હિંમતનગર તાલુકાના કડોલી ખાતે આવેલ ચમત્કારી હનુમાનજી મંદિર ખાતે ચાર દિવસીય મહા વિષ્ણુયાગ
સંપૂર્ણ સાધુ-સંતો સહિત અગ્રણી અગ્રણીઓ તેમજ ભક્તોએ દર્શનનો લાભ લીધો મહા વિષ્ણુયાગ કરવાથી માનવ જીવનનું કલ્યાણ થાય છે : આચાર્ય પ્રેમ નારાયણ શુકલ
હિંમતનગર તાલુકાના કડોલી ખાતે આવેલ ચમત્કારી હનુમાનજી મંદિરના ખાતે ચાર દિવસીય મહા વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે વસંત પંચમીના પવિત્ર દિવસે વેદો મંત્રોચ્ચાર સાથે શ્રી સૂક્તના પાઠ સહિત રાજોપચાર પૂજન સાથે મહા વિષ્ણુયાગ સંપન્ન થયો હતો. જેના દર્શન માટે સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન તેમજ મહાપુજાનો લાભ લીધો હતો.
હિંમતનગર તાલુકાના કડોલી ખાતે સાબરમતી નદી કિનારે તપોભૂમિ સમાન લક્ષ્મીનારાયણ ભગવાન સંસ્થાન સંચાલિત હનુમાનજી મંદિરના પટાંગણમાં યજુવેદાચાર્ય ભાગવત આચાર્ય પ્રેમનારાયણ કાંતિલાલ શુકલના આચાર્ય પદે ગત તારીખ 11 મી ફેબ્રુઆરીથી પંચકુંડી મહા વિષ્ણુયાગનો પ્રારંભ થયો હતો. જેના ભાગરૂપે રવિવારે પંચાંગ કર્મમંડળ પ્રવેશ ગ્રહશાંતિ પૂજન આરતી ત્રિશોપચાર પૂજન સહિત હોમાત્મક યજ્ઞ કર્મ કરવામાં આવ્યા હતા. વસંતપંચમી અને બુધવારના પવિત્ર દિવસે મહા વિષ્ણુયાગ સંપન્ન થયો હતો.
આ પ્રસંગે સાબરકાંઠાના સાંસદ દીપ સિંહ રાઠોડ હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા અગ્રણી વકીલ ગીરીશભાઈ ભાવસાર ભાજપના ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા તાલુકા પંચાયતના પ્રમુખ ભૂમિકાબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ મહામંત્રી વિજયભાઈ પંડ્યા સહિત રાજકીય અગ્રણીઓ તેમજ બેરના સ્થિત નિરંજન અખાડાના મહંત દિનેશગીરી મહારાજ સહિત અનેક સાધુ ભગવાન તો એ ઉપસ્થિત રહી દર્શનનો તેમ જ આશીર્વાદ વચનનો લાભ આપ્યો હતો. આ પ્રસંગે યજુવેદાચાર્ય પ્રેમનારાયણ શુકલ એ જણાવ્યું હતું કે, મહાવિષ્ણુયાગથી પિતૃઓને મોક્ષ મળે છે આર્થિક સામાજિક પ્રગતિ થાય છે અને સર્વ સંકટો માંથી મુક્તિ મળે છે ભગવાન વિષ્ણુ એટલે કે લક્ષ્મીનારાયણની કૃપા થાય છે કડોલી કટી હનુમાનજી મંદિરના આગેવાનો ગ્રામજનો એ ચાર દિવસ મહાવિષ્ણુયાગ ને સફળ બનાવવા ભારે જહમત ઉઠાવી હતી.
અહેવાલ - યશ ઉપાધ્યાય
આ પણ વાંચો -- Bhupendra Patel : 2 નવા ફ્લાય ઓવરબ્રિજ માટે 185 કરોડ રૂપિયા ફાળવવાની મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી