Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat :ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર દેશનું સૌપ્રથમ રાજ્ય

કૃષિલક્ષી યોજનાઓની માહિતી ફોનના માધ્યમથી સરળતાથી મેળવી શકે તેવા શુભ આશય સાથે આ યોજના અમલમાં આવી
gujarat  ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર દેશનું સૌપ્રથમ રાજ્ય
Advertisement
  • Gujarat-ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય: કૃષિ મંત્રી  રાઘવજી પટેલ
  • છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના 2246 ખેડૂતોને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ રૂ. 100 લાખથી વધુની સહાય ચૂકવાઈ

Gujarat વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી  રાઘવજી પટેલે (Raghavji Patel) જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌપ્રથમવાર ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે. છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના ૨,૨૪૬ ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ રૂ.100 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

Gujarat ના ખેડૂતો હવામાન-વરસાદની આગાહી, સંભવીત રોગ-જીવાત ઉપદ્રવ અને તેના નિયંત્રણ માટેની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ તેમજ સરકારની કૃષિલક્ષી યોજનાઓની માહિતી ફોનના માધ્યમથી સરળતાથી મેળવી શકે તેવા શુભ આશય સાથે આ યોજના અમલમાં આવી છે, તેમ તેમણે જણાવ્યું હતું.

Advertisement

તેમણે ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં ગુજરાતનાં ખેડૂતો મોબાઈલ એપ્લીકેશન પર નોંધણી કરીને પોતાના ખેતરને જીઓ રેફેરેંસિન્ગ Geo referencing દ્વારા માર્ક કરી શકશે. સેટેલાઇટ ઇમેજ પ્રોસેસીંગના માધ્યમથી ખેડૂતોને ખેતરમાં વાવેતર કરેલા પાકના સ્વાસ્થ્યની વિગત સમગ્ર સીઝન દરમિયાન મળશે. મોબાઇલ એપ પર ખેડૂતે વાવેતર કરેલ પાકની વાવણીથી લઇ કાપણી સુધીની એગ્રોનોમિકલ પ્રેકટાઇસીસ Agronomical Practicesપણ જોઇ શકાશે અને તેને અનુરૂપ ખેત કાર્યોને સારી રીતે અમલમાં મૂકી શકશે. જેથી સમયસર આગોતરા પગલા લઇ ખેડૂતો તેમની આવકમાં વધારો કરી શકશે.

Advertisement

આ પણ વાંચો- Gujarat : વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈ માર્ગ મોકળો

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Surendranagar : ટ્રેક્ટર-બાઈક ધડાકાભેર અથડાયા, મહિલા સહિત બેનાં ઘટના સ્થળ પર જ મોત

featured-img
રાજકોટ

Amit Khunt Case : કોર્ટમાં 17 વર્ષીય સગીરાએ ગંભીર આક્ષેપો સાથે નિવેદન નોંધાવ્યું, કહ્યું- અમિત ખુંટે મારી સાથે..!

featured-img
રાજકોટ

Gondal : વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ, Video બનાવી ગંભીર આક્ષેપ કર્યા

featured-img
Top News

VADODARA : લાલબાગ બ્રિજ પર ડામર પીગળ્યો, વાહન ચાલકોએ જવાનું ટાળ્યું

featured-img
Top News

Gujarat Rian: ચોમાસાને લઈ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી

featured-img
Top News

Gandhinagar : રાજ્યનાં રમત ગમત મંત્રી લંડનની મુલાકાતે, કોમનવેલ્થ ગેમ્સને લઈ યોજાઈ બેઠક

×

Live Tv

Trending News

.

×