Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar: ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાયો! મેશ્વો નદીમાં વિસર્જન કરવા આવેલા 8 યુવાનો ડૂબ્યા

ગાંધીનગરના દહેગામમાં ગણપતિ વિસર્જન દરમિયાન બની મોટી દુર્ઘટના ગણપતિ વિસર્જન માટે આવેલા 8 લોકો મેશ્વો નદીમાં ડૂબ્યા દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ નજીક બન્યો બનાવ Gandhinagar: ગણેશ ચતુર્થીને લઈને અત્યારે રાજ્યભરતમાં ઉજવણી કરી રહ્યાં છે. આ સાથે હવે લોકો...
gandhinagar  ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાયો  મેશ્વો નદીમાં વિસર્જન કરવા આવેલા 8 યુવાનો ડૂબ્યા
  1. ગાંધીનગરના દહેગામમાં ગણપતિ વિસર્જન દરમિયાન બની મોટી દુર્ઘટના
  2. ગણપતિ વિસર્જન માટે આવેલા 8 લોકો મેશ્વો નદીમાં ડૂબ્યા
  3. દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ નજીક બન્યો બનાવ

Gandhinagar: ગણેશ ચતુર્થીને લઈને અત્યારે રાજ્યભરતમાં ઉજવણી કરી રહ્યાં છે. આ સાથે હવે લોકો તળાવ અને નદી કિનારે વિસર્જન માટે જઈ રહ્યાં છે. આ દરમિયાન અનેક જગ્યાએ ઘટિત ઘટનાઓ બની હોય તેનું સામે આવ્યું છે. ગાંધીનગર (Gandhinagar)ના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામમાં આવેલ મેશ્વો નદીમાં 8 યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, આઠેય યુવાનોની લાશોને પાણીમાંથી બહાર કાઢવામાં આવી છે પરંતુ હજુ વધુ યુવાનોની શોધખોળ ચાલી રહીં છે.

Advertisement

તમામ યુવાનો દહેગામના વાસણા સોગઠીના વતની

  1. સોલંકી વિજયસિંહ હાલુસિંહ
  2. ચૌહાણ ચિરાગસિંહ પ્રકાશસિંહ
  3. ચૌહાણ ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ
  4. ચૌહાણ રાજેશસિંહ બચુસિંહ
  5. ચૌહાણ મુન્નાભાઈ દિલીપસિંહ
  6. ચૌહાણ પૃથ્વીસિંહ દલપતસિંહ
  7. ચૌહાણ યુવરાજસિંહ પ્રવિણસિંહ
  8. ચૌહાણ સિદ્ધરાજ ભવસિંહ

તરવૈયાઓની ટીમોએ નદીમાં સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે, ગણપતિ વિસર્જન કરવા માટે ગયેલા યુવાનો વિસર્જન થાયએ પહેલા જ નદીમાં ઘરકાવ થઈ ગયાં હતાં. અત્યારે ઘટના સ્થળ ઉપર ફાયર બ્રિગેડ તંત્ર તેમજ તરવૈયાઓની ટીમોએ નદીમાં સર્ચ અભિયાન શરૂ કર્યું છે. આ સાથે ગ્રામજનોના ટોળેટોળા નદી કિનારે ઉમટી પડતા ભારે શોકનો માહોલ છવાયો છે. ગણપતિ વિસર્જનની ઘટના શોકમાં ફેરવાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચાઓ થઈ રહીં છે. ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે.

Advertisement

વિસર્જન કરવા માટે ગયા પરંતુ ફરી પાછા ના આવ્યાં!

આ સાથે પાટણમાં પણ એક પરિવારના ચાર લોકોનો નદીમાં ડુબવાથી મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઠેર ઠેર ગણપતિ બાબાની સ્થાપના કરવામાં આવી અને હવે તેનું વિસર્જન કરવા માટે લોકો નદી તળાવના કિનારે જઈ રહ્યાં છે. આ દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી હતી. પાટણની સરસ્વતી નદીમાં એક પરિવારના ચાર લોકો સહિત 7 લોકો ડૂબ્યા હતા. તેનો અત્યારે વીડિયો સામે આવ્યો છે. પાટણમાં સરસ્વતી નદીમાં 7 લોકો ડુબ્યાનો વીડિયો સામે આવ્યો છે જે અત્યારે ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Patan: સરસ્વતી નદીમાં 7 લોકો ડુબ્યાનો હ્રદય કંપાવતો વીડિયો! એક જ પરિવારના ચાર લોકોનું...

એક જ પરિવારના 4 સભ્યોને કાળ ભરખી ગયો

નોંધનીય છે કે, ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો ડૂબ્યાનો વીડિયો સામે આવ્યો છે. એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ડૂબ્યા હતા. વિગતે વાત કરવામાં આવે તો માતા, 2 પુત્ર સહિત પરિવારના 4 સભ્યો ડૂબ્યા હતા. ગોઝારી ઘટનાને લઈને પાટણમાં ભારે શોકનો માહોલ છવાયો હતો. મળતી માહિતી પ્રમાણે 4 કલાકની શોધખોળ બાદ નદીમાંથી ચારેયના મૃતદેહ મળી આવ્યા હતા. આ ચારેય લોકો એક પરિવારના હોવાનું પણ સામે આવ્યું હતું.

આ પણ વાંચો: Surat: નશાના કાળા કારોબારનો પર્દાફાશ! ઓલપાડ પોલીસે 700 કિલોથી વધુ ગાંજો જપ્ત કર્યો

Tags :
Advertisement

.