Surat : The Kerala Story જોવા જનાર માટે રિક્ષા સેવા ફ્રી
The Kerala Story ફિલ્મ રીલીઝ થઇ છે. અને આ ફિલ્મ રીલીઝ થઇ ત્યારથી જ તેની ચર્ચાઓ થઇ રહી છે. કેટલાક રાજ્યોમાં આ ફીલ્મને ટેક્સ ફ્રી પણ કરવામાં આવી છે ત્યારે સુરતમાં એક રીક્ષા ચાલકે આ ફિલ્મને લઈને અનોખી ઓફર મૂકી છે. જે વ્યક્તિ આ ફિલ્મ જોવા માંગતા હોય તેઓને વિના મુલ્યે થીયેટર સુધી લઇ જવાની અને પરત મૂકી જવાની ઓફર મૂકી છે.
ફિલ્મને લઈને ભારે ચર્ચા
હાલમાં રીલીઝ થયેલી The Kerala Story ફિલ્મની ચર્ચા ચારે તરફ થઇ રહી છે તો બીજી તરફ દેશના કેટલાક રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે તો પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આ ફિલ્મ બતાવવા ઉપર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતના સુરતમાં આ ફિલ્મને લઈને લોકો વિવિધ ઓફરો પણ અમલમાં મૂકી રહ્યા છે.
રિક્ષા ચાલકની જાહેરાત
સુરતના ચલથાણ ખાતે રહેતા વિજય ભરવાડ દ્વારા જે લોકો આ ફિલ્મ જોવા જવા માંગતા હોય તેઓને સિનેમા હોલ સુધી વિના મુલ્યે લઇ જવા તથા પરત મૂકી જવાની ઓફર અમલમાં મૂકી છે. આ માટે તેઓએ બે રીક્ષાની વ્યવસ્થા કરી છે. રીક્ષા પાછળ તેઓએ આ અંગેની જાહેરાત પણ લગાવી દીધી છે. રીક્ષા પાછળ લખવામાં આવ્યું હતું કે સર્વ સનાતની પરિવારોને જણાવવાનું કે જે ભી લોકો પોતાની બહેન દીકરીને The Kerala Story ફીલ્મ જોવા લઇ જવા માંગતા હોય એ પરિવાર માટે કોઈ ભી ભાડું લેવામાં નહી આવે અને નિશુલ્ક સિનેમા હોલ સુધી પહોચાડવામાં આવશે : લી. વિજય ભરવાડ ચલથાણ વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ પલસાણા.
વિનામુલ્યે લઈ જશે, વિના મુલ્યે મુકી જશે
વિજય ભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, The Kerala Story ફિલ્મ ખાસ બેહનોએ જોવા જેવી છે. આ ફિલ્મથી ઘણું બધું શીખવા જેવું છે. જે લોકો પોતાની બહેન દીકરીઓને આ ફિલ્મ જોવા લઇ જવા માંગતા હોય તેઓને હું વિના મુલ્યે રીક્ષામાં લઇ જાવ છું અને વિના મુલ્યે પરત મૂકી જાવ છું.
અહેવાલ - ઉદય જાદવ, સુરત
આ પણ વાંચો : THE KERALA STORY ના ક્રૂ મેમ્બરને ધમકી મળી ધમકી, કહ્યું – આ સ્ટોરી….