Gandhinagar : ગાંધીનગરની GNLU બોયઝ હોસ્ટેલમાં વિધાર્થીનો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી
ગાંધીનગરની જીએનએલયુ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવવા પામ્યું છે. યુવક દ્વારા દરવાજાનાં હેન્ડલ સાથે કપડું બાંધી ફાંસો લગાવ્યો છે.
પોલીસે તપાસ શરૂ કરી
યુવક મૂળ પંજાબનો રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 21 વર્ષીય વંશ નામનાં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. ઈન્ફોસિટી પોલીસે યુવકનો મોબાઈલ, લેપટોપ સહિતની વસ્તુઓ કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે. યુવકે ક્યાં કારણોસર આપઘાત કર્યો તેનું કારણ શોધવા અલગ અલગ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છેૃ. હાલ તો ઈન્ફોસીટી પોલીસે ગુનો નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ Gandhinagar : અમિત ચાવડાના નિવેદન પર અર્જુન મોઢવાડીયાના આકરા પ્રહાર
પરિવારજનો પર આભ તૂટી પડ્યું
યુવકે આપઘાત કર્યાની જાણ યુવકનાં મિત્રોને થતા મિત્રોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમજ યુવકનાં પરિવારજનોને યુવકનાં મૃત્યુનાં સમાચાર મળતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. અને યુવકનો પરિવાર તાત્કાલીક પંજાબથી ગુજરાત આવવા નીકળ્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આત્મહત્યાનું કારણ શોધવાની તજવીજ હાથ ધરી છે.