Gandhinagar: દહેગામના ગલુદણ ગામમાંથી ઝડપાયું શંકાસ્પદ ઘી, અંદાજે 822 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો
- ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવી કાર્યવાહી
- ગલુદણ ખાતે રેડ કરી શંકાસ્પદ ઘી નો જથ્થો જપ્ત કરાયો
- પાંચ લાખ 26 હજાર તો મુદ્દા માલ જપ્ત કરાયો
Gandhinagar: ગાંધીનગર જિલ્લાના દહેગામના ગલુદણ ગામમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર રેડ પાડવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ગલુદણ ખાતે રેડ દરમિયાન શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. મળતી જાણકારી પ્રમાણે અહીંથી અંદાજીત 822 કિલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, બાતમીના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગરની ટીમ દ્વારા પેઢી ખાતે રેડ પાડવામાં આવી હતી.
વધારે વિગતે વાત કરવામાં આવો તો, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના સિનિયર ફુડ સેફ્ટી ઓફિસર જે.એમ.પ્રજાપતિ દ્રારા ગાંધીનગર જીલ્લાના ગલુદણ ખાતે મે. શ્રીકુલદેવી માર્કેટીંગ કંપની તથા ફુડ સેફ્ટી ઓફિસર એચ.એમ. વાઘેલા અને એમ.જી.કુંપાવતે અનુક્રમે (01) મે. નિયાંશ ફુડ & ડેરી પ્રોડક્ટસ, (02) મે. અંજની માર્કેટીંગ નામની પેઢી ખાતે રેડ પાડવામાં આવી હતી. નોંધનીય છે કે, અહીં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનુ સંગ્રહ અને વેચાણ કરીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોવાની બાતમી મળી હતી.
આ પણ વાંચો: અમદાવાદનું વાંચ ગામ એટલે ગુજરાતનું શિવકાશી, અહીંના ફટાકડાની ભારતભરમાં થાય છે નિકાસ
ઘીનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી
નોંધનીય છે કે, બાતમીના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગરની ટીમ દ્વારા પેઢી ખાતે રેડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેઢીમાં અનુક્રમે રૂપિયા 02,39,360, રૂપિયા 01,41,120, રૂપિયા 01,45,600 એમ કુલ મળીને રૂપિયા 05,26,080/- ની કિંમતનો ક્રમશઃ આશરે 374 કિગ્રા, 224 કિગ્રા, 224 કિલો ગ્રામ મળીને કુલ 822 કિલો ગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ સાયબર ક્રાઈમે ડિજિટલ અરેસ્ટના નામે ચાલતી ઠગાઇના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો
05,26,080/- ની કિંમતનું આશરે શંકાસ્પદ જપ્ત કરાયું
ગાંધીનગર (Gandhinagar )ના ગલુદણ ખાતે મે. કુલદેવી માર્કેટીંગ કંપની, મે. નિયાંશ ફુડ &ડેરી પ્રોડક્ટસ અને મે. અંજની માર્કેટીંગ નામની પેઢીમાં તપાસ કરતા શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો. પેઢીના માલિક અનુક્રમે શંકરભાઈ ધૂખાજી માળી, દર્શનભાઈ અગ્રવાલ અને જીમીશ ઠક્કરની હાજરીમાં પૃથ્થ્કરણ માટે ઘી લૂઝના ત્રણે પેઢીમાંથી જુદા જુદા 03 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીનો પેઢીમાં અનુક્રમે રૂપિયા 02,39,360, રૂપિયા 01,41,120, રૂપિયા 01,45,600 એમ કુલ મળીને રૂપિયા 05,26,080/- ની કિંમતનો આશરે 374 કિગ્રા, 224 કિગ્રા, 224 કિલો ગ્રામ મળીને કુલ 822 કિલો ગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: IPS અધિકારીએ જિજ્ઞેશ મેવાણીને અપમાનિત કરીને ચેમ્બરમાંથી કાઢી મૂક્યાં! જુઓ Video