Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં સૌ પ્રથમવાર હિંમતનગરમાં ૮ હજાર બાળકોને ગીતા ગ્રંથ અપાયો

સામાન્ય રીતે ભારત અને વિશ્વના અન્ય દેશો આજે પણ ગીતા ગ્રંથને મહાન માને છે. ત્યારે જો તેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો જીવન જીવવાની અનેક જડીબુટ્ટી તથા માનવીમાં રહેલા વિકાર, ઇર્ષા, અભિમાન અને તિરસ્કારની ભાવના દુર થાય અને જ્ઞમા આપવાની...
06:01 PM Mar 02, 2024 IST | Harsh Bhatt

સામાન્ય રીતે ભારત અને વિશ્વના અન્ય દેશો આજે પણ ગીતા ગ્રંથને મહાન માને છે. ત્યારે જો તેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો જીવન જીવવાની અનેક જડીબુટ્ટી તથા માનવીમાં રહેલા વિકાર, ઇર્ષા, અભિમાન અને તિરસ્કારની ભાવના દુર થાય અને જ્ઞમા આપવાની તથા જતુ કરવાની અને સમાધાન કરવાની વૃત્તિ આવી શકે છે. સરકારે પ્રાથમિક શાળાઓમાં ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કર્યો છે.

અંદાજે ૮ હજારથી વધુ વિદ્યાર્થીઓને ગીતા ગ્રંથનું વિતરણ કરાયુ

ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમવાર હિંમતનગરમાં આવેલી મોટા ભાગની સ્કૂલોમાં શામળાજી વિષ્ણુ મંદિરના ટ્રસ્ટીએ બે મહિનાથી કરેલા મનોમથંન બાદ શનિવાર હિંમતનગરના ટાઉન હોલ ખાતે ગીતા એજ જ્ઞાન અંતર્ગત કાર્યક્રમનુ આયોજન કર્યુ હતુ. જેમાં કાર્યક્રમ દરમિયાન અંદાજે એક હજાર બાળકોને ગીતા ગ્રંથનું વિતરણ કરાયુ હતુ. આ ઉપરાંત હિંમતનગરમાં આવેલી અન્ય સ્કૂલોમાં ભણતા અંદાજે ૮ હજારથી વધુ વિદ્યાર્થીઓને ગીતા ગ્રંથનું વિતરણ કરાયુ છે.

આ અંગેની વિગત એવી છે કે પૂર્વ ગૃહ રાજય મંત્રી પ્રફુલ પટેલના પુત્ર તથા શામળાજી વિષ્ણુ મંદિરના ટ્રસ્ટી સિધ્ધાર્થભાઇ પટેલે બે મહિના અગાઉ ગીતા ગ્રંથ બાળકોને આપવામાં આવે તો સૌ પ્રથમ તેમના માતા-પિતા વાંચન કર્યા બાદ કેટલીક બાબતોમાં ફેરબદલ કરશે અને તેના લીધે બાળકો પણ તેનુ આચરણ કરતા થાય ત્યારે કેટલીક કુટેવો અને અહંકાર, અભિમાન, ઇર્ષાનો ભાવ દુર થશે. જેથી વિદ્યાર્થી અને તેના પરિવાર પર ગીતાના અધ્યન બાદ અનેક પરિવર્તનો આવશે. જેના માટેની પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાંથી લીધી હોવાનુ જણાવી સિધ્ધાર્થ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે દેશ અને દુનિયામાં આજે ગીતાને પૂજનીય ગણવામાં આવે છે.

RSS કાર્યકર દુષ્યંતભાઇ પંડયાએ પોતાના પ્રવચનમાં ઉંડાણપૂર્વક બાળકોને સમજ આપી

જો તેનુ સતત અધ્યયન કરવામાં આવે તો વેદ-વ્યાસે લખેલા ૦૪ વેદ, ૦૭ ઉપનિષદ, ૧૮ અધ્યાય, ૭૦૦ શ્લોક તથા ૬-૬-૬ એમ ત્રણ ભાગમાં વહેચાયેલા જ્ઞાનયોગ, કર્મયોગ અને ભકિતયોગમાં ગીતાનો નિચોડ બતાવાયો છે. એમ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ અને આરએસએસના કાર્યકર દુષ્યંતભાઇ પંડયાએ પોતાના પ્રવચનમાં ઉંડાણપૂર્વક બાળકોને સમજ આપી હતી. સાથો સાથ કેટલાક શ્લોકોનુ ગાન કરીને બાળકોને દ્રષ્ટાંત સાથે રજુ કરતા બાળકોએ પણ તાલીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા.

હિંમતનગરના ટાઉન હોલમાં શનિવારે યોજાયેલ ગીતા એજ જ્ઞાન કાર્યક્રમમાં સાબરકાંઠા લોકસભા સીટના પ્રભારી, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ પટેલ, જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઇ સકસેના, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, સાબરડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન શામળભાઇ પટેલ, પૂર્વ ચેરમેન જેઠાભાઇ પટેલ, મહેન્દ્રસિંહ રહેવર, વિજયભાઇ પંડયા સહિત અન્ય કાર્યકરો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

કઇ સ્કૂલના બાઇકોને ગીતા ગ્રંથ અપાયો

ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન હિંમતનગરની હિંમત હાઇસ્કૂલ-૧, માયોન હાઇસ્કૂલ, ત્રિવેણી હાઇસ્કૂલ અને હિંમતનગર તાલુકા પ્રાથમિક શાળાના મળી અંદાજે એક હજાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ શિસ્તબધ્ધ રીતે ઉપસ્થિત રહી ધર્મલક્ષી જાણકારી મેળવી હતી.

ગીતા ગ્રંથનું વર્ણન કોણે સાંભળ્યુ હતુ

કાર્યક્રમ દરમિયાન ગીતા ગ્રંથ અંગે જાણકારી રજુ કરાઇ તેમાં ગીતા ગ્રંથ અંગે સમજ આપતા કાર્યક્રમમાં ઉપસ્થિત વકતાએ ભાર પૂર્વક જણાવ્યુ હતુ કે ગીતા ગ્રંથમાં મુખ્યત્વે ભગવાન શ્રી કૃષ્ણએ પઠન કરી સમજ આપી અર્જુન, સંજય, વિદુર અને હનુમાનજીએ સાંભળી હોવાનો ઉલ્લેખ કરાયો છે.

હિન્દુ ગ્રંથ તરીકે કેમ માનવામાં આવે છે

ઇતિહાસકારો નોંધે છે કે, વર્ષો અગાઉ સપ્તસિંધુ નદી કિનારે વસેલા આર્યોએ ભરતકુળના રાજાના નામ પરથી ભારત નામ પડયું છે. જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ કરાયો છે. જેથી હિન્દુ ગ્રંથ તરીકે આજે પણ ગીતા ગ્રંથ માન પૂર્વક પૂજાય છે.

અહેવાલ  - યશ ઉપાધ્યાય

આ પણ વાંચો -- ભલભલાને રનિંગમાં હંફાવતા Porbandar ના પ્રેમજી રાજ્ય કક્ષાએ ચેમ્પિયન

 

 

 

 

Tags :
8000BHAGVAD GEETAdistributefirst time in GujaratGujarat BJPHimatnagarRSSStudents
Next Article