Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતમાં સૌ પ્રથમ વખત જન્મજાત બ્રેઇન્ડેડ બાળકના અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું

અહેવાલ - આનંદ પટણી, સુરત ભારતમાં સૌ પ્રથમ વખત માત્ર ચાર દિવસના જન્મજાત બ્રેઇન્ડેડ બાળકના અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું છે.ભારતના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હશે,જ્યાં માત્ર ચાર જ દિવસના બ્રેઇન્ડેડ જન્મજાત બાળકના અંગોનું દાન સુરતથી થયું છે.બાળકની બે કિડની,બરોળ, આંખ...
ભારતમાં સૌ પ્રથમ વખત જન્મજાત બ્રેઇન્ડેડ બાળકના અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું

અહેવાલ - આનંદ પટણી, સુરત

Advertisement

ભારતમાં સૌ પ્રથમ વખત માત્ર ચાર દિવસના જન્મજાત બ્રેઇન્ડેડ બાળકના અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું છે.ભારતના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હશે,જ્યાં માત્ર ચાર જ દિવસના બ્રેઇન્ડેડ જન્મજાત બાળકના અંગોનું દાન સુરતથી થયું છે.બાળકની બે કિડની,બરોળ, આંખ અને લીવરનું દાન કરી સુરતના સંઘાણી પરિવારે સમાજમાં અંગદાન અંગેની જાગૃતિનો અનેરો લોક સંદેશો પાઠવ્યો છે.જ્યાં બાળકના અલગ અલગ અંગો અન્ય છ બાળકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન આપવામાં આવશે.સુરતની જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને IKDRC સહયોગથી બાળકની બંને કિડની અને બરોળ IKDRC અમદાવાદ,જ્યારે લીવર દિલ્હીની ILDS હોસ્પિટલ તેમજ બંને આંખો સુરતની લોકચક્ષુ બેંકને સમર્પિત કરવામાં આવી હતી.

ડાયમંડ સીટી અને ટેકસ્ટાઈલ્સ સીટી તરીકે જાણીતા સુરત શહેરએ હવે દેશ અને દુનિયામાં ઓર્ગન ડોનેશનની દ્રષ્ટિએ ખ્યાતિ મેળવી ચૂક્યું છે.દેશ અને દુનિયામાં સુરત ઓર્ગન ડોનેશનની દ્રષ્ટિએ સૌથી વધુ અગ્રેસર રહ્યું છે.હમણાં સુધી નાની ઉંમરથી લઈ મોટી ઉંમર સુધીના બ્રેઇન્ડેડ વ્યક્તિઓના અંગોનું દાન લઈ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવામાં આવતું હતું.પરંતુ આ વખતે સૌ પ્રથમ વખત ભારતના સુરતમાં સૌ પ્રથમ એવી ઘટના બની છે,જ્યાં માત્ર ચાર દિવસના જન્મજાત બ્રેઇન્ડેડ બાળકના અંગોનું દાન પરિવાર તરફથી કરવામાં આવ્યું છે.જેના ઠકી અન્ય છ જરૂરિયાતમંદ બાળકોને નવજીવન મળવાનું છે.સુરતની જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના વિપુલ તલાવીયા પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતના વાલક પાટીયા પાસે ગીતાંજલિ રો-હાઉસમાં રહેતા અને મૂળ અમરેલી નજીક આવેલ માળીલાના વતની હર્ષ સંઘાણી અને ચેતના સંઘાણીના ઘરે 13 ઓક્ટોબરના રોજ દીકરાનો જન્મ થયો હતો.

Advertisement

સુરતની કલરવ હોસ્પિટલમાં સંઘાણી પરિવારની પરિણીતાએ બાળકે જન્મ આપ્યો હતો. પરંતુ જન્મ બાદ બાળક હલનચલન તેમજ રડતું પણ નહોતું. જેથી બાળકને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. જે હોસ્પિટલમાં બાળકને વેન્ટિલેટર ઉપર રાખી સારવાર કરાવવામાં આવી રહી હતી. પરિવાર માસુમ બાળકની ખીલખિલાટ સાંભળવા માટે આતુરતા પૂર્વકની વાટ જોઈ રહ્યું હતું. હોસ્પિટલ દ્વારા પણ બાળકની અનેક રીતે તપાસ કરવામાં આવી રહી હતી. ખાસ પિડીયાટ્રીક વિભાગના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા બાળકની તપાસ કરવામાં આવી રહી હતી. અંતે તબીબોની ટીમ દ્વારા બાળકને બ્રેઇન્ડેડ જાહેર કરવામાં આવ્યું હતું.. પરિવારે ભારે હૈયે માસુમ બાળકના અંગોનું દાન કરવાનો દઢ નિર્ણય કર્યો હતો. જેથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ દ્વારા પરિવારને ઓર્ગન ડોનેશન અંગેની તમામ માહિતીની સમજણ આપવામાં આવી હતી. જ્યાં બાળકના પિતા હર્ષ સંઘાણી, માતા ચેતના સહિત સંયુક્ત પરિવારે સામુહિક રીતે બાળકના અંગદાન અંગે સંમતિ આપી હતી.જ્યાં માત્ર ચાર દિવસના બાળકના અંગોનું દાન કરવાનો ઐતિહાસિક નિર્ણય સુરતના સંઘાણી પરિવારના.સોપાને લખાયો હતો.

પરિવારે હાલ ચાલી રહેલી નવરાત્રીના પવિત્ર પર્વ પર અંગદાન ઠકી અન્ય જરૂરીયાતમંદ બાળકોને નવજીવન મળી રહે તેવો નિર્ણય લઈ સમાજને એક નવી દિશા અને રાહ ચીંધી હતી. અંગદાનની સંમતિ મળતા સુરતની સંસ્થા દ્વારા સોટોની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે સંસ્થા માટે પણ આ ઘટના આશ્ચર્ય ચકિત કરનારી હતી. તમામ ટેસ્ટ કર્યા બાદ અંગદાન અંગે બાળકને વરાછાની પીપી સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.જ્યાં IKDRCની મદદથી બાળકની બે કિડની,બે આંખ,બરોળ અને લિવરનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. જે તમામ અંગો જરૂરિયાતમંદ માસુમ બાળકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન આપવામાં આવશે. સુરતની જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જન્મજાત બ્રેઇન્ડેડ બાળકની બે કિડની અને બરોળ અમદાવાદની IKDRC,જ્યારે લીવર દિલ્હીની ILDS હોસ્પિટલ અને બંને આંખો સુરતની લોકદ્રષ્ટિ ચક્ષુબેંકને ડોનેટ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો - ભારતમાં સૌ પ્રથમ વખત જન્મજાત બ્રેઇન્ડેડ બાળકના અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું

Tags :
Advertisement

.