Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : આરોગ્ય કર્મચારીઓની હડતાળનો અંત, સરકાર સાથેની બેઠક લેવાયો નિર્ણય

છેલ્લા 20 દિવસથી ચાલી રહેલ આરોગ્ય કર્મચારીઓની હડતાળનો અંત આવ્યો છે. 20 દિવસ બાદ આરોગ્યકર્મીઓએ હડતાળ સમેટી છે.
gandhinagar   આરોગ્ય કર્મચારીઓની હડતાળનો અંત  સરકાર સાથેની બેઠક લેવાયો નિર્ણય
Advertisement
  • રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળનો અંત
  • 20 દિવસ બાદ આરોગ્યકર્મીઓએ સમેટી હડતાળ
  • 17 માર્ચથી ચાલતી આરોગ્યકર્મીઓની હડતાળ સમેટાઈ
  • સરકાર સાથેની બેઠક હકારાત્મક રહેતા લેવાયો નિર્ણય

રાજ્યમાં છેલ્લા 20 દિવસથી ચાલી રહેલી આરોગ્યકર્મીઓની હડતાળનો સુખદ અંત આવ્યો છે. આરોગ્ય કર્મચારી મહાસંઘની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 17 માર્ચથી ચાલતી આરોગ્યકર્મચારીઓની હડતાળ હવે સમેટાઈ છે. આરોગ્ય કર્મચારી મહાસંઘના 33 જીલ્લા પ્રમુખોની બેઠક મળી હતી.

ટેક્નિકલ ગ્રેડ, ખાતાકીય પરીક્ષા રદ કરવા, પગાર વિસંગતતા દૂર કરવાની માંગ હતી

આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેઓની વિવિધ પડતર માંગણીઓ જેવી કે એમપી, એચ.ડબલ્યૂ, એફએચ ડબલ્યૂ સહિતનાં કર્મચારીઓ જોડાયા હતા. ટેક્નિકલ ગ્રેડ, ખાતાકીય પરીક્ષા રદ કરવા અને પગાર વિસંગતતા દૂર કરવાની આરોગ્ય કર્મચારીઓની માગ છે. અચોક્કસ મુદ્દતની હડતાળમાં કર્મચારીઓને ન્યાય મળે તેવી માગ ઊઠી છે. જ્યારે, ન્યાય નહીં મળે તો મહાસંઘ દ્વારા કડક નિર્ણય લેવાશે એવી પણ વાત સામે આવી હતી. આ પહેલા દ્વારકાનાં (Dwarka) ખંભાળિયામાં પણ આરોગ્યકર્મીઓ હડતાળ પર ઊતર્યા હતા અને વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ અંગે કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું હતું. જ્યારે, ગાંધીનગરમાં (Gandhinagar) સત્યાગ્રહ છાવણી પાસે આરોગ્ય કર્મચારીઓએ ધરણાં પ્રદર્શન કર્યા હતા.

Advertisement

આ પણ વાંચોઃ Rajkot:અનૈતિક સબંધનું આવ્યું કાતિલ પરિણામ, રાજકોટમાં મિત્રએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો

Advertisement

છૂટા કરવા સુધીનાં પગલા લેવામાં આવ્યા હતા

રાજ્યમાં પડતર માંગણીઓને લઈ આરોગ્યકર્મીઓ હડતાળ (Health Workers' Strike) પર ઉતર્યા છે, જેનાં કારણે વિવિધ હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, હવે આ મામલે આરોગ્ય વિભાગે (Gujarat Health Department) કડક વલણ અપનાવ્યું છે. માહિતી અનુસાર, હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને છૂટા કરવા સુધીનાં પગલાં આરોગ્ય વિભાગ લઈ શકે છે. સાથે જ છૂટા કરેલા આરોગ્યકર્મીઓની ખાલી જગ્યા આઉટસોર્સથી ભરાશે એવી પણ માહિતી છે. જણાવી દઈએ કે, અગાઉ પણ આરોગ્યકર્મીઓને સસ્પેન્ડ કરવા સુધીનાં પણ વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ