Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બંધ બારણે યોજી બેઠક 

ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બંધ બારણે યોજી બેઠક ક્ષત્રિયોનું આંદોલન પુરું: શંકરસિંહ પાર્ટ ૨ પાર્ટ 3 એવું કઈ ન હોય, દરેકની ચડતી પડતી હોય, ટાઈમ હોય મર્યાદા હોય, ભાજપનું કલાઈમેક્ષ આવી ગયું છે :...
07:59 PM May 14, 2024 IST | Harsh Bhatt
કાગવડ ખોડલધામ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ( Shankarsinh Vaghela ) દર્શનથે પહોંચ્યા હતા. જ્યાં ચેરમેન નરેશ પટેલ પગે લાગીને ખોડલધામનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. ગોંડલના સુલતાનપુર ગામે ધાર્મિક પ્રસંગે જવાનું હોવાથી નરેશ પટેલ અને શંકરસિંહ વાઘેલા ( Shankarsinh Vaghela ) એક સાથે જશું તેવી મીડિયા સમક્ષ વાત કરીને બંધ બારણે એક કલાકથી વધુ સમય બેઠક પણ યોજી હતી.

Shankarsinh Vaghela With Naresh Patel

ખોડલધામ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ( Shankarsinh Vaghela ) જણાવ્યું હતું કે, ગોંડલમાં સુલતાનપૂર ખાતે ધાર્મિક કાર્યક્રમમાં નરેશ પટેલને પણ આમંત્રણ હોવાથી સાથે જઈએ એટલે આવ્યું છું, કોઈ રાજકીય પ્રોગ્રામ નથી. માત્ર ધાર્મિક કાર્યક્રમમાં અમે બન્ને સાથે જવાના છીએ.જ્યારે ક્ષત્રિય સમાજનું આંદોલન ચલાવનાર સંકલન સમિતિએ કાયમી સમિતિ છે.તેના મિત્રો મળવાના છે.જ્યારે રાજકોટ લોકસભાની ચૂંટણી પુરી થઈ તે દિવસથી કામ પૂર્ણ થયું, પાર્ટ ૨ પાર્ટ ૩ એવું કંઈ ન હોય કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી તેવી મને માહિતી છે.

Shankarsinh Vaghela With Naresh Patel

જ્યારે ભાજપના સહકારી મેન્ડેન્ટ બાબતે પૂછતાં કહ્યું હું અત્યારે તેમાં નથી, દરેક ની ચડતી પડતી હોય ટાઈમ હોય મર્યાદા હોય ભાજપનું કલાઈમેક્ષ આવી ગયું માતાજીના સાંનિધ્યમાં વાત કરવી સારી યોગ્ય નથી.નરેશ પટેલ અને શંકરસિંહ વાઘેલાએ સાથે ભોજન ગ્રહણ કર્યું હતું.ત્યાર બાદ લગભગ એક કલાકથી વધુના સમય સુધી બંધ બારણે મીટીંગ યોજી હતી.
અહેવાલ : હરેશ ભાલિયા 
આ પણ વાંચો : PANCHMAHAL : ભર ઉનાળે વરસેલા કમોસમી વરસાદથી પંચમહાલ જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની
આ પણ વાંચો : Chhota Udepur: કમોસમી વરસાદ સાથે પવન ફૂંકાતા જગતનો તાત ચિંતિત, મોઢામાં આવેલો કોળિયો છીનવાયો
આ પણ વાંચો : Ahmedabad : ‘રક્ષક બન્યો ભક્ષક’ ! રાજસ્થાનથી ફરવા આવેલી યુવતી સાથે હોટેલમાં હોમગાર્ડે આચર્યું દુષ્કર્મ
Tags :
Former Chief Minister Shankarsinh VaghelakagvadKhodaldhamKhodaldham ChairmanKhodaldham Chairman Naresh PatelKshatriya aandolanMeetingPoliticssecret meeting
Next Article