Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar: ગુજરાતમાં હવે મફત મળશે આ દવાઓ! રાજ્ય સરકારે જીવન રક્ષક દવાઓના લીસ્ટમાં કર્યો વધારો

Gandhinagar:રાજ્ય સરકારે (State Govt)જીવન રક્ષક આરોગ્ય દવાઓના (Health centers)એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. અગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ(Drug list)માં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25માં વધીને 1382 થઇ છે. રાજ્યના પ્રત્યેક દર્દીને...
gandhinagar  ગુજરાતમાં હવે મફત મળશે આ દવાઓ  રાજ્ય સરકારે જીવન રક્ષક દવાઓના લીસ્ટમાં કર્યો વધારો

Gandhinagar:રાજ્ય સરકારે (State Govt)જીવન રક્ષક આરોગ્ય દવાઓના (Health centers)એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. અગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ(Drug list)માં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25માં વધીને 1382 થઇ છે. રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવી, એ જ અમારી સરકારની પ્રાથમિકતા છે. આ દવાઓ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે.

Advertisement

જીવન રક્ષક દવાઓ ઉમેરાઇ

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરવામાં આવે છે. આ વર્ષે નવી ઉમેરાયેલી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હ્યદય રોગ, ડાયાબીટીશ, બી.પી. તેમજ કીડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ ઉમેરાઇ છે.

33 દવાઓનો સમાવેશ કરાયો

રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં પ્રાથમિક ઉપચારની 308 દવાઓ, સેકન્ડરી ઉપચારની 495 દવાઓ અને ટર્સરી ઉપચારની 1349 દવાઓ ઉપરાંત સ્પેશીયલ ઉપચાર માટેની 33 દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ ડ્રગ લીસ્ટમાં 543 ટેબ્લેટ, 331 ઇન્જેક્શન, 300 સર્જીકલ અને 208 અન્ય દવાઓનો સમાવેશ થાય છે.

Advertisement

વર્ષ 2022-23ના ડ્રગ લીસ્ટમાં કાર્ડીઓ વેસ્ક્યુલરની 24 દવાઓ હતી.જે વર્ષ 2024-25માં વધીને 117 થઇ છે.તેવી જ રીતે એન્ટી ઇન્ફેક્ટીવની દવાઓ 120થી વધીને 199,એન્ટી કેન્સરની 13થી વધીને 47, ન્યૂરોલોજીકલ અને સાઈકેટ્રીકની 52થી વધીને 123, આમ કુલ 12 જેટલા રોગોની જીવન રક્ષક દવાઓમાં વધારો કરાયો છે.

Advertisement

આ પણ  વાંચો  -VADODARA : કાલુપુરાના લીંબડી ફળિયાના બંધ મકાનની દિવાલ તૂટી

આ પણ  વાંચો  -PNG-ગુજરાતમાં ઘરગથ્થુ વપરાશમાં નોંધપાત્ર પ્રગતિ

આ પણ  વાંચો  -VADODARA : વિજ કંપનીની ભરતી પરીક્ષામાં વિસંગતતા, ઉમેદવારોની પડખે યુવરાજસિંહ

Tags :
Advertisement

.