદર એક ખાસિયત ધરાવે છે.કારણ કે ગામનું નામ તો હિન્દુ ભગવાન ગણપતિજી ઉપરથી ગણેશપુરા છે.પરંતુ ગામની વસ્તીમાં 90% થી વધુ લોકો મુસ્લિમ સમુદાયના વસે છે અને થોડાક હિન્દુ સમાજના પણ ઘર છે.પરંતુ આજ સુધી ગામમાં બે ધર્મો વચ્ચે કોઈ પણ પ્રકારનું નાનું મોટું ઘર્ષણ થયું નથી અને બધા હળી મળીને રહે છે.

મુસ્લિમોને ગામના નામમાં કોઈ વાંધો નથી

ગણેશજીના નામથી ગામનું નામ હોવા છતાં મુસ્લિમ સમુદાયને આ બાબતે કોઈ વાંધો કે ફરિયાદ નથી.અને તેમને વર્ષોથી ચાલતા આવતા ગામના આ નામને ક્યારેય બદલવાનો કે અન્ય બીજું નામ આપવાનો પ્રયત્ન પણ કર્યો નથી.અને ગામના આ નામ સાથે જ લોકો ગર્વ પૂર્ણ જીવી રહ્યા છે.

સૌ હળીમળીને રહે છે

આ બાબતે ગામના મુસ્લિમ નાગરિકનું કહેવું છે કે, ગામમાં 110 થી વધુ મુસ્લિમોના ઘર અને 15 જેટલા હિન્દુ સમાજના ઘર આવેલા છે. તેમાં મુસ્લિમ સમુદાયમાં મોટાભાગની અટક મોમીન સમાજના લોકો છે. આજે એ બકરી ઈદ હોવાથી બહાર રહેતા ધંધાર્થીઓ અને નોકરીયા તો પણ ગામમાં તહેવાર મનાવવા આવેલા છે અને હિંદુસમાજની લોકોએ પણ તેમણે ઈદની શુભકામનાઓ પાઠવી હતી.

દરેક તહેવારો સાથે ઉજવે છે

ગામમાં ભલે હિન્દુઓનો તહેવાર હોય કે મુસ્લિમોનો જેમકે દિવાળી, હોળી, ઈદ, રમજાન જેવા તહેવારોમાં બધા લોકો હળી મળીને તહેવારને ઉજવતા હોય છે.અને એકબીજાને ગળે મળતા હોય છે.એટલુ જ નહી ઘણા તહેવારોમાં બંને સમુદાયના લોકો એકબીજાને પોતાના ઘરે ભોજન માટે આમંત્રિત પણ કરતા હોય છે.

પ્રાથમિક સુવિધાથી સજ્જ ગામ

ગામમાં સુવિધાઓની વાત કરીએ તો આ ગામની પંચાયત બાજુના ગામ નેત્રામલી માં લાગે છે. જેથી નેત્રામલી ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા જ ગામના વિકાસ કાર્યો કરવામાં આવે છે.ગામમાં રોડ રસ્તા ગટર લાઈન સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ છે.

ગામમાં મોટી મસ્જિદ

ગામમાં મોટી બે મસ્જિદો આવેલી છે જેમાં મુસ્લિમ સમુદાયના લોકો નમાજ અદા કરે છે ગણેશપુરાના આસપાસ અનેક મુસ્લિમ ગામ આવેલા છે જેમાં હસનપુરા અને શેરપુર જ્યાંના મુસ્લિમો પણ અહીં આવીને નમાઝ અદા કરતા હોય છે.

મુસ્લિમોનો મુખ્ય વ્યવસાય ખેતી

ગામના મોટાભાગના મુસ્લિમોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.તેમની પાસે જમીનો હોવાથી તેઓ ખેતી કરે છે.આ ઉપરાંત થોડાક મુસ્લિમો નોકરી ધંધે પણ વળેલા છે.જેઓ અમદાવાદ,સુરત જેવા શહેરોમાં રહી પોતાના ધંધા ચલાને છે.અને વાર તહેવારે પોતાના ગામ ગણેશપુરાની મુલાકાત પણ લેતા હોય છે.

ગણેશ પુરા હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક

ગણેશપુરા ગામ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે અને આ ગામમાં બંને સમુદાયના લોકો હળી મળીને રહે છે.હિન્દુ ભગવાન ગણેશજીના નામથી ગણેશપુરા ગામના નામમાં મુસ્લિમોને કોઈપણ વાંધો ન હોવો તે પણ એક એકતાનું ઉદાહરણ છે.આવી જ એકતા આપણે આપણા દેશ રાજ્યમાં બે સમુદાય વચ્ચે જોવા માંગીએ છીએ તે માટે ગણેશપુરા ગામ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.

અહેવાલ : હસમુખ પટેલ, સાબરકાંઠા

આ પણ વાંચો : અમદાવાદના તબીબે ઈન્ડોનેશિયાના દર્દીને દર્દમાંથી કર્યા મુક્ત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Communal solidarityGaneshpura villageGujaratGujarati NewsSabarkantha
Next Article