Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોતરપુર વોટર પ્લાન્ટમાંથી વધુ બે માનવ અંગ મળ્યા

કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી ગુરુવારે કેટલાક માનવ અંગ મળી આવ્યા હતા. ધડ, એક હાથ અને એક પગ મળી આવ્યા હતા. આ અંગે સરદારનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી માનવ અંગોનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ માનવ અંગ પુરુષના હોવાનું તપાસમાં ખુલ્યુ છે.DNA ટેસ્ટ માટે મોકલ્યાતપાસ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રતિપાલસિંહ ગોહિલે જણાવ્યુ કે, શુક્રવારે વધુ બે માનવ અંગે પ્લાન
કોતરપુર વોટર પ્લાન્ટમાંથી વધુ બે માનવ અંગ મળ્યા
કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી ગુરુવારે કેટલાક માનવ અંગ મળી આવ્યા હતા. ધડ, એક હાથ અને એક પગ મળી આવ્યા હતા. આ અંગે સરદારનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી માનવ અંગોનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ માનવ અંગ પુરુષના હોવાનું તપાસમાં ખુલ્યુ છે.
DNA ટેસ્ટ માટે મોકલ્યા
તપાસ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રતિપાલસિંહ ગોહિલે જણાવ્યુ કે, શુક્રવારે વધુ બે માનવ અંગે પ્લાન્ટ ખાતેથી જ મળી આવ્યા છે. શુક્રવારે વધુ એક હાથ અને એક પગ મળી આવતા હવે સંપૂર્ણ શરીર મળી આવ્યુ છે જે હવે ડીએનએ ટેસ્ટ માટે મોકલી અપાયુ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ આ માનવ અંગે પુરુષના હોવાનું ખુલ્યુ છે ત્યારે હવે પુરુષની ઓળખ મેળવવા પ્રયાસ શરુ કરાયા છે.
પોલીસ તપાસ શરૂ
પાણીના લીધે લાશ અત્યંત કોહવાઈ ગઈ હોવાથી માનવ અંગો પરથી કોઈ નિશાનની ઓળખ કરવાનું મુશ્કેલ છે ત્યારે ખોવાયેલા વ્યક્તિઓની  દિશામાં પોલીસે હવે તપાસ શરુ કરી છે. તમામ માનવ અંગો એક જ વ્યક્તિના છે કે કેમ તે દિશામાં તપાસ માટે માનવ અંગોનો ડિએનએ રિપો્રટ કરાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.