ધારાસભ્ય અમૂલ ભટ્ટે કર્યો લોકસંપર્ક, લાંભા વોર્ડની સોસાયટીના રહીશો સાથે કરી મુલાકાત
વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ ભાજપના ધારાસભ્યો શરુઆતથી જ સક્રિય થઈ ગયા છે અને લોકસંપર્ક રાઉન્ડ શરુ કરી દીધા છે. મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે પણ રવિવારે સવારથી જ લોકસંપર્ક રાઉન્ડ શરુ કર્યો હતો. ચૂંટણી બાદના પ્રથમ લોકસંપર્કમાં અમૂલ ભટ્ટ લાંભા વોર્ડની વિવિધ ત્રણ સોસાયટીઓમાં બેઠક કરવા પહોંચ્યા હતા.સ્થાનિક રહીશોને મળ્યામણિનગર વિધાનસભાના લાંભા વોર્ડની ઈશ્વર સોસાયટી, àª
વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ ભાજપના ધારાસભ્યો શરુઆતથી જ સક્રિય થઈ ગયા છે અને લોકસંપર્ક રાઉન્ડ શરુ કરી દીધા છે. મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે પણ રવિવારે સવારથી જ લોકસંપર્ક રાઉન્ડ શરુ કર્યો હતો. ચૂંટણી બાદના પ્રથમ લોકસંપર્કમાં અમૂલ ભટ્ટ લાંભા વોર્ડની વિવિધ ત્રણ સોસાયટીઓમાં બેઠક કરવા પહોંચ્યા હતા.
સ્થાનિક રહીશોને મળ્યા
મણિનગર વિધાનસભાના લાંભા વોર્ડની ઈશ્વર સોસાયટી, સંકેત પાર્ક અને સીતાબાગ સોસાયટીમાં સ્થાનિક રહીશોને મળવા પહોંચ્યા હતા. આ લોકસંપર્ક રાઉન્ડ અંગે ગુજરતા ફર્સ્ટ સાથેની વાતચીતમાં અમૂલ ભટ્ટે જણાવ્યુ કે, ચૂંટણી બાદ પ્રથમ લોકસંપર્ક રાઉન્ડનો પ્રારંભ કર્યો છે જે અંતર્ગત ત્રણ સોસાયટીના સ્થાનિક સાથે તેમની વિવિધ સમસ્યાઓે અંગે ચર્ચા થઈ છે. ભાજપની પરંપરા રહી છે કે લોકો વચ્ચે રહેવુ અને કામ કરવુ અને તેના ભાગરુપે લોકો સાથે લોકસંપર્કનો પ્રારંભ કર્યો છે.
ધારાસભ્યની ખાત્રી
સ્થાનિકો સાથેની ચર્ચામાં સીતાબાગ સોસાયટીના રહીશોએ ટીપી 54 ખોલવા બાબતે આભાર માન્યો હતો. વર્ષોથી આ ટીપી ખુલતી નહતી જે ભાજપના પ્રયાસોથી ખુલી. પથ્થર પેવીંગના મંજૂર થયેલા કામ હવે ચૂંટણી બાદ પૂરજોષમાં ચાલુ કરાશે. અન્ય સોસાયટીમાં જ્યાં પીવાના પાણીની તકલીફ છે ત્યાં કોર્પોરેશને બોર બનાવી દીધો છે. આ બોર ચાલુ થયા બાદ ઈશ્વર પાર્ક અને તેની આસપાસની સોસાયટીઓમાં પાણીની ઘટ અને ઓછા પ્રેશરની સમસ્યા છે તે દૂર થશે. સમસ્યાઓ ઉપરાંત અમૂલ ભટ્ટ તરફથી સ્થાનિકોને એવી ખાતરી પણ અપાઈ હતી કે મણિનગર વિધાનસભાના મોટા ભાગના વિસ્તારોમાં લાઈબ્રેરી, ગાર્ડન અને પાર્ટી પ્લોટ બનાવવાનો પ્રયાસ કરીશુ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement