Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતમાં આંતરરાજ્ય ગેંગના મુખ્ય સુત્રધાર સહિત ચાર આરોપી ઝડપાયા

અહેવાલ---આનંદ પટણી, સુરત સુરત શહેર તથા સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ટોબેકોની દુકાનોના શટર તોડી ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સુત્રધાર સહિત ચાર આરોપીને સુરતની પુણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ચાર આરોપીની પૂછપરછ દરમિયાન ચાર અનડિટેક્ટ ગુનાનો ભેદ...
04:13 PM May 25, 2023 IST | Vipul Pandya
અહેવાલ---આનંદ પટણી, સુરત
સુરત શહેર તથા સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ટોબેકોની દુકાનોના શટર તોડી ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સુત્રધાર સહિત ચાર આરોપીને સુરતની પુણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ચાર આરોપીની પૂછપરછ દરમિયાન ચાર અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી 10,80,120નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે.
ચાર આરોપી ઝડપાયા 
સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ગુનાઓને બનતા અટકાવવા માટે અને અનડીટેકટ ગુનાઓને શોધી કાઢવા પોલીસને સૂચના આપવામાં આવી છે. ત્યારે સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અલગ અલગ ટીમ બનાવીને ઘરફોડ ચોરીના બનાવો બનતા અટકાવવા તેમજ અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે બાતમીના આધારે ઘરફોડ ચોરીના ગુનામાં ભાગતા ફરતા ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. આ ચાર આરોપીની ધરપકડ કરી તેમની પૂછપરછ કરતા સુરત શહેર તથા ગ્રામ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચાર ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો છે.
દુકાનોમાં રેકી કરીને ચોરી કરતા
પુણા પોલીસ દ્વારા જે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમાં સંદીપ ઉર્ફે સંજય દુધરેજીયા, શેતાનસિંગ સોલંકી, મહાવીર કુંપાવત અને હિંમતસિંહ રાજપુતનો સમાવેશ થાય છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ ગુનાનો મુખ્ય સૂત્રધાર સંદીપ જે પહેલા ચોરી કરવાની હોય ત્યાં રેકી કરતો હતો. ત્યારબાદ આરોપી ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. અગાઉ મુંબઈ ખાતે આરોપી સંદીપે શેતાન સિંહ સાથે મળી ચોરીના ગુનાઓને અંજામ આપ્યા છે અને તેઓ દુકાનના શટર તોડી ગણતરીની મિનિટોમાં ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. તો અન્ય આરોપી મહાવીર પણ અગાઉ મુંબઈના ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે. આ ઉપરાંત હિંમતસિંહ નામના આરોપીએ પોતાની બોલેરો પીકપ ચોરીના ગુનામાં ઉપયોગમાં લીધી હતી અને આરોપીઓને રહેવાની સગવડ સંદીપે કામરેજ આગળ આવેલા ડુંગરી ગામમાં કરી હતી અને ત્યારબાદ આ તમામ આરોપીઓએ સાથે મળી ટોબેકોની દુકાનનું શટર તોડી તેમાંથી માલની ચોરી કરી ભાગી ગયા હતા.
પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો 
આરોપીઓની ધરપકડ બાદ પોલીસ દ્વારા ટોબેકોની દુકાનમાંથી ચોરી કરવામાં આવેલા સિગારેટ ગુટખા તેમજ ટોબેકોનો 3,28,620નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત એક બોલેરો પીકઅપ પણ જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો---સનાતન ધર્મ પર સવાલ ઉઠાવનારા રાવણના ખાનદાનના : પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
Tags :
inter-state gangSuratSurat Police
Next Article